
Gir Somnath News: ગુજરાત રાજ્ય ડ્રગ્સના વેચાણનું હબ બની ગયું હોય તેમ વર્તાઈ રહ્યું છે. ગુજરાતમાંથી ઠેર ઠેર સતત ડ્રગ્સ સાથે તેનું વેચાણ કરનારા ઝડપાઈ રહ્યા છે. એવામાં ફરી એક વખત ગીર સોમનાથમાંથી ગાંજાની હેરાફેરી કરતા બે શખ્સોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. ગીરસોમનાથ જીલ્લા SOG પોલીસે માદક પદાર્થ ગાંજાની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી લીધા છે.
મળતી માહિતી પ્રમાણે, સોમનાથ - બાયપાસ ચોકડી પાસે એશટોરીયા હોટલ નજીકથી બે શખ્સોને 4 કિલો ગાંજા સાથે ઝડપી લેવામાં આવ્યા છે. સમીરશા ફકીર અને અસપાક કાલુ નામના બે શખ્સોને મુદામાલ સાથે ઝડપી લીધા છે. પ્રભાસપાટણ પોલીસે NDPS એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.