Home / GSTV શતરંગ : Be it Gita or Santvani; Indigestion without qualification!

શતરંગ / ગીતા હો કે સંતવાણી; લાયકાત વિના અપચો!

શતરંગ / ગીતા હો કે સંતવાણી; લાયકાત વિના અપચો!

- ગીતા કે સંતવાણીને સમજવામાં સાંભળનાર કે વાંચનાર વ્યક્તિની કક્ષા કે ત્રેવડ પર આધાર છે

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હ મણાં ક્યાંક વાંચેલું : વેલ્યૂ એડિશન ઇન ગીતા ! અમુક ફળ વધુ વેંચાય એ માટે એનાં અથાણાં બનાવવાં એને સરળ ભાષામાં વેલ્યૂ એડિશન કહેવાય. એમ કરવાથી એની કિંમત વધે, એ પકાવનાર ખેડૂતને વધુ પૈસા મળે !

ગીતા કે સંતવાણી માટે 'વેલ્યૂ એડિશન' શબ્દ મૂર્ખામી ભર્યો લાગે. સાહેબ, ગીતા હો કે કોઈ પણ સંતની અનુભૂતિની વાણી હો, એ કોઈ કાચું બજારૂફળ નથી કે એને અમુક રીતે રજૂ કરવાથી એની 'વેલ્યૂ' (કિંમત) વધે !

ગીતા કે સંતવાણીને સમજવામાં સાંભળનાર કે વાંચનાર વ્યક્તિની કક્ષા કે ત્રેવડ પર આધાર છે. ગીતા જો ચલણી પેઇનકિલર (દર્દશામક) ચીજ હોત તો ભગવાને અર્જુનને બદલે દુર્યોધનને સંબોધન કર્યું હોત. ગીતાજીનો અંતિમ અધ્યાય જુઓ : ભગવાન અર્જુન ને પૂછે છે; 'તને સમજાયું ?' અર્જુન પર થોપતા નથી.

ગીતા હો કે કોઈપણ મૂઠી ઉંચેરી વ્યક્તિની વાણી, ગીતાજીના અઢારમો અધ્યાયમાં, ગીતા સમજવાની લાયકાત માટે ભગવાને સ્પષ્ટ શરતો મૂકી છે;

'ઇદં તે ના તપસ્કાય,

નાભક્તાય કદાચન,

ન ચા શુશ્રૂષવે વાચ્યં,

ન ચ મા યોભ્યસૂરયતિ' 

(૧૮-૬૭)

(મારી સમજ મુજબ આ ભાષાનુવાદ; જેણે જીવનમાં તપ નથી કર્યું : (તપનો ચલણી મર્યાદિત અર્થ નહીં, તપ એટલે રાગ-દ્વેષ, જય-પરાજય, સફળતા નિષ્ફળતાના જીવનના ઉબડખાબડ રસ્તો વચ્ચે જે ભાંગી નથી પડયો !) જેનામાં પરમાત્મા પ્રત્યે સહજ ભક્તિ ઊગી નથી જેનામાં સહજ સેવા ભાવ નથી, જે પરમાત્માતત્ત્વ પ્રત્યે હઠીલા પૂર્વગ્રહથી પીડિત છે : (તમે અમુક રાજકીય પત્રકાર પરિષદોમાં, પહેલાંથી પૂર્વગ્રહની ગાંઠ ધરાવતા અમુક જ પોતે ઇચ્છેલા જવાબની અપેક્ષા રાખતા લોકો જોયા છે ? જગતમાં જગદીશ્વર અંગે પોતાની મર્યાદિત નજરથી હઠીલા પૂર્વગ્રહને 'રેશનાલિર્જમ'માં ખપાવતા લોકો આવી 'અસૂયા'થી પીડાતા હોય છે) એવા લોકો સામે ગીતાની વાતો ન કરવી !

મહાપુરુષની અનુભૂતિની વાણી, કોઈ બજારૂ તૈયાર ચીજ કે નુસખો છે, જે આલિયા માલિયા માત્ર શબ્દાર્થ કે કોઇના અર્થઘટન વાંચી સાંભળીને સમજી શકે એવી પૂર્વધારણા જ આ આખી ગેરસમજનાં મૂળમાં છે.

મેનેજમેન્ટ કે વ્યવસ્થાપનના નિયમો પુસ્તકોમાંથી શીખી જાણી કે ગોખીને તમે ધંધાના વિકાસમાં લાગૂ પાડો એ વાત ગીતા કે સંતોની અનુભૂતિવાણી ને લાગુ નથી પડતી. ગીતા જીવનની સરાણે ચડે ને માનસનું આખું વલણ ધીરે ધીરે બદલતું જાય એ કોઈ નરી બૌદ્ધિક પ્રક્રિયા નથી. અહીં તો બુદ્ધિનું રૂપાન્તર થાય, વ્યક્તિત્વના પ્રતિભાવો બદલાય ત્યારે ગીતા ફળે છે.

અલબત્ત ગીતાનું વાચન, શ્રવણ, મનન, જુદા જુદા લોકોનાં અર્થઘટન, પ્રવચનો, શિબિરો આપણા બૌદ્ધિક સ્તર સુધી પ્રવેશે એટલા પૂરતી એની મહત્તા છે, પણ આપણે જેમ પ્રેમ વિષે કે અનુકંપા વિષે ભાષણો આપીને કોઇનામાં પ્રેમ કે અનુકંપા પેદા ન કરી શકીએ, એવું જ ગીતા, ઉપનિષદો, સંતવાણીનું છે. 

અહીં તો બે હાથે તાળી વાગવાની શરત છે : ભગવાન કે સંત તાળી આપે, પણ આપણે ઝીલવા તૈયાર છીએ ?

Related News

Icon