
રાજ્ય સરકારના ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગમાં કર્મચારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે. જેમાં 25 કર્મચારીઓને બઢતી આપવામાં આવી છે. જ્યારે 33 જેટલા ક્લાર્કની આંતરિક બદલી કરવામાં આવી છે.
રાજ્યમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનર હસ્તકની જુનિયર ક્લાર્ક (વર્ગ-3) સંવર્ગમાં ફરજ બજાવતા 25 કર્મચારીઓને સિનિયર ક્લાર્કમાં બઢતી આપવામાં આવી છે.
જ્યારે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગમાં સિનિયર ક્લાર્કમાં ભરજ બજાવતા 33 કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. વહીવટી સરળતા અને કાર્યક્ષમતા વધારવા માટે વિભાગ દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવાયો છે.