
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી હાર્વર્ડ યુનિવર્સિટી પર ફરી પ્રહારો કર્યો છે. ટ્રમ્પે હાર્વર્ડમાં અભ્યાસ કરી રહેલા લગભગ 31 ટકા વિદ્યાર્થીઓની વિગતો માંગી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, અમને યુનિ.માં ભણતા વિદ્યાર્થીઓની માહિતી આપો, નહીં તો ફંડ આપવાનું બંધ કરી દઈશું. આ પહેલા યુનિવર્સિટીને અપાતી 2.2 અબજ અમેરિકી ડૉલરથી વધુના અનુદાન અને સહાય પેકેજ પર પ્રતિબંધ મૂકાયો હતો, જેને લઈને હાર્વર્ડે કોર્ટમાં અરજી કરી હતી, જેમાં કોર્ટે ટ્રમ્પ તંત્રના આદેશ પર વચગાળાનો સ્ટે લગાવ્યો છે.
હાર્વર્ડ વિદેશી વિદ્યાર્થીઓની માહિતી આપે : ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર દાવો કર્યો છે કે, હાર્વર્ડમાં લગભગ 31 ટકા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને યુનિવર્સિટી તેઓની માહિતી આપતી નથી. તેઓ દેશ અને ખાસ કરીને સંયુક્ત રાજ્ય અમેરિકા સાથે બિલકુલ ફ્રેન્ડલી વર્તન કરતા નથી. તેઓ પોતાના (અમેરિકન) વિદ્યાર્થીઓ માટે કોઈપણ ચુકવણી કરતા નથી અને તેઓ આવો ઈરાદો પણ રાખવા નથી.
‘હવે હાર્વર્ડ ફેડરલ ગર્વમેન્ટ પાસેથી ફંડ ન માંગે’
તેમણે વધુમાં કહ્યું કે, ‘અમે જાણવા માંગીએ છીએ કે, યુનિવર્સિટીમાં કયા કયા દેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અમે હાર્વર્ડને અબજો ડોલર આપીએ છીએ, તેમ છતાં તેઓ સહયોગ કરી રહ્યા નથી. તેમની યુનિવર્સિટીમાં જે વિદેથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અમે તેમના નામ અને દેશને જાણવા માંગીએ છીએ. હાર્વર્ડ પાસે 52,000,000 ડૉલરનું ફંડ છે, તેઓ તેનો ઉપયોગ કરે. હવે તેઓ ફેડરલ ગર્વમેન્ટ પાસેથી ફંડ માંગવાનું બંધ કરે.’
હાર્વર્ડ અમેરિકન સરકાર વિરુદ્ધ કર્યો હતો કેસ
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ સરકારે હાર્વર્ડ યુનિવર્સિટીને મળતું ફંડ અટકાવતા યુનિ.એ 21 એપ્રિલે સરકાર સામે કેસ દાખલ કર્યો છે. અગાઉ અમેરિકન સરકારે હાર્વર્ડ યુનિવર્સિટીને મળતા ફંડિંગ પર રોક લગાવી હતી આટલું જ નહીં તમામ પ્રકારની ગતિવિધિઓ પર સુપરવિઝનની પણ માંગ કરવામાં આવી છે. ફેડરલ કોર્ટમાં દાખલ કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે હાર્વર્ડ યુનિવર્સિટીના શૈક્ષણિક નિર્ણયો પર નિયંત્રણ હાંસલ કરવા માટે સરકાર દ્વારા ફંડિંગ રોકવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સરકારની કાર્યવાહી ફેડરલ કાયદા વિરુદ્ધ છે. ત્યારબાદ કોર્ટે અમેરિકન સરકારના આદેશ પર વચગાળાનો સ્ટે લગાવ્યો છે.