Home / Gujarat / Ahmedabad : PG cannot run in residential areas, why did the High Court have to make this strong statement?

રહેણાંક વિસ્તારમાં મંજૂરી વગર PG સર્વિસ ચલાવી શકાય નહી, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

રહેણાંક વિસ્તારમાં મંજૂરી વગર PG સર્વિસ ચલાવી શકાય નહી, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

ગુજરાતના મોટા શહેરોમાં બહારગામથી અભ્યાસ કે નોકરી અર્થે આવતાં વિદ્યાર્થીઓ તેમ જ અન્ય લોકોને ઓછા ખર્ચે રહેવા અને જમવા સહિતની પેઇંગ ગેસ્ટ સુવિધાઓ હાલ ખૂબ જ પ્રચલિત છે. આ પ્રકારની પીજી સુવિધા રહેણાંક એપોર્ટમેન્ટ, ફલેટ કે બંગલોની સ્કીમમાં ચલાવવામાં આવે છે, ઘણીવાર ન્યુસન્સના બનાવો પણ બનતા હોય છે અને તેના કારણે આડોશ પાડોશના લોકોને તણાવ-ઘર્ષણની પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે. ઘણીવાર તો મામલો પોલીસ સ્ટેશનો સુધી પહોંચતો હોય છે. ત્યારે અમદાવાદના શિવરંજની વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં ચાલતા PGની મિલકત સીલ કરવામાં આવતાં મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હાઇકોર્ટે શું કહ્યું?

ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના આદેશ મારફતે ઠરાવ્યું હતું કે, રહેણાંકની જગ્યામાં મંજૂરી વગર પેઇંગ ગેસ્ટ(પીજી) સર્વિસ ચલાવી શકાય નહી. અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં પેઇંગ ગેસ્ટ સર્વિસની સિસ્ટમ અને તેના કારણે આડોશ પાડોશમાં તેમ જ સ્થાનિક લોકોમાં સર્જાતા ઘર્ષણ જેવા પાસાઓ ઘ્યાને લઇ હાઇકોર્ટે આ હુકમ કર્યો હતો. જસ્ટિસ મોના એમ.ભટ્ટે રાજયભરમાં પેઇંગ ગેસ્ટ અને હોમ સ્ટેની પોલિસી બાબતે બહોળો પ્રચાર કરવા પણ રાજય સરકાર અને અમદાવાદ મ્યુનિસિલપલ કોર્પોરેશન સહિતના સાાવાળાઓને હુકમ કર્યો હતો કે જેથી પ્રજાને આ મુદ્દા વિશે વધુ ખ્યાલ આવી શકે.

પીજીની સર્વિસ ચલાવવાની મંજૂરી આપી શકાય નહી

અમદાવાદ શહેરમાં ફલેટમાં ચાલતા PG સીલ કરવામાં આવતાં મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો, જેની સુનાવણીમાં હાઈકોર્ટે આ હુકમ કર્યો હતો. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, રહેણાંકની જગ્યાઓ ઉપર આ પ્રકારે પીજીની સર્વિસ ચલાવવાની મંજૂરી આપી શકાય નહી. હાઇકોર્ટ સમક્ષ આવેલા આ કેસમાં શહેરના શિવરંજની ક્રોસ રોડ નજીક સ્કાયલાર્ક એપાર્ટમેન્ટમાં બે રહેણાંક ફલેટ અરજદારે PG તરીકે ભાડે આપ્યા હતા, જેમાં આઠ લોકોને રહેવાની સુવિધા ફાળવાઇ હતી. જો કે, સોસાયટી મેનેજમેન્ટે તેનો વાંધો ઉઠાવ્યો હતો અને મિલકત ખાલી કરાવવા બાબતે નોટિસ પણ જારી કરી હતી. બાદમાં ગેરકાયદે પીજીને લઇ પોલીસમાં ફરિયાદ-અરજી પણ કરવામાં આવી હતી. 

PGમાં રહેતા અને સોસાયટી વચ્ચે થયું હતું ઘર્ષણ

જો કે, પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી નહી થતાં સોસાયટી તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં અમ્યુકો સત્તાધીશોએ મકાનમાલિક અને ભાડુઆત(PGમાં રહેતા લોકોને) બંનેને નોટિસ આપી જવાબ માંગ્યો હતો. 

મકાનમાલિક તરફથી બચાવ રજૂ કરાયો હતો કે, તેમણે રાજય સરકાર દ્વારા 2020માં રજૂ કરાયેલી નીતિ અન્વયે હોમ સ્ટે તરીકે મિલકત ભાડે આપી છે. એપાર્ટમેન્ટનો પ્રવેશ સોસાયટીના સામાન્ય પ્રવેશ દ્વારથી અલગ છે અને તેનાથી કોઇને તકલીફ નથી, હકીકતમાં તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. જો કે, અમ્યુકોએ તા.11 જૂન 2025ના રોજ અમ્યુકોએ બંને ફલેટ સીલ કરી દીધા હતા. જેને પગલે અરજદાર મકાનમાલિક તરફથી હાઇકોર્ટમાં રિટ અરજી કરવામાં આવતાં હાઇકોર્ટે ફલેટના સીલ ખોલવા અને ફલેટના ઉપયોગ કરવાની મજૂરી આપતો હુકમ કર્યો હતો. 

દરમ્યાન આ કેસમાં અમ્યુકો તરફથી જવાબ રજૂ કરી જણાવાયું હતું કે, અરજદારને હોમ સ્ટે તરીકે પરવાનગી અપાઇ નથી, તેમની આ અંગેની અરજી પણ કોર્પોરેશને ફગાવી દીધી છે, જેથી તેઓ હોમ સ્ટેની શ્રેણીમાં આવતાં નથી. હોમ સ્ટે નીતિ મુજબ, ઘરમાલિકો ત્યાં રહે  અને મહેમાનો ટૂંકા ગાળા માટે રહે તે ફરજિયાત છે. આ કિસ્સામાં મકાનમાલિક અન્યત્ર રહે છે. રહેણાંકની જગ્યાનો ઉપયોગ વાસ્તવમાં પીજી હોસ્ટલે તરીકે થઇ રહ્યો છે જે મંજૂરી વિના ગેરકાયદે કહી શકાય અને તેથી તે ચલાવવાની પરવાનગી આપી શકાય નહી.

Related News

Icon