Home / World : 'We will occupy all areas of the Gaza Strip': Netanyahu

VIDEO: 'અમે ગાઝા પટ્ટીના તમામ વિસ્તારો પર કબજો કરીશું': નેતન્યાહૂએ મચાવ્યો ખળભળાટ

VIDEO: 'અમે ગાઝા પટ્ટીના તમામ વિસ્તારો પર કબજો કરીશું': નેતન્યાહૂએ મચાવ્યો ખળભળાટ

ઈઝરાયલી સેનાએ સતત પાંચ દિવસથી ગાઝા પર ભયાનક હુમલો કરતાં 320 લોકોના મોત થયા છે. સેનાના મિસાઈલ સહિતના હુમલામાં શરણાર્થી શિબિરો અને હોસ્પિટલને મોટાપાયે નુકસાન થયું છે, ત્યારે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આખા ગાઝા પર કબજો જમાવવાની વાત કરતા વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ખાન યુનુસ વિસ્તાર તાત્કાલીક ખાલી કરવા આદેશ

નેતન્યાહૂના નિર્ણય બાદ ઈઝરાયલી સેના (IDF)એ પૂરજોશમાં અભિયાન શરૂ કરી દઈધું છે. આઈડીએફએ દક્ષિણ ગાઝાના ખાન યુનુસની આસપાસના વિસ્તારો ખાલી કરવાનો આદેશ આપ્યો છે. પેલેસ્ટાઈની લોકોને તાત્કાલીક વિસ્તાર ખાલી કરવા કહ્યું છે.

અમે ગાઝા પટ્ટીના તમામ વિસ્તારો પર કબજો કરીશું : નેતન્યાહૂ

ઈઝરાયલી સેનાએ ગાઝામાં મોટાપાયે નવું અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. નેતન્યાહૂએ ટેલીગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે કે, ‘યુદ્ધ ખૂબ ગંભીર છે અને અમે આગળ વધી રહ્યા છીએ. અમે ગાઝા પટ્ટીના તમામ વિસ્તારો પર કબજો કરી લઈશું. અમે હાર નહીં માનીયે. સફળતા મેળવવા માટે અમારે એવું કામ કરવું પડશે, જેને અટકાવી ન શકાય.’

‘બંધકો છોડ્યા બાદ જ પ્રસ્તાવ પર વાત કરીશું’

ઈઝરાયલના વડાપ્રધાને કહ્યું કે, ‘વ્યવહારિક અને રાજદ્વારી કારણોસર આપણે ગાઝાની વસ્તીને દુષ્કાળ તરફ ન જવા દેવી જોઈએ. ઈઝરાયલના મિત્ર દેશો પણ ભુખમરાની તસવીરોને સહન નહીં કરે.’ નેતન્યાહૂએ ગઈકાલે (18 મે) યુદ્ધવિરામ માટે કેટલીક શરતો મુકી હતી. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી અમારા તમામ બંધકોને છોડવામાં ન આવે, ત્યાં સુધી કોઈપણ પ્રસ્તાવ પર કોઈ વાતચીત થશે નહીં. નેતન્યાહૂએ યુદ્ધવિરામ માટે શરત મૂકી છે કે, ‘ગાઝાને સંપૂર્ણ હથિયારોથી ખાલી કરી દેવું જોઈએ, હમાસના આતંકવાદીઓએ ગાઝા છોડી દેવું પડશે.’

Related News

Icon