સુરતમાં પ્રથમ વખત ચૈત્રી નવરાત્રિ દરમિયાન સુરતમાં ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. "સુરસંપદા ચૈત્રી નવરાત્રિ"માં સાતમના નોરતાએ માં આદ્યશક્તિની આરાધના સાથે ગાયિકા ગીતા રબારીએ ગરબાના સુરીલા તાલે સૌને ઝૂમવા મજબૂર કર્યા હતા. ઉનાળાની તીવ્રતાને પછાડતાં કેટલીક મહિલાઓએ પાંચ થી દસ કિલો સુધીના પરંપરાગત ચણિયાચોળી પહેરી, તો પુરુષોએ પણ ભવ્ય પાઘડીઓ અને છત્રીઓ સાથે ગરબે ભાગ લીધો હતો. હાથમા તિરંગો ફરકાવીને દેશભક્તિ પર ગીતના તાલે ઝુમાવ્યા ‘‘સબસે આગે હોગે હિન્દુસ્તાની...’’ગીતા રબારીએ જણાવ્યું હતું કે ચૈત્રી નવરાત્રિમાં ગરબાનું આયોજન દેશમાં પહેલીવાર થયું છે,તે ખુબજ સારી વાત છે મોટી સંખ્યામાં મા ની આરાધના કરવા સુરતીજનો ગરબે રમી રહ્યા છે. આસો મહિનામાં જે નવરાત્રિ આવે છે તે જ રીતે અમે આ ચૈત્રી નવરાત્રિમાં પણ તે જ રીતે તૈયારી કરી છે. જે નવા તાજેતરમાં જે ગીતો આવ્યા છે તે અહીં પરફોર્મસ કર્યા હતા. સુરતના લોકો કલાકારોને ખુબજ પ્રેમ આપે છે મારા માટે સુરત ખુબજ લકી રહ્યુ છે. ગલગોટો ગલગોટો ગલગોટો ઝુટીને લીધો ધીન્તા ધીન્તા ધીતાતા....