Gold-Silver Prices : સોના- ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે, કારણ કે, અમેરિકાએ ભારત સહિત 180 દેશોમાં ટેરિફની જાહેરાત કરી છે. તો અમેરિકાના આ એક્શન પર રિએક્શન આપતા કેનેડાએ 25 % અને ચીને 34% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. જેના કારણે ટ્રેડ વોર અને વૈશ્ચિક મંદીનું જોખમ વધી ગયું છે અને ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે. ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો આવવાના કારણે સોના - ચાંદીના ભાવ ઝડપથી ઘટી રહ્યા છે.

