Home / World : g7 summit pm modi You are the best... I am also trying to be like you

VIDEO: 'તમે શ્રેષ્ઠ છો, હું તમારા જેવા બનવાનો પ્રયાસ કરી રહી છું': વાયરલ G7 વીડિઓ પર મેલોનીએ PM મોદીને આપ્યો જવાબ

કેનેડામાં G7 સમિટ દરમિયાન, ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ હંમેશની જેમ પીએમ મોદીને ઉત્સાહપૂર્વક મળ્યા. જ્યોર્જિયા મેલોનીએ પ્રધાનમંત્રી  મોદી સાથે એક ફોટો પણ ક્લિક કરાવ્યો. પીએમ મોદીએ ઇટાલીના વડા પ્રધાનને કહ્યું "તમને અહીં જોઈને આનંદ થયો". મેલોનીએ પીએમ મોદીને કહ્યું, "તમે શ્રેષ્ઠ છો... હું પણ તમારા જેવા બનવાનો પ્રયાસ કરી રહી છું." જ્યોર્જિયા મેલોનીના આ અંદાજનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બંને નેતાઓ વચ્ચેની આ ઉષ્માભરી મુલાકાત ભારત અને ઇટાલી વચ્ચેના મજબૂત સંબંધોનું પ્રતીક પણ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પીએમ મોદી વૈશ્વિક સ્તરે ખૂબ જ લોકપ્રિય 

વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા વૈશ્વિક સ્તરે સતત વધી રહી છે. માત્ર જ્યોર્જિયા મેલોની જ નહીં, પરંતુ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીસ, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા જેવા મોટા નેતાઓ પણ પીએમ મોદીના નેતૃત્વ અને તેમની વાક્પટુતાથી સંતુષ્ટ છે. 

કેનેડામાં G7 દરમિયાન આવા ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં યુકેના પીએમ કીર સ્ટારમર, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા પીએમ મોદીને ખૂબ જ ઉષ્માભર્યા રીતે મળતા જોવા મળે છે.

Related News

Icon