Home / GSTV શતરંગ / Bhishmak Pandit : BNSS or CRPC, under which act to act? Bhishmak Pandit

શતરંગ / BNSS કે CRPC, કયા કાયદા મુજબ કાર્યવાહી કરવી?

શતરંગ / BNSS કે CRPC, કયા કાયદા મુજબ કાર્યવાહી કરવી?

- લીગલ પંડિત 

૧ જુલાઈ,૨૦૨૪ની મધ્યરાત્રીએ ૧૨ વાગ્યા પછી ભારતમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓ- ભારતીય ન્યાય સંહિતા,૨૦૨૩ (BNS), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા,૨૦૨૩ (BNSS) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ,૨૦૨૩ (BSA) નો ઉદભવ થયો. સદરહુ ઉદ્દભવની સાથે જ ત્રણ નવા કાયદાઓ ક્યારે અમલમાં લેવા અને જુના કાયદા ક્યારે અમલમાં લેવા એ ગુંચવણભર્યો પ્રશ્ન ઉદભવે છે. 

BNSS કલમ - ૫૩૧ માં જણાવવામાં આવ્યું છે કે 

(૧) “ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩'' આથી રદ કરવામાં આવે છે.

(૨) એવી રીતે તે સંહિતા રદ થવા છતાં,

(ક) જે તારીખે આ સંહિતાના અમલનો આરંભ થાય તે તારીખથી તરત પહેલાં, કોઈ અપીલ, તપાસ નિકાલ બાકી હોય, તો આ સંહિતા અમલમાં આવેલ સદરહુ આરંભની તરત પહેલાં અમલમાં હોય તે પ્રમાણેના ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (સન ૧૮૯૮ નો પ મો) (જેનો આમાં હવે પછી “જૂના અધિનિયમ” તરીકે ઉલ્લેખ કર્યો છે તે) ની જોગવાઈ અનુસાર યથાપ્રસંગ તે અપીલ, અરજી, ઈન્સાફી કાર્યવાહી તપાસ અથવા પોલીસ તપાસનો નિકાલ કરવામાં, તે ચાલુ રાખવામાં, હાથ ધરવામાં કે કરવામાં આવશે. 

(ખ) જૂના સંહિતા હેઠળ પ્રસિદ્ધ કરેલ જાહેરનામામાં, થયેલ ઘોષણાઓ, ચાલુ રહેશે. 

૧ જુલાઈ, ૨૦૨૪ પછી નોંધાયેલ, પરંતુ આ તારીખ પહેલાં આચરવામાં આવેલો ગુનો BNS હેઠળ હશે, કારણ કે ગુનાની તારીખથી BNS અસ્તિત્વમાં ન હતી. આમ, ૧ જુલાઈ, ૨૦૨૪ (અથવા ત્યારપછી) નાં રોજ ગુનો નોંધાયો હોય તેવી પરિસ્થિતિમાં માત્ર નવા ફોજદારી કાયદા જ લાગુ થશે અને તેની કાર્યવાહી પણ BNSS મુજબ થશે. 

આમ આ બાબતની ગુચવણ દુર કરવા માટે જુલાઈ માસમાં બે-ત્રણ મહત્વનાં ચુકાદા અલગ અલગ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ છે. 

HIGH COURT OF RAJASTHAN

KRISHAN JOSHI
Versus
STATE OF RAJASTHAN; INSPECTOR GENERAL OF POLICE; SUPERINTENDENT OF POLICE; STATION HOUSE OFFICER

Date of Decision: 09 July 2024

Hon'ble Judges: Arun Monga

Case Type: Criminal Miscellaneous (Petition)

Case No: 4285 of 2024

Subject: Criminal

ઉપરોક્ત ચુકાદામાં રાજસ્થાન હાઈકોર્ટે ઠરાવ્યું છે કે જો ૧ જુલાઈ, ૨૦૨૪ પહેલા એફઆઈઆર નોંધવામાં આવી હશે તો પછીની તપાસ તેમજ ટ્રાયલ સીઆરપીસી દ્વારા સંચાલિત કરવામાં આવશે.

HIGH COURT OF PUNJAB AND HARYANA

XXX

Versus

U.T. Chandigarh and another

Date of Decision: 11 July 2024

Hon'ble Judges:  SUMEET GOEL

Case No: CRM-M-31808-2024

Subject: Criminal

જો FIR સીઆરપીસી હેઠળ ૧ જુલાઈ, ૨૦૨૪ પહેલા નોંધવામાં આવી હતી, ૧ જુલાઈ, ૨૦૨૪ પછી એફઆઈઆર રદ કરવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી, બીએનએસએસ (BNSS) તે અરજીને સંચાલિત કરશે તેવું ઠરાવવામાં આવ્યું 

HIGH COURT OF KERALA

ABDUL KHADER

Versus

STATE OF KERALA

Date of Decision: 15 July 2024

Hon'ble Judges:  P.G. AJITHKUMAR

Case No: Crl.Appeal No.1186 of 2024

Subject: Criminal

એક મહત્વપૂર્ણ ચુકાદામાં, ફોજદારી અપીલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) અથવા ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) પર વિચાર કરતી વખતે કઈ પ્રક્રિયા અપનાવવી જોઈએ તે અંગેના પ્રશ્નને સંબોધિત કર્યો.
જસ્ટિસ પીજી અજિથ કુમારની બેન્ચે માર્ગદર્શિકા જારી કરી હતી જેમાં જણાવ્યું હતું કે ૧ જુલાઈના રોજ અથવા તે પછી ફાઈલ કરવામાં આવેલી ફોજદારી અપીલ BNSS પ્રક્રિયા દ્વારા સંચાલિત થશે અને CrPCની જોગવાઈઓ દ્વારા નહીં.

CrPC જોગવાઈઓ હેઠળ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યો હોવાથી, અપીલકર્તાનો અપીલ કરવાનો અધિકાર ૧૯૭૩ની સંહિતા મુજબ ઉપાર્જિત થયો હતો. તેથી તેને અપીલ દાખલ કરવા માટે BNSS જોગવાઈઓનો ઉપયોગ કરવાની ફરજ પાડવી જોઈએ નહીં. જો કે, અદાલતે દલીલને નકારી કાઢી હતી અને સર્વોચ્ચ અદાલતનાં અગાઉના અવલોકનો અને પંજાબ અને હરિયાણાની હાઈકોર્ટનાં નિર્ણયના આધારે માર્ગદર્શિકા નક્કી કરી હતી.

માર્ગદર્શિકા કહે છે કે ૧ જુલાઈના રોજ અથવા તે પછી દાખલ કરવામાં આવેલી કોઈપણ અપીલ BNSS જોગવાઈઓને અનુસરવી જોઈએ. ૧ જુલાઇ પહેલાં ફાઇલ કરવામાં આવેલી તમામ અરજીઓ અને અપીલમાં લેવાયેલા પગલાં CrPC જોગવાઈઓ હેઠળ હશે જ્યારે અપીલ/અરજી ફાઇલિંગ ખામીઓને દૂર કર્યા પછી ફરીથી સબમિટ કરવામાં આવે છે, ત્યારે તેની ફાઇલિંગ તારીખ તેની પ્રથમ રજૂઆતની તારીખ સાથે સંબંધિત હોવી જોઈએ.

HIGH COURT OF DELHI

Prince 

Versus

State (NCT of Delhi)

Date of Decision: 12 July 2024

Hon'ble Judges:  Anup Jairam Bhambhani

Case No: BAIL APPLN. 2399 of 2024,

Subject: Criminal

દિલ્હી હાઈકોર્ટ: આગોતરા જામીન મેળવવા માટે ફોજદારી કાર્યવાહી સંહિતા, ૧૯૭૩ (‘CrPC’) ની કલમ ૪૮૨ સાથે કલમ ૪૩૮ હેઠળ  જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, અરજદારે આ અરજી દ્વારા કલમ ૩૭૬, ૩૨૮ અને ૫૦૬, દંડ સંહિતા,  હેઠળ તા: ૧૮/૦૫/૨૦૨૪ ના પ્રથમ માહિતી અહેવાલ (‘FIR’) દ્વારા નોંધાયેલા કેસમાં આગોતરા જામીન માંગ્યા હતા. કોર્ટે અભિપ્રાય આપ્યો હતો કે હાલની અરજી સીઆરપીસીની જોગવાઈઓ હેઠળ દાખલ કરવામાં આવી હતી, BNSS ની કલમ ૫૩૧(૨)(એ) BNSS અમલમાં આવી તે તારીખ પહેલાં તરત જ પેન્ડિંગ હતું, એટલે કે. ૦૧/૦૭/૨૦૨૪ કોર્ટે અભિપ્રાય આપ્યો હતો કે હાલની અરજી તા: ૦૧/૦૭/૨૦૨૪ પછી દાખલ કરવામાં આવી હોવાથી તે BNSS હેઠળ દાખલ થવી જોઈએ અને કોઈપણ બિનજરૂરી વિલંબને રોકવા માટે BNSS ની કલમ હેઠળ દાખલ કરેલી છે તેવું માનીને ચલાવવામાં આવશે. 

આમ, ઉપરોક્ત ચુકાદાઓ ધીમે ધીમે સ્પષ્ટ કરતા જાય છે કે ક્યારે BNSS અને ક્યારે CRPC મુજબ કાર્યવાહી કરવામાં આવશે આગામી સમયમાં આવા વધુ ચુકાદાથી કાયદામાં રહેલી આ ગુચવણ વધુ સ્પષ્ટ થશે. 

- ભિષ્મક પંડિત (એડવોકેટ)