થોડા દિવસો પહેલા અનુરાગ કશ્યપ (Anurag Kashyap) એ બ્રાહ્મણો વિરુદ્ધ એવી ટિપ્પણી કરી હતી કે મોટો વિવાદ ઉભો થઈ ગયો હતો. ઘણા લોકોએ તેના પર પ્રતિક્રિયા આપી હતી. હવે એક્ટ્રેસ અને મોડેલ ગેહના વશિષ્ઠે સોમવારે મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ (Anurag Kashyap) વિરુદ્ધ લેખિત ફરિયાદ આપીને FIR નોંધવાની માંગ કરી છે. ગેહનાએ કહ્યું કે, "અનુરાગ કશ્યપે બ્રાહ્મણો અંગે આપેલું નિવેદન ખૂબ જ વાહિયાત છે. શું તમે બ્રાહ્મણોને ટોઈલેટ સમજો છો? ફિલ્મો માટે તમે કંઈ પણ નિવેદન આપી દેશો? શું તમે નશામાં હતા કે આવા નિવેદનો આપી રહ્યા છો?" એક્ટ્રેસે આગળ કહ્યું કે, "જો આ પ્રકારનું નિવેદન અન્ય કોઈ ધર્મ માટે આપવામાં આવ્યું હોત તો અત્યાર સુધીમાં તો ફતવો જારી થઈ ગયો હોત."

