Reliance enters Top 25 Global Corporate Giants List: ભારતની ટોચની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 118 અબજ ડોલરની નેટવર્થ સાથે રિફાઈનિંગથી માંડી રિટેલ બિઝનેસ ધરાવતી રિલાયન્સ વૈશ્વિક સ્તરે ટોચની 21મી કંપની બની છે. સાઉદી અરામ્કો 440 અબજ ડોલરની નેટવર્થ સાથે વૈશ્વિક સ્તરે પ્રથમ ક્રમની કંપની છે. ગુગલની આલ્ફાબેટ 345 અબજ ડોલર સાથે બીજા ક્રમે, માઈક્રોસોફ્ટ 303 અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે છે.

