ગુજરાતના દાહોદના ઝાલોદ તાલુકાના મોટીહાંડી ગામે આજે ફરીથી મતદાન છે. મળતા અહેવાલ પ્રમાણે ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં માથાકુટ થઈ હતી. જેમાં મતદાનના દિવસે કેટલાક અસામાજિક તત્વો દ્વારા બુથ કેપ્ચર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
બુથમાંથી સરપંચ અને સભ્યના 43 જેટલા બેલેટ પેપર ગુમ થયા
આ બુથમાંથી સરપંચ અને સભ્યના 43 જેટલા બેલેટ પેપર ગુમ થયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મોટીહાંડી ગામે અસમાજીક તત્વોએ બુથ મથક પર હુમલો પણ કર્યો હતો.