
Vadodara News: વડોદરા પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ચોથો દિવસ છે. નદીની અંદર પડેલા સલ્ફુરિક એસિડ ટેન્ક બહાર કાઢવાની બાકી છે. તેવી જ રીતે બ્રિજ પર અટકી ગયેલું ટેન્કર પણ કાઢવાનું બાકી છે. મોટા ભાગની કામગીરી બંધ કરી દેવાઈ હોવાના સંકેત જોવા મળી રહ્યા છે. હજુ પણ બે લોકોના ગુમ હોવાની ચર્ચા છે.
ફાયર વિભાગ અને NDRFની ટીમ દ્વારા નદીની બચાવ કામગીરી માટેની બોટો બહાર કાઢી લેવામાં આવી છે. સલ્ફુરિક એસિડથી ભરેલી ટ્રક નદીમાં ગરકાવ છે જે હાલ ચિંતાનો વિષય બન્યું છે, જ્યારે અડધા બ્રિજ પર લટકેલી ટ્રકને બહાર કાઢવામાં પણ મુશ્કેલી સર્જાઈ રહી છે. મળતા અહેવાલ પ્રમાણે, આ માટે આર્મીની મદદ લેવાઈ શકે છે. અત્યાર સુધીમાં વીસ લોકોના કરુણ મોત નિપજ્યાં છે જ્યારે ત્રણ લોકોની સારવાર ચાલી રહી છે.