
ગુજરાતના સુરેન્દ્રનગરરમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ટુવા ગામમાં 26 વર્ષીય યુલતીનું ઝેરી તાવને કારણે શંકાસ્પદ મોત થયું છે. મૃતક મહિલાને છેલ્લા બે દિવસથી તાવની ફરિયાદ હતી અને તેમાં કોરોના જેવા લક્ષણો જોવા મળ્યા હોવાની શંકાના આધારે મામલો ગંભીર બન્યો. મોડી રાત્રે મહિલાનું મોત થયું હતું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે
યુવતીના મોત બાદ મામલતદાર, આરોગ્ય વિભાગની ટીમો અને પોલીસ સિવિલ હોસ્પિટલમાં દોડી આવી હતી.મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે. હાલ, પોલીસ, આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને મૃતકના પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે.