સુરતના કાપડ વેપારીઓ સામે છેલ્લા ચાર મહિનામાં મોટો આર્થિક કૌભાંડ બહાર આવ્યું છે. અંદાજે 170 કરોડ રૂપિયાનું પેમેન્ટ અટવાયું હોવાની ફરિયાદો નોંધાઈ છે. ફોસ્ટા (ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ એસોસિએશન)ના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં 2750 વેપારીઓએ ફોસ્ટા એપ્લિકેશન દ્વારા ફરિયાદ નોંધાવી છે.એપ્લિકેશન લોન્ચ થયા બાદ કેટલાક ઠગ વેપારીઓએ તેનું દુરુપયોગ કરીને પેમેન્ટ ઉઘરાવ્યા વિના માલ મંગાવ્યો અને પેમેન્ટ આપ્યા વગર ગાયબ થઇ ગયા હોવાનો આક્ષેપ થયો છે. ફોસ્ટાના પ્રમુખે વેપારીઓને આશ્વાસન આપ્યું છે કે તમામ કાયદાકીય પગલાં લેવામાં આવશે અને પેમેન્ટ પરત મળવા માટે સંઘર્ષ ચાલુ રાખવામાં આવશે. ફોસ્ટા દ્વારા ડિજિટલ ફરિયાદ વ્યવસ્થાના માધ્યમથી તમામ દસ્તાવેજો એકઠા કરીને કાર્યવાહી આગળ વધારવામાં આવશે.