
લિવરપુલના સ્ટાર ડિઓગો જોટાનું 28 વર્ષની ઉંમરમાં નોર્થ સ્પેનમાં રોડ અકસ્માતમાં મોત થયું છે. ફૂટબોલર લેમ્બોર્ગિની કારમાં જતો હતો આ દરમિયાન તેનો અકસ્માત થયો હતો. કારમાં પોર્ટુગલ ફોરવર્ડના સાથી ફૂટબોલર અને ભાઇ આંદ્રે સિલ્વા પણ હતા. 26 વર્ષીય આંદ્રેનું પણ મોત થયું છે. જોટા પોર્ટુગલની નેશનલ ટીમ માટે પણ રમે છે.
વલાડોલિડથી 70 માઇલ પશ્ચિમમાં એ-52 પર ઓવરટેક કરતા સમયે લેમ્બોર્ગિનીનું ટાયર ફાટી ગયું હતું. કાર રોડ પરથી ઉતરતા પલટી ખાઇ ગઇ હતી, જેને કારણે તેમાં આગ લાગી હતી. જોટાએ તાજેતરમાં પોતાના ત્રણ બાળકોની માતા રૂટે કાર્ડોસો સાથે લગ્ન કર્યા હતા.
પોર્ટુગલની ફૂટબોલ ટીમે દુ:ખ વ્યક્ત કર્યું
આ ઘટના જમોરા પ્રાંતમાં એ-52 પર બની હતી. સ્પેનમાં નોર્થ પોર્ટુગલથી નીકળવા માટે એક મુખ્ય રસ્તો છે. પોર્ટુગલની ફૂટબોલ ટીમે કહ્યું કે તે લિવરપૂલના ફોરવર્ડ ડિઓગોના મોતથી દુ:ખી છે.
પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશનના વડા પેડ્રો પ્રોએન્કાએ તેના મોતની પુષ્ટિ કરી છે. તેમણે એક નિવેદનમાં કહ્યું, "પોર્ટુગીઝ ફૂટબોલ ફેડરેશન અને સમગ્ર પોર્ટુગીઝ ફૂટબોલ સ્પેનમાં ડિઓગો જોટા અને આન્દ્રે સિલ્વાના મોતથી આઘાતમાં છે. રાષ્ટ્રીય A ટીમ માટે લગભગ 50 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ડિઓગો જોટા એક અદ્ભુત ખેલાડી કરતાં પણ વધુ, એક અસાધારણ વ્યક્તિ હતા, જેનો તમામ સાથી ખેલાડીઓ અને વિરોધીઓ દ્વારા આદર કરવામાં આવતો હતો. તે એક એવો વ્યક્તિ હતો જે હંમેશા ખુશખુશાલ રહેતો હતો."