
Mehsana news: મહેસાણા જિલ્લાના નંદાસણ નજીક સત્યમેવ જીઆઈડીસીમાં અવાવરું સ્થળે 30 વર્ષીય દર્શન પ્રજાપતિ નામના યુવકની તેના જ મિત્રએ હત્યા કરી હતી. જો કે આ હત્યા કરવા પાછળ શું કારણ હતું તે અકબંધ રહ્યું હતું. હત્યાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે 21 વર્ષીય આરોપી ઋત્વિક મકવાણાની અટકાયકત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો અનુસાર, મહેસાણા જિલ્લાના નંદાસણ ટાઉન પાસે આવેલી સત્યમેવ જીઆઈડીસીમાં અવાવરું સ્થળે મિત્રતા મરી પરવારી હોવાનું સામે આવ્યું છે. કારણ કે, 30 વર્ષીય દર્શન પ્રજાપતિ નામના યુવકની તેના જ મિત્રએ કરપીણ હત્યા કરી દીધી હતી. જો કે, આની પાછળનું કારણ અકબંધ રહેવા પામ્યું હતું. 21 વર્ષીય યુવકે હત્યાની જાણ પોલીસને થતા પોલીસે તાબડતોબ આરોપી મિત્રની હત્યા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.