Home / Gujarat / Gandhinagar : Different laws for the people and BJP leaders; Secretariat doors closed for justice

પ્રજા અને ભાજપ નેતા માટે જુદા-જુદા કાયદા; ન્યાય માટે સચિવાલયના દરવાજા બંધ, રાજકીય તાયફા માટે ખુલ્લા

પ્રજા અને ભાજપ નેતા માટે જુદા-જુદા કાયદા; ન્યાય માટે સચિવાલયના દરવાજા બંધ, રાજકીય તાયફા માટે ખુલ્લા

હક અધિકાર ,ન્યાય માટે શિક્ષિત બેરોજગાર, ખેડૂતો કે સરકારી નોકરિયાત સચિવાલયનો દરવાજે જાય તો પોલીસ દંડા ફટકારે છે. પરંતુ ભાજપના ધારાસભ્ય સમર્થકો સાથે રાજકીય તાયફો કરવા જાય તો પોલીસ-તંત્ર નતમસ્તકે પડી જાય છે. ટૂંકમાં, કેસરિયો ખેસ પહેરો તો નિયમો નડે જ નહીં.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આંદોલનકારીઓ સામે તંત્ર લાઠીઓ ઉગામે 

ટાટ-ટેટ પાસ ઉમેદવારો, એલઆરડી, જીપીએસસી મુદ્દે અથવા વિવિધ પડતર માંગણીઓને લઇને સરકારી કર્મચારીઓ, આંગણવાડીની બહેનો પાટનગરમાં આંદોલન કરે તો પોલીસ ઢસડીને પોલીસ સ્ટેશન લઈ જાય છે. આંદોલનકારીઓ સામે તંત્ર લાઠીઓ ઉગામે છે. દેખાવો-વિરોધ પ્રદર્શનનું નામ સાંભળતાં જ પાટનગર જાણે પોલીસ છાવણીમાં તબદીલ થઇ જાય છે.

 સચિવાલયમાં જાણે રેડ કાર્પેટ પાથરવામાં આવી

જ્યારે ગત રોજ મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા તેમના સમર્થકો સાથે ૭૦થી વઘુ કારોના કાફલા સાથે ગાંધીનગર આવી પહોચ્યા ત્યારે સચિવાલયમાં જાણે રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી. પોલીસે કોઇ રોકટોક કર્યા વિના બધીય કારો સાથે સમર્થકોને વિના પાસ જવા દીધા હતાં.

Related News

Icon