Home / World : Israel seizes aid ship bound for Gaza, 'detains' 12 activists including Greta Thunberg!

ઈઝરાયેલે ગાઝા જતી સહાય ભરેલું જહાજ કબજે કર્યું, ગ્રેટા થનબર્ગ સહિત 12 એક્ટિવિસ્ટની અટકાયત

Greta Thunberg Detained: ગાઝા તરફ આગળ વધી રહેલી પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગના જહાજને રસ્તાની વચ્ચોવચ રોકી દેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, ઈઝરાયેલના નૌકાદળે જહાજને રસ્તા વચ્ચે રોકી ગ્રેટા થનબર્ગને ઈઝરાયલ લઈ ગયા છે. જહાજમાં થનબર્ગ સહિત 12 લોકો સવાર હતા. મેડલીન નામના આ જહાજથી ગાઝામાં માનવીય સહાય પહોંચાડવામાં આવી રહી હતી, જેનું સંચાલન ફ્રીડમ ફ્લોટિલા ગઠબંધન કરી રહ્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઈઝરાયેલ નૌકાદળે રસ્તો બદલવા કર્યો હતો નિર્દેશ

મળતી માહિતી મુજબ, મેડલીનના સંચાલકોએ ટેલિગ્રામ દ્વારા જણાવ્યું હતું કે, IDF (ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ) સવારે આશરે 3 વાગ્યે જહાજ પર પહોંચી ગઈ હતી. અહીં હાજર તમામ લોકોએ કથિત રૂપે ધરપકડ કરી લેવામાં આવી છે અને ઈઝરાયેલી નૌકાદળે જહાજને અશદોદ પોર્ટ લઈ જઈ રહ્યા છે. આ પહેલા IDFએ અનુમાન લગાવ્યું હતું કે, જહાજ ઈઝરાયલી વિસ્તારમાં આશરે એક કલાક પહેલાં પહોંચી જશે. ઈઝરાયેલની નૌકાદળે કથિત રૂપે મેડલીન સાથે સંપર્ક પણ સાધ્યો હતો અને પોતાનો રસ્તો બદલવાનો નિર્દેશ કર્યો હતો.

ઈઝરાયેલે કહ્યું હતું અમે રોકીશું જહાજ

ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીએ પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ અને અન્ય કાર્યકર્તાઓને લઈ જઈ રહેલી રાહત સહાયતા જહાજને ગાઝા પટ્ટી સુધી પહોંચતા અટકાવવાની વાત કરી હતી. સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કેટ્ઝે રવિવારે (8 જૂન) કહ્યું હતું કે, ઈઝરાયેલ કોઈને પણ પેલેસ્ટાઇન વિસ્તાર પર પોતાના નૌસૈનિકોની નાકાબંધી તોડવાની મંજૂરી નહીં આપે, જેનો હેતુ  હમાસના હથિયાર આયાતને રોકવાનો છે. 

આ જહાજ ગત રવિવારે સિસિલીથી ગાઝાની સમુદ્ર નાકાબંધી તોડવા અને માનવીય સહાય પહોંચાડવાના મિશન સાથે રવાના થયું હતું. તેનો હેતુ પેલેસ્ટાઇન વિસ્તારમાં વધતા માનવીય સંકટ વિશે દુનિયાને જાગૃત કરવાનો પણ છે. કાર્યકર્તાઓએ કહ્યું હતું કે, તેમની આ યોજના રવિવારે જ ગાઝાના જળવિસ્તારમાં પહોંચવાની છે.

જહાજ પર હાજર અન્ય લોકોમાં યુરોપિયન સાંસદની ફ્રાંસીસી સભ્ય અને મૂળ પેલેસ્ટાઇનની રીમા હસન પણ સામેલ છે. પેલેસ્ટાઇન પ્રતિ ઈઝરાયલની નીતિનો વિરોધ કરવાના કારણે તેમને ઈઝરાયલમાં પ્રવેશ કરવાથી રોકી દેવામાં આવ્યા છે. ગત મહિને પણ ફ્રીડમ ફ્લોરિટાના જહાજે સમુદ્રના રસ્તે ગાઝા પહોંચવાનો અસફળ પ્રયાસ કર્યો હતો.જોકે, માલ્ટાએ આંતરરાષ્ટ્રીય જળ વિસ્તારમાં પહોંચવા પર સમૂહના એક અન્ય જહાજ પર બે ડ્રોનની મદદથી હુમલો કર્યો, જેના કારણે આ પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો. આ સમૂહે આ હુમલા માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યો. આ હુમલામાં જહાજનો આગળનો ભાગ તૂટી ગયો હતો. 

FFC સમૂહે ટેલિગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં ચાલક દળ સભ્ય જહાજની અંદર હાથ ઉપર કરીને બેઠેલા જોવા મળી રહ્યા છે. જહાજનો સંપર્ક તૂટ્યા બાદ FFCએ થનબર્ગ અને જહાજ પર લોકોએ પહેલાં જ રેકોર્ડ કરેલો વીડિયો મેસેજ પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. થનબર્ગે વીડિયોમાં કહ્યું કે, 'જો તમે વીડિયો જુઓ છો, તો અમને ઈઝરાયેલી કબ્જાવાળા દળ અથવા ઈઝરાયલનું સમર્થન કરનારા દળ દ્વારા આંતરરાષ્ટ્રીય જળમાં રોકી દેવામાં આવ્યા છે અને અમારૂ અપહરણ કરવામાં આવ્યું છે.'

 

Related News

Icon