
ચટણી એ ભારતીય ભોજનની એક એવી સાઇડ ડિશ છે જેનો સ્વાદ એટલો સારો છે કે તે ઘણીવાર દાળ અને શાકને પણ પાછળ છોડી દે છે. ભોજનની થાળીમાં ચટણીની હાજરી આખા ભોજનમાં એક નવો સ્વાદ ઉમેરે છે. જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેઓ ભોજન સાથે ચટણી પસંદ કરે છે, તો આજે અમે તમારા માટે મગફળીની ચટણીની રેસીપી લાવ્યા છીએ, જે બનાવવામાં ખૂબ જ સરળ છે. આ અદ્ભુત ચટણી તમારા ભોજનનો સ્વાદ બમણો કરી દેશે! તો ચાલો જાણીએ કે ઘરે આ સ્વાદિષ્ટ ચટણી કેવી રીતે બનાવવી.
સામગ્રી
- મગફળી - 1 કપ
- લીલા મરચા - 1-2
- લસણની કળી - 2-3
- આદુ - 1/2 ઈંચનો ટુકડો
- આમલીની પેસ્ટ - 1 ચમચી
- મીઠું - સ્વાદ મુજબ
- પાણી - જરૂર મુજબ
- તેલ - 1 ચમચી
- રાઈ - 1/2 ચમચી
- અડદની દાળ - 1/2 ચમચી
- ચણાની દાળ - 1/2ચમચી
- સૂકા લાલ મરચા - 1-2
- લીમડાના પાન - 7-8
બનાવવાની રીત
- સૌપ્રથમ કાચી મગફળીને ધીમા તાપે શેકી લો અને થોડીવાર માટે ઠંડી થવા દો.
- મગફળી ઠંડી થાય ત્યારે તેની છાલ કાઢી લો.
- હવે બ્લેન્ડરમાં શેકેલી મગફળી, લીલા મરચા, લસણ, આદુ, આમલીની પેસ્ટ અને મીઠું અને પાણી ઉમેરો અને પીસી લો.
- ધ્યાનમાં રાખો કે ખૂબ જ બારીક પેસ્ટ નથી બનાવવાની, જો ચટણી થોડી બરછટ હોય તો તેનો સ્વાદ વધુ સારો લાગે છે.
- છેલ્લે ચટણીની કંસિસ્ટેંસિ મુજબ પાણી ઉમેરો અને તેને બાઉલમાં કાઢી લો.
- હ્વ્વ એક નાના પેનમાં તેલ ગરમ કરો. ગરમ તેલમાં રાઈ ઉમેરો.
- રાઈ તતડે ત્યારે અડદની દાળ તેમજ ચણાની દાળ ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
- હવે તેમાં સૂકા લાલ મરચા તેમજ લીમડાના પાન ઉમેરો અને થોડી સેકન્ડ માટે શેકો.
- હવે તૈયાર કરેલા વઘારને ચટણી પર રેડો અને સારી રીતે મિક્સ કરો.
- મગફળીની ચટણી તૈયાર છે. તેને ઈડલી, ઢોસા, રોટલી, ભાત અથવા કોઈપણ નાસ્તા સાથે સર્વ કરો.
સ્ટોર કરવા માટેની ટિપ
ચટણીને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે, તમે આમલીની પેસ્ટને બદલે આમચૂર પાવડર વાપરી શકો છો, કારણ કે આમલીની પેસ્ટ ચટણીને ઝડપથી બગાડી શકે છે.