
વૈશ્વિક બજારમાં તેજી વચ્ચે છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે 1 જુલાઈએ સોનાના ભાવમાં કોઈ મોટો બદલાવ જોવા મળ્યો નથી, ગઈકાલે જે ભાવ હતો, આજે પણ લગભગ એ જ ભાવ પર સોનું વેંચાઈ રહ્યું છે. 24 કેરેટ સોનું બુલિયન માર્કેટમાં પ્રતિ 10 ગ્રામ 97,500 રુપિયાના ભાવે વેંચાઈ રહ્યું છે. તો 22 કેરેટ સોનું 89,300 રુપિયે વેંચાઈ રહ્યું છે. એવી જ રીતે આજે ચાંદીનો ભાવ પ્રતિ કિલો 1,07,700 રુપિયા છે.
રાજધાની દિલ્હીમાં 22 કેરેટ સોનું 89,440 રુપિયા પ્રતિ 10 ગ્રામ તો 24 કેરેટ સોનું 97,560 રુપિયાના ભાવે વેંચાઈ રહ્યું છે. ચેન્નઈમાં 22 કેરેટ સોનું 89,290 રુપિયા તો 24 કેરેટ સોનું 97,410 રુપિયાના ભાવે વેંચાઈ રહ્યું છે. આ જ રીતે મુંબઈમાં 22 કેરેટ સોનું 89,290 રુપિયા જ્યારે 24 કેરેટ સોનું 97,410 રુપિયે વેંચાઈ રહ્યું છે.
કોલકત્તા, જયપુર, નોઈડા, ગાઝિયાબાદ અને લખનઉમાં 22 કેરેટ સોનું 89,440 રુપિયા પ્રતિ 10 ગ્રામ વેંચાઈ રહ્યું છે. તો 24 કેરેટ સોનાનો ભાવ 97,560 રુપિયા છે. જ્યારે બેંગ્લોર અને પટનામાં 22 કેરેટ સોનાનો ભાવ 89,290 રુપિયા છે તો 24 કેરેટ સૌનાનો ભાવ 97,410 રુપિયા છે.
નોંધનીય છે કે, સોના- ચાંદીના ભાવમાં પાછલા 10 દિવસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, આ સોના- ચાંદીના ભાવ રોજ નક્કી થાય છે અને તેની પાછળ કેટલાક પરિબળો જવાબદાર હોય છે. જેમ કે ડૉલરની સામે રુપિયામાં ઉતાર-ચઢાવ, ક્રૂડ ઓઈલ, ઈમ્પોર્ટ ડ્યૂટી, તેમજ વૈશ્વિક બજારમાં હિલચાલ પણ સોનાના ભાવ પર અસર કરે છે.