
મહેસાણાના જોટાણામાંથી નકલી GST અધિકારીઓની ટીમ ઝડપાઈ છે. સિદ્ધિ દવે, શર્મિલા પટેલ અને કિરણ પટેલ નામના ત્રણ શખ્સોએ ન્યૂ બેસ્ટ પ્રાઇઝ નામની દુકાનમાં GST અધિકારી તરીકે ખોટી ઓળખ આપી હતી.
5 લાખ રૂપિયાની કરી માગણી
આ નકલી GST અધિકારીઓએ વેપારી ઇલિયાસ મલિકને ધાક-ધમકી આપીને કાયદેસર કાર્યવાહીની ધમકી આપી હતી. એટલું જ નહીં તેની પાસેથી 5 લાખ રૂપિયાની ખંડણીની માગણી પણ કરી હતી.
સાંથલ પોલીસે કરી કાર્યવાહી
આ ઘટનાની ફરિયાદ બાદ સાંથલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો. તપાસ દરમિયાન શર્મિલા પટેલ પાસેથી વિકલી પેપરનું આઈકાર્ડ મળી આવ્યું, જેના આધારે તેમની ખોટી ઓળખ સાબિત થઈ.