Anupama Fire Incident: મુંબઈમાં ગોરેગાંવ ફિલ્મ સિટીમાં લોકપ્રિય ટીવી સીરિયલ 'અનુપમા'ના સેટ પર આજે વહેલી સવારે 5 વાગ્યે આગ લાગવાની ઘટના બની હતી. આ આગ એટલી ભયંકર લાગી હતી કે 'અનુપમા'નો સેટ બળીને રાખ થયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી. કલાકો પછી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. આ દરમિયાન ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝના અધ્યક્ષ બી.એન. તિવારી અને ઑલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિયેશનના પ્રમુખ (AICWA) સુરેશ શ્યામલાલ ગુપ્તાએ ઉગ્ર પ્રતિક્રિયા આપતા વિવાદ સર્જાયો છે. તેમનું માનવું છે કે, ઇન્શ્યોરન્સ ક્લેમ એટલે કે વીમાના દાવા માટે મુંબઈમાં અનેક નિર્માતા સેટ બાળવાનું કાવતરૂં ઘડતા હોય છે.

