
ગુજરાત બોર્ડની 10મી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની રાહ આજે પૂરી થઈ ગઈ છે. ધોરણ ૧૦ (SSC) નું પરિણામ સવારે ૮ વાગ્યે જાહેર થઈ ગયું છે. કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પરિણામની તારીખ અને સમય પહેલાથી જ જાહેર કરી દીધો હતો. ધોરણ 10નું 83.08 ટકા પરિણામ જાહેર થયું છે.ગત વર્ષ કરતા 0.52 ટકા પરિણામ વધુ આવ્યું છે.
ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષાનું પરીણા જાહેર
ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષા આપનારા ઉમેદવારો ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને પોતાનું પરિણામ ચકાસી શકે છે. ધોરણ-10ની પરીક્ષા 8 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી.
મહેસાણા જિલ્લાની કાસા અને ભાવનગરની ભોદાળ સ્કૂલનું 99.11% પરિણામ
મહેસાણા જિલ્લાની કાસા અને ભાવનગરની ભોદાળ સ્કૂલનું 99.11% પરિણામ આવ્યું છે. તો બીજી તરફ ખેડાની અંબાવ શાળાનું સૌથી ઓછું 29.56% પરિણામ આવ્યું છે, રાજ્યની 45 જેટલી સ્કૂલોમાં ઝીરો ટકા પરિણામ આવ્યું છે. જોકે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા 89.29% તો સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો ખેડા 72.55% રહ્યું હતું. 1574 શાળાઓનું પરિણામ 100% આવ્યું હતું. જ્યારે 30%થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 45 જેટલી હતી.
8 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા
વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ પર પોતાનો સીટ નંબર દાખલ કરીને અથવા 6357300971 નંબર પર વોટ્સએપ નંબર મોકલીને પોતાનું પરિણામ મેળવી શકે છે. ગુજરાત બોર્ડની ધોરણ 10માની બોર્ડ પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ 2025 દરમિયાન લેવામાં આવી હતી