RBI Gold loan guidelines : RBI એ Gold loan સંબંધિત નિયમોમાં મોટા ફેરફારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. હવે ગીરવે રાખેલા સોનાના(Gold) મૂલ્યના માત્ર 75 ટકા સુધી લોન આપી શકાય છે. આને લોન-ટુ-વેલ્યુ (LTV) રેશિયો કહેવામાં આવે છે. આ મર્યાદા બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFCs) બંનેને સમાન રીતે લાગુ પડશે. નોંધનીય છે કે કોવિડ સમયગાળા દરમિયાન, RBI એ આ મર્યાદા વધારીને 90 ટકા કરી હતી જેથી લોકોને રાહત મળી શકે, પરંતુ હવે જ્યારે પરિસ્થિતિ સામાન્ય થઈ છે, ત્યારે ફરીથી કડકાઈ કરવામાં આવી રહી છે.

