Home / Religion : Dharamlok: If there is a God, then why is He not visible?

Dharamlok: ભગવાન છે ? તો દેખાતા કેમ નથી ?

Dharamlok: ભગવાન છે ? તો દેખાતા કેમ નથી ?

'ભગવાન છે?' પરમહંસ બોલ્યા 'એમાં શંકા શી?' તો દેખાતા કેમ નથી? 'ઘી શામાથી નીકળે ? માખણમાંથી એટલે કે દહીમાંથી એટલે કે દુધમાંથી, તો 'દૂધમાં માખણ કેમ દેખાતું નથી?'

આજે સંત તુકારામનો આનંદનો પાર નહોતો. તુકારામ મહારાષ્ટ્રના બહુ મોટા સંત હતા. એમને ભગવાનનો સાક્ષાત્કાર થયો હતો. જીવનભરની ઝંખના આજે ફળી હતી. આનંદથી એ ગાઈ રહ્યા હતા. એક પરિવ્રાજક સંતે એમને પૂછયું. 'આજે અનોખા આનંદમાં લાગો છો.' જવાબમાં સંત તુકારામે કહ્યું આજે પરમાત્માનો પરિચય થયો. સ્વર્ગીય અનુભવ થયો. અગાઉ મારામાં અહંકારભાવ હોવાથી એક સાંકડી જગામાં રહેતો હતો. પણ હવે શરીરભાવ પાછળ છૂટી ગયો છે. નારાયણે મારા નિવાસ માટે મને વિરાટ બ્રહ્માંડ આપ્યું છે. સંત તુકારામનાં બે જાણીતા મરાઠી અભંગ છે "મરણ માઝે મરોની ગેલે અને મજ કેલે અમર" આ બન્નેમાં સાક્ષાત્કારનાં દિવ્ય અનુભવ પછીની મનઃસ્થિતિનું આબેહુબ વર્ણન છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મારે ભગવાન જોઈએ છે

એક દૃષ્ટાંત- જીવનભર આનંદ વૈભવ ને સંપૂર્ણ મોજમજામાં જીવનારા એક મહાન લેખકનું જીવન એટલું બધું સરળ છતાં પ્રસંગસભર ગયેલું કે ભગવાન, અધ્યાત્મ, મરણ વગેરે વિષયોની બાબતમાં વિચાર કરવા જેટલો પણ અવકાશ એને નહીં રહેલો. એક દિવસ એ માંદો પડયો. સારવાર માટે ખુબ અનુભવી નર્સને ખાસ રોકી પૈસા તો ખુબ હતા. છતાંય રોગમાં ફેર પડયો નથી. લેખક કંઈ અસ્પષ્ટ બોલ્યા કરે પણ કોઈને સમજાય નહી. બબડાટ સાંભળી કંટાળેલી નર્સે પૂછયું 'તમારે શું જોઈએ છે શું ?' 'આપી શકશો ?' નર્સ બોલી 'બોલો તો ખરા?' મારે ભગવાન જોઈએ છે બિચારી નર્સ ભગવાન ક્યાંથી લાવી આપે ? એને તો સાધના દ્વારા થોડો થોડો લાવવાનો હોય. એક દિવસ આખો એ આવી જાય. એની સમગ્ર મૂર્તિ સાધકની સામે ખડી થઈ જાય છે. સંત તુકારામની જેમ. 

ભગવાન છે ?  તો દેખાતા કેમ નથી ? 

આપણે પ્રભુ કે તેની પ્રભુતા માટે પ્રયત્નો જ ના કરીએ ને પાછા ફરિયાદ કરીએ આપણને એ જાણતા નથી. પુરૂષાર્થ દરેક સાધકે પોતે કરવાનો છે એક વાત બરાબર સમજી લઈએ કે આજે આપણે ઈશ્વર વિષે જે કંઈ ખયાલ ધરાવીએ છીએ. એ આપણી બુદ્ધિની પેદાશ છે. થોડું ગયા જન્મનું સ્મરણ, થોડું સ્વાધ્યાયજન્ય ઉમેરણ ને થોડી શ્રવણપ્રાપ્તિ આ બધામાંથી એક ભાવ સંસ્કાર ઉત્પન્ન થયો છે. એ આપણો પ્રભુ ગણો પ્રભુતાની કલ્પના ગણો. નરેન્દ્ર એનું નામ. રામકૃષ્ણ પાસે આવેલા જ્ઞાન માટે નહી એમનું પાણી માપવા એમણે પૂછયું 'ભગવાન છે ?' પરમહંસ બોલ્યા છે જ એમાં શંકા શી ?" તો દેખાતા કેમ નથી ? 'ઘી શામાથી નીકળે ? માખણમાંથી એટલે કે દહીમાંથી એટલે કે દુધમાંથી, તો 'દૂધમાં માખણ કેમ દેખાતું નથી ?' એના માટે મંથન કરવું પડે. તો ભગવાન મેળવવા મંથન કરવું પડે. પ્રભુની પ્રભુતામાં અને માનવીની લઘુતામાં આટલો ફેર છે. પતંગ દુર દુર ચગે છે બહુ દુર પણ દેખાતો નથી એટલો દુર પણ એની દોરી આપણને ખેંચાણનો અનુભવ કરાવે છે એમ પ્રભુ જેટલો દૂર હોય કે ના દેખાતો હોય પણ તેના તરફની ખેંચાણનો અનુભવ થવો એ જ મહત્વનું શાયદ આપણે સહી રાહ પર છીએ. દોરી પતંગે લઈ જશે પણ ખેંચાણ થાય છે ને?

- ચેતન એસ. ત્રિવેદી

Related News

Icon