Home / Gujarat / Gandhinagar : 8 lakh teachers will be recruited, the Ministry of Education has given this direction to the schools

આનંદો/ 8 લાખ શિક્ષકોની ભરતી કરાશે, શિક્ષણ મંત્રાલયે શાળાઓને આપ્યો આ નિર્દેશ

આનંદો/ 8 લાખ શિક્ષકોની ભરતી કરાશે, શિક્ષણ મંત્રાલયે શાળાઓને આપ્યો આ નિર્દેશ

દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 (NAP) હેઠળ તૈયાર કરાયેલા નવા પુસ્તકોના અભ્યાસની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે શિક્ષણ મંત્રાલયે દેશની અનેક સરકારી શાળાઓમાં શિક્ષકોના ખાલી પદો તેમજ આ પદો ભરવાને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મંત્રાલયે તમામ રાજ્યોને શિક્ષકોના ખાલી પદો ભરવા માટે કહ્યું છે.

અનેક સરકારી શાળાઓમાં પદ ખાલી

મંત્રાલયે કહ્યું છે કે, દેશમાં અગાઉની અપેક્ષા કરતા શિક્ષકોની સંખ્યામાં વધારો થયો છે, જોકે તેમ છતાં દેશમાં હજુ પણ આઠ લાખથી વધુ શિક્ષકોના પદ ખાલી છે. સૌથી વધુ પ્રાથમિક સ્તરે લગભગ સાત લાખ શિક્ષકોના પદો ખાલી છે. શિક્ષણ મંત્રાલયે તમામ શાળાઓને આ પદો ભરવા માટે કહ્યું છે.

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં શિક્ષકોના પદ ખાલી

દેશની અનેક શાળાઓમાં શિક્ષકોના પદો ખાલી છે, તેથી શિક્ષણ મંત્રાલયે ઘણા વર્ષોથી આ પદો ભરવા માટે દબાણ કરી રહી છે. મંત્રાલયના પ્રયાસોના કારણે અનેક રાજ્યોમાં શિક્ષકોની સંખ્યા વધી છે, જોકે હજુ પણ ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં મોટી સંખ્યામાં શિક્ષકોના પદો ખાલી છે.

મંત્રાલયે પદો ભરવા માટે પત્ર લખ્યો

મંત્રાલયે રાજ્યોને ખાલી શિક્ષકોના પદ ભરવા માટે પત્ર લખ્યો છે અને વિદ્યાર્થી-શિક્ષકનો ગુણોત્તર સંતુલિત રાખવા માટે પણ સૂચના આપી છે. મંત્રાલયનું કહેવું છે કે, આમ કરવાથી શાળાઓમાં શિક્ષણ સ્તર સુધરશે અને રાજ્યોના પ્રદર્શનમાં પણ સુધારો જોવા મળશે.

સૌથી વધુ પ્રાઈમરીમાં વેકેન્સી

મંત્રાલયે કહ્યું છે કે, વર્ષ 2021-22માં પ્રાથમિક સ્તરે શિક્ષકોની 10.37 લાખ જગ્યાઓ ખાલી હતી, જે 2022-23માં ઘટીને 8.92 લાખ થઈ અને હવે 2023-24 સુધીમાં ઘટીને 7.22 લાખ થઈ છે. બીજીતરફ માધ્યમિક સ્તરે 2021-22માં ખાલી પદોની સંખ્યા 1.29 લાખ હતી, જે 2022-23માં વધીને 1.32 લાખ થઈ, જોકે શૈક્ષણિક વર્ષ 2023-24માં ઘટીને 1.24 લાખ થઈ છે.

કયા રાજ્યોમાં શિક્ષકોના કેટલી જગ્યા ખાલી ?

પ્રાથમિક સ્તરે

ઉત્તર પ્રદેશ - 1.42 લાખ
બિહાર - 1.92 લાખ
ઝારખંડ - 75000
મધ્ય પ્રદેશ - 52000
છત્તીસગઢ - 8000

માધ્યમિક સ્તર

બિહાર - 32000
મધ્ય પ્રદેશ - 15000
ઉત્તર પ્રદેશ - 7000
ઝારખંડ - 5000