
- વામાવિશ્વ
- સમાજ સામે તમે તમારા વ્યક્તિત્વની જેવી અભિવ્યક્તિ કરશો, તેવો સમાજ તમને પ્રત્યુત્તર આપશે
સમય બદલાઈ રહ્યો છે. આજની આધુનીક યુવતીઓ, અવિવાહીત પરિસ્થિતિમાં પણ, બાળકને જન્મ આપી, સીંગલ મધર તરીકે ઊછેરવાની હામ ને હિમ્મત ધરાવે છે. આજે વાત કરવી છે, એવી જ એક મણીપુરની આધુનીક યુવતીની, જેણે લગ્ન કર્યા વગર, પોતાના સંતાનને જન્મ આપ્યો, ઊછેર્યો અને સફળ ઇન્ટ્રપ્રિનર બની.
આ યુવતી છે મણીપુરની યાંગમીલા ઝીમીક. એના જ શબ્દોમાં જોઈએ તો!
'મને તે વ્યક્તિ કે તેના કુટુંબ તરફથી સંતાની જવાબદારી લેવાની કોઈ આશા ના મળી. મને તેમના તરફથી નહિ કોઈ આર્થિક કે ઈમોશનલ (લાગણી) સપોર્ટ તો. આ પરિસ્થિતિમાં મારા બાળકનો શું દોષ? તેના તરફ એક માતા તરીકે હું પીઠ કેવી રેતી ફેરવી શકું? આથી એક વિવાહિત અને સીંગલ મધર તરીકે મેં મારા સંતાનની જવાબદારી લેવાનું નક્કી કર્યું, ભલે પછી મારા સામે ગમે તેટલા સામાજીક, આર્થિક કે અન્ય પડકારો આવે,!'' યામીલા ઝીમીક.
કેટલી બધી હિમ્મતવાળું પગલું ! સમાજના વ્હેણ સામે, પોતાના બાળક માટે તરવાની દ્રઢ મનોબળવાળી માનસિક તાકાત!
માતૃત્વની પરાકાષ્ટા અને એના માતૃત્વને સો સો સલામ.
યાંગમીલાએ દીકરાને જન્મતો આપ્યો પરંતુ ક્યાં એની પાસે મજબૂત આર્થિક પરિસ્થિતિ કે કુટુંબનો ટેકો હતો? માત્ર તેના સપોર્ટમાં તેના પિતા હતા. થોડો સમય તેના પિતાએ તેને ટેકો કર્યો, પરંતુ થોડા સમયમાં જ તેમનું મૃત્યુ થયું.
હવે યાંગમીલા કહે છે, હવે મારી પાસે હતી મારી જાત, મારો દીકરો મારી હિમ્મત અને દ્રઢ મનોબળ યાંગમીલાએ નાનું મોટું જે કામ, મળે તે કરવા માંડયું, તેણે શાકભાજી વેચી, ચ્હાની લારી પર કામ કર્યું, જૂના કપડાં વેચી ગુજરાન ચલાવ્યું. ખેતરમાં મજૂરી કરી, અને છેલ્લે પોરટરી ફાર્મમાં નોકરી કરવા માંડી. અહીં તેની નોકરી સ્થિર હતી, પરંતુ એ સમયે મરઘીઓમાં બલ્યુબર્ડ નામના રોગની દહેશત ફેલાઈ આથી એ કામ પણ છૂટી ગયું.
યાંગા મીલાનો દીકરો મોટો થઈ રહ્યો હતો, આથી સ્થિર આવકની જરૂર હતી. યાંગામીલામાં ધૈર્ય સાથે કોઠા સૂઝ હતી, આથી તેણે કોઈ ઘરેલૂ ધંધો કરવાનું વિચાર્યું.
આ ધંધા માટે તેની પાસે મૂડી ફક્ત રૂ.૫૦૦ને શિક્ષણમાં ૧૦ ચોપડી નાપાસ. હવે શું કરવું ? અહીં યાંગા મીલાને તેના બાળપણની એક સુંદર વાત યાદ આવી. તે ફળોના રસમાંથી બનેલી કેન્ડી ખૂબ ખાતી. અને તેના નાના શહેરની આસપાસ ઘણા ફળોના ઝાડ હતા. જંગલમાં આ ફળો થતાં. આથી તે સ્તા મળતા, યાંગ મીલા આ ગોઝબેરીનું ટીન અને ખાંડ લાવી તેમાંથી કેન્ડીઓ ઘેર બનાવી. તેમાંથી થોડા તેના મિત્રોને આપી અને થોડી યુખરૂલ પહાડ પાસેના શહેરમાં દુકાને દુકાને જઈને સેમ્પલ તરીકે વેચી જેમાંથી તેને રૂ.૬૫૦ નફો થયો. આમાંથી ફરી તેણીએ ગોઝબેરી, સફરજ જેવા ખાટા ફળોમાંથી કેન્ડી અને અથાણા બનાવ્યા. આમાંથી યાંગામીલાને રૂ.૧૦૦૦નો નફો થયો. યાંગામીલાને આ બે વાર નફો મળવાથી વધારે પ્રોત્સાહન મળ્યું અને તેણીએ 'શેરીન પ્રોડક્સ' કરને પોતાની બ્રાન્ડ કંપની શરૂ કરવાનો નિર્ણય કર્યો. તેણે કંપની રજીસ્ટર કરાવી. અને તેની ખૂબ નાના પાયે મહિલા ઈન્ટરપ્રીનર તરીકેની સફર શરૂ થઈ.
યાંગામીલાએ પોતાના ઘરની પાછળના ભાગમાં નાનો કીચન ગાર્ડન બનાવ્યો. અહીં તેણે લાલમૂળા, મકાઈ, બ્રોકોલી અને પલ્મના વૃક્ષો વાવ્યા અને ઊછેર્યાં.
આ દરમ્યાન તેમના શહેરમાં કેન્દ્રીય વિજ્ઞાાનની ફળોના રસ અને શાકભાજીમાંથી અથાણા, સ્કોવશ અને કેન્ડી બનાવવાની ટ્રેનીંગ આવી. આ ટ્રેનીંગ યાંગામીલાએ લીધી અને જાણે 'શેરીન પ્રોડક્સ'ની વ્યાપારિક ગાડીએ તેજી પકડી.
હવે યાંગામીલા તેના કીચન ગાર્ડનમાંથી ઉગતા શાકભાજી અને ફળોમાંથી અથાણા બનાવવા માંડી, ફળોના રસમાંથી સ્કોવશ અને કેન્ડી બનાવવા માંડી. તેની ખ્યાતિ મણીપુરમાં ફેલાવવા માંડી આથી આસપાસના ખેતરોમાંથી ખેડૂતો પણ તેને ફળો, શાકભાજી વગેરે કાચોમાલ પહોંચાડવા માંડયા.
હવે યાંગામીલાએ ફુડપ્રોસેસરના બે યુનીટ ઊભા કર્યા અને પોતાની ઓળખીતી જ્ઞાાતિની ૬ બહેનોને કામ પર રાખી.
યાંગામીલા પોતે તો આર્થિક રીતે મજબૂત બની, તેણીએ બીજી બહેનોને કામ પર રાખી તેમને પણ આર્થિક આવક ઊભી કરી. આથી જોતજોતામાં 'શેરીન પ્રોડક્સ' ૪૦ જાતની કેન્ડી, અથાણા અને સ્કવોશની વેરાઈટી બનાવતું થઈ ગયું.
યાંગામીલાની આ બનાવટોની કીર્તિ મણીપુર થી આગળ ફેલાવવા માંડી. અને તેણીનો વ્યાપાર આસામ, નાગાલેન્ડ, શ્રીલંકા, મુંબઈ અને દીલ્હી સુધી વીસ્તર્યો.
યાંગમીલાની મહેનત, ધીરજ અને દ્રઢમનોબળે એક ઘરેલું ઉદ્યોગને વધારી એક કંપનીમાં ફેરવ્યો. યાંગમીલાની આ મહેનત અને લગન પર મણીપુર સરકારની નજરમાં આવી, તેઓએ યાંગામીલાને સરકારી લોન આપી અને સરકાર તરફથી પ્રસંશા કરતો પત્ર આપ્યો.
બસ હવે તો 'શેરીન પ્રોડક્ટસ' કંપનીને વ્યાપારના આસમાનમાં ઊડવાની પાંખો આવી ગઈ યાંગમીલાએ આ લોનમાંથી પ્રોસેસીંગ શેડના યુનીટ ઊભા કર્યા અને જમીન લઈ કીચન ગાર્ડનની આઈટમો વધારી. જેમાં ઓલીવ, રાસબરી, કીવી જેવા આધુનીક ચલણના ફળો અને અન્ય શાકભાજી વાવ્યા અને તેમાંથી અથાણા, સ્કોવશ ને કેન્ડી ઉપરાંત બીજી બનાવટો બનાવવી શરૂ કરી.
હવે ફક્ત ખીસ્સામાં ૫૦૦ રૂ. હોનાર યાંગમીલાની આવક મહિને લાખ ઉપર થઈ ગઈ છે.
કોરોનાના સ્લેગ પીરીયડ અને હાલના મણીપુરની અંતરિયાળ હિંસામાં યાંગમીલાએ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ઓર્ડરો લેવા માંડયા છે.
યાંગમીલાનો દીકરો અત્યારે ફોરેસ્ટરીમાં એમબીએ કરે છે. યાંગમીલાને મણીપુર વ્યાપારીમંડળ અને લક્ષ્મીદાસ એન્ટરપ્રીનર એવોર્ડો મળ્યા છે.
યાંગમીલા મહિલાઓને કહે છે કે : આ સમાજ સામે તમે તમારા વ્યક્તિત્વની જેવી અભિવ્યક્તિ કરશો, તેવો સમાજ તમને પ્રત્યુત્તર આપશે. માટે કદાચ કોઈ અણગમતી પરિસ્થિતિ મહિલાના જીવનમાં બને તો પણ તેને અવગણી, જરૂર પડે તો સમાજના વ્હેણ સામે પણ દરેક મહિલાએ લડી અને રસ્તો કરવો જોઈએ.