ઘણા વખતથી ગ્રામ પંચાયતોમાં ચૂંટાયેલી પાંખ નહી, પરંતુ વહીવટદારોનું શાસન છે. આ જ મહિનાના અંત સુધીમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા જોવાઈ રહી છે કેમ કે, રાજ્ય ચૂંટણી પંચે પંચાયતોની ચૂંટણી યોજવા તૈયારી આરંભી દીધી છે. આ જોતાં હવે પંચાયતોમાં વહીવટદારોના શાસનનો અંત આવશે. સરપંચ બનવા માટે દાવેદારોએ પણ રાજકીય વાઘા સજાવી દીધાં છે. મહત્વની વાત એ છેકે, પંચાયતોની ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થશે નહીં.

