ટ્રેડ વોરના કારણે દુનિયામાં મંદીની શક્યતાઓ વધી છે. મંદીની ભીતિ વચ્ચે ફોરેક્સ અને ઈક્વિટી માર્કેટમાં કડાકાના કારણે કિંમતી ધાતુમાં તોફાની તેજી આવી છે. ભારતમાં આજે સોનાનો ભાવ 10 ગ્રામદીઠ 1 લાખ રૂપિયાને પાર થયો છે. અમદાવાદમાં પણ ગઈકાલે સોનું રૂ. 99500 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ ટોચે પહોંચ્યું હતું. વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં ઉછાળાના પગલે એમસીએક્સ સોનું પણ આજે ફરી નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે.

