Vadodara News: વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં કુલ 20 લોકોના મોત નિપજ્યાં છે. આ દુર્ઘટનામાં સારવાર દરમિયાન નરેન્દ્રસિંહ પરમાર નામના દર્દીનું SSG હોસ્પિટલમાં મોત થયુ છે. 5 વાહનો નદીમાં ખાબક્યા હતા. તે વાહનોને બહાર કાઢવામાં પણ મૂશ્કેલી સર્જાઈ રહી છે. કેમિકલથી ભરેલો એક ટ્રક હજુ નદીમાં ગરકાવ છે જ્યારે અન્ય એક ટ્રક અડધા બ્રિજ પર લટકેલી હાલતમાં છે.
ટેન્કર હજુ ડૂબેલી સ્થિતિમાં છે
તૂટેલા બ્રિજની નીચે એક ઓઈલ ટેન્કર પડેલું છે, ટેન્કર હજુ ડૂબેલી સ્થિતિમાં છે. તો બીજી તરફ ટેન્કરને નુકશાન થાય અને સંભવત કેમિકલ લીક થાય તો મુશ્કેલી સર્જાઈ શકે છે. નદીના પાણીને પણ નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઊંડા પાણી અને કાદવ કીચડના થર વચ્ચે આ ટેન્કર ફસાયું છે.
કેમિકલ લીક થાય તો મુશ્કેલી સર્જાઈ શકે
જે તૂટેલ બ્રિજના ગડરની વચ્ચે ફસાયું છે. આમ હવે કુલ મૃત્યુઆંક 20 થયો છે. પાદરા બ્રિજ દુર્ઘટનામાં પ્રથમ દિવસે 12 અને બીજા દિવસે 6 મૃતદેહ મળ્યા હતા. ત્યારબાદ વધુ બે મૃતદેહ મળ્યા હતા. જો કે હજુ 2થી 3 લોકો લાપતા હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તેમની શોધખોળ ચાલી રહી છે.