
Bhavnagar news: ભાવનગર જિલ્લાના ફરિયાદકા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. આ દરમ્યાન બોગસ વોટિંગના આક્ષેપ સાથે લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વિદેશમાં રહેતા વ્યકિતના નામે મતદાન થયું હોવાનો આક્ષેપ થયો હતો. બોગસ મતદાન થવાની ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી સમગ્ર પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
મળતી વિગતો અનુસાર, ભાવનગર જિલ્લામાં આવેલા ફરિયાદકા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી દરમ્યાન બોગસ વોટિંગનો આક્ષેપ થયો હતો. જેને લઈ લોકોએ હોબાળો મચાવી દીધો હતો. વિદેશમાંર હેતા વ્યકિતના નામે બોગસ મતદાન થયાનો આક્ષેપ થયો હતો. જે અંગેની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને પરિસ્થિતિ કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હોબાળો મચાવતા લોકોને શાંતિથી સમજાવીને સ્થિતિને કાબૂમાં લીધી હતી. જો કે આક્ષેપ કરતો વીડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટના અંગેની જાણ ચૂંટણી અધિકારીને થતા અધિકારીઓ ઘટના સ્થળે જવા રવાના થયા હતા. તપાસ બાદ સમગ્ર મામલે સત્ય સામે આવશે.