ગજરાતમાં ગઈ કાલે સરપંચની ચૂંટણી યોજાઈ ગઈ હતી. નસવાડીમાં યોજાયેલી સરપંચની ચૂંટણી દરમિયાન પોલિંગ બૂથ પર મોબાઈલ ફોન લઈ જવા પરના પ્રતિબંધનો ભંગ થયો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. એક મતદારે મતદાન કુટીરમાં મોબાઈલ લઈ જઈને સરપંચના ઉમેદવારને મત આપતો વિડિયો રેકોર્ડ કર્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડિયો રાજવીર સિંગ સરદાર નામના વ્યક્તિની ફેસબુક પોસ્ટ પર મૂકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મતદાન કુટીરમાં મોબાઈલ ફોન લઈ જવો એ ગંભીર ગુનો
ચૂંટણી પંચના નિયમો અનુસાર, મતદાન કુટીરમાં મોબાઈલ ફોન લઈ જવો એ ગંભીર ગુનો છે, કારણ કે તે મતની ગુપ્તતાનો ભંગ કરે છે. આ ઘટનાએ સ્થાનિક ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક લોકો અને રાજકીય પક્ષો દ્વારા આ વિડિયો ફક્ત એક ચોક્કસ ઉમેદવારને ફાયદો પહોંચાડવા માટે વાયરલ કરવામાં આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે..