
ખાનગી ટેકનિકલ કોલેજો-યુનિવર્સિટીઓને સેન્ટર ઓફ એક્સેલન્સના નામે જે રીતે ફી રેગ્યુલેશન એક્ટમાં મુક્તિ અપાઈ છે, તે જરીતે હવે સ્કૂલોને પણ સ્કૂલ ઓફ એક્સેલન્સના નામે ખાનગી સ્કૂલ ફી રેગ્યુલેશન એક્ટમાંથી મુક્તિ આપવાની સરકારે વિચારણા હાથ ધરી છે, પરંતુ જો મુક્તિ આપવી હોય તો સરકારે 2017ના ફી રેગ્યુલેશન એક્ટમાં ફેરફાર કરવો પડે અને આ માટે અલાયદી નીતિ તૈયાર કરવી પડે.
ફેરફારો સુધારા માટે હાલ સરકારે સુચનો મંગાવ્યા
આ તમામ ફેરફારો સુધારા માટે હાલ સરકારે સુચનો મંગાવ્યા છે. ગુજરાત સરકાર હવે રાજ્યની ખાનગી સ્કૂલોમાંથી 1 ટકા સ્કૂલોને સ્વાયત્તા આપવાનું વિચારી રહી છે, અને જે માટે તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે.
સરકારની વિચારણા વિશિષ્ઠ સ્કૂલોને શ્રેષ્ઠતતાની મહત્તમ ક્ષમતા તરફ લઈ જવા માટે હાલના ગુજરાત સેલ્ફ ફાઈનાનસ્ડ સ્કૂલ્સ રેગ્યુલેશન્સ ઓફ ફી એક્ટ 2017માંથી આંશિખ મુક્તિ આપી તેઓને સ્વાયત્તતા આપવી જરૂરી છે. આથી સરકાર દ્વારા સ્કૂલ ઓફ એક્સલેન્સની જાહેરા કરવાની બાબત વિચારણામાં હોય તે માટેની રૂપરેખા નક્કી કરાઈ છે. જેમાં જુદા જુદા માપદંડો પણ નક્કી કરાયા છે.
મુક્તિ માટેના કયા માપદંડ
સ્કૂલનું ધોરણ-10-12 બોર્ડનું પરિણામ 99થી 100 ટકા હોય
ધોરણ 10-12ની પરીક્ષા આપનારા ઓછામાં ઓછા વિદ્યાર્થીઓની સંખ્યા 60 હોય
ધોરણ10માં પાસ તમામ વિદ્યાર્થીઓનું સરેરાશ પરિણામ 80 ટકા તેથી વધુ હોય
ધોરણ 12માં પાસ તમામ વિદ્યાર્થીઓનું પરિણા 75 ટકા કે તેથી વધુ હોય
સ્કૂલો 100 ટકા પરિણામ માપદંડ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરશે
સરકારના હાલના સ્કૂલ ફી રેગ્યુલેશન્સમાંથી સ્કૂલ ઓફ એક્સલેન્સ ધરાવતી સ્કૂલોને મુક્તિ આપવા માંગતી હોય તે માટે સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે, અને જો મુક્તિ અપાશે તો શું અસર થશે તે પણ સરકારે વિચાર્યું છે. જે મુજબ સ્કૂલો 100 ટકા પરિણામ માપદંડ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરશે અને વ્યક્તિગત વિદ્યાર્થીઓના પરિણામ પર કામ કરશે. સરકાર માટે આ અસરો થશે, પરંતુ જો ખાનગી સ્કૂલોને સ્કૂલ ઓફ એક્સેલન્સના નામે ફી કાયદામાંથી મુક્તિ મળશે તો મોટી-મોટી ખાનગી સ્કૂલો કે જેઓ હાલ નક્કી કરેલા હાલના માપદંડો ધરાવે જ છે અને જેઓની ફી 50 હજારથી લઈને લાખ રૂપિયા સુધીની હોય તેઓ પોતાની રીતે ફી નક્કી કરવાની છુટ મળશે.
હાલ મોટા અનેક મોટી CBSE સ્કૂલો કે જેઓની ફી વધારે છે, તેઓનું પરિણામ વધારે આવતું હોય અને વિદ્યાર્થીઓની સંખ્યાપણ વધુ હોય પોતાની રીતે ફી નક્કી કરશે. જેથી સરવાળે તો વાલીઓને નુકશાન જશે. હાલ 1થી 2 ટકા જ એવી સ્કૂલો છે કે જેઓ માટે ખરેખર ફી કાયદાની જરૂર છે. બાકીની સ્કૂલોની ફી તો આમ પણ ઓછી છે. સરકાર સ્કૂલોની ફીના કાયદાને લઈને કંટાળી હોય હવે સરકારની