Home / GSTV શતરંગ / Divyakant Pandya : Short story: cut Divyakant Pandya

શતરંગ / એક નાનકડી વાર્તા: કટ

શતરંગ / એક નાનકડી વાર્તા: કટ

- થ્રિલ માંગે મોર

…इश्क है हम से तो छिपाते क्यूँ फिरते हो?
ये राज़ वो नही जिस से दिल जलाया जाए!

રોનકે જેવી પોતાની શાયરી ખતમ કરી કે તેની અપેક્ષા મુજબ ઓડિયન્સમાંથી તાળીઓનો ગડગડાટ ન થયો. તેના બદલે સૌ આસપાસ એકબીજા સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા. સૌને થયું કે કોમેડીયન રોનકે આજે આ શું માંડ્યું છે! 

‘ગાય્ઝ, શાયરી ઇઝ જસ્ટ બિકોઝ ટુડે ઇઝ વેલેન્ટાઈન ડે. ડોન્ટ ગેટ ડિસપોઇન્ટેડ, યુ વીલ ગેટ વ્હોટ યુ કેમ હિયર ફોર.’ રોનકે બાજી સંભાળતા કહ્યું.

સૌને થોડી નિરાંત થઈ.

‘સો યુ ઓલ કેમ હિયર વિથ યોર ગર્લફ્રેન્ડ ઓર બોયફ્રેન્ડ, રાઈટ?’

‘યસ્સ…’ ઓડિયન્સે રોનકને સાથ આપવાનું શરૂ કર્યું.

પ્રથમ હરોળમાં બેસેલી અફસાનાને રોનકે પૂછ્યું, ‘તમે કોની સાથે આવ્યાં છો? આ જે બાજુમાં છે, ઇઝ યોર બોયફ્રેન્ડ?’

‘યસ્સ.’ અફસાનાએ કહ્યું. 

‘સો, વોટ્સ યોર લવ સ્ટોરી? ટેલ અસ…ટેલ અસ સમથિંગ અબાઉટ ઈટ. સીન્સ હાઉ લોન્ગ યુ ગાય્ઝ આર ડેટિંગ?’ રોનકે ક્રાઉડ સાથે વાતચીત વધારતા પૂછ્યું.

‘ટુ યર્સ.’ અફસાનાએ કહ્યું.

‘ટુ એન્ડ અ હાફ યર્સ.’ અફસાનાના બોયફ્રેન્ડ શુભમે કહ્યું.

હાજર રહેલા ક્રાઉડે બંનેના અલગ જવાબ સાંભળીને ‘ઊહ….’ એવો પ્રતિભાવ આપ્યો.

‘કમ ઓન ગાય્ઝ, શી સેઈડ ટુ બિકોઝ થર્ડ વન ઇઝ જસ્ટ ગોઈંગ, રાઈટ? લેટ્સ નોટ જજ હર પ્લીઝ. તે અફકોર્સ તેના બોયફ્રેન્ડને લવ કરતી હશે.’

આ સાંભળીને અફસાના ખુશ થઈ કે તરત જ રોનકે ટોન બદલીને મજાકમાં કહ્યું, ‘સો વ્હાય ડોન્ટ યુ લવ યોર બોયફ્રેન્ડ?’

‘અરે…એવું કશું નથી. વી આર સો હેપ્પી ટુગેધર.’

અફસાના અને શુભમ સાથે થોડી મજાકભરી પ્રેમની વાતો કરીને રોનકે અમુક બીજા કપલ્સ સાથે વાતો કરી. તેની છાપ મુજબ મસ્ત હાજર જવાબી કોમેડી થકી તેણે ઓડિયન્સને મજા કરાવી. એ સાથે લવ અને રિલેશનશિપ પર પોતે તૈયાર કરેલા જોક્સનો સેટ પણ તેણે રજૂ કર્યો અને ત્યાં હાજર સૌની વિકેન્ડની સાંજ મનોરંજક બની રહી. 

શો પૂરો કરતી વખતે રોનકે સૌને એક-એક કાગળ આપ્યો અને કહ્યું કે ‘આમાં તમારા પાર્ટનરને તમારી એક ચીજ જે સૌથી વધુ ગમે છે એ લખો અને પછી એ કાગળ તેમને આપો. લેટ્સ સી વ્હોટ ઇન્ટરેસ્ટિંગ આન્સર્સ યુ રાઈટ એન્ડ ઇફ ધેટ્સ વ્હોટ ધે થિન્ક ટુ.’

પણ જેવા સૌને કાગળ વહેંચાયા કે ચોથી હરોળમાં બેસેલા પ્રવેશે હાથ ઊંચો કરીને કહ્યું, ‘આઈ એમ અલોન.’

‘સો સેડ. ડોન્ટ વરી, ક્યારેક તો કોઈક મળી જ જશે.’ રોનકે હસાવવા માટે કહ્યું.

ઓડિયન્સે હસીને રોનકને સાથ પણ આપ્યો.

‘અરે મીન્સ, આઈ એમ અલોન હિયર. મારી ગર્લફ્રેન્ડ જોડે નથી એમ.’ પ્રવેશે ચોખવટ કરી.

‘બ્રો, ધેન વ્હાય આર યુ હિયર? ધ શો વોઝ સ્ટ્રીક્ટલી ફોર કપલ્સ. ગર્લફ્રેન્ડ ક્યાં છે તારી?’ રોનકે પૂછ્યું.

‘એક્ચ્યુઅલી શી ઇઝ એટ ધ હોસ્પિટલ.’ 

ઓડિયન્સે ‘ઓહ!’ એવો પ્રતિભાવ આપ્યો.

‘ધેન લેટ મી આસ્ક યુ અગેઇન. વ્હાય આર યુ હિયર?’ રોનકે ‘યુ’ પર વજન આપતા પૂછ્યું.

‘અરે તે એકદમ ઠીક છે, તેને કંઈ નથી થયું.’

ઓડિયન્સમાંથી બે-ત્રણ જણ ‘થેન્ક ગોડ’ બોલી ઊઠ્યા.

‘તેના ફેમિલીમાં મેડિકલ ઇમર્જન્સી આવી ગઈ એટલે શી મિસ્ડ આઉટ.’ પ્રવેશે કહ્યું.

‘ઇન્ટરેસ્ટિંગ. સો આઈ વુડ લવ ટુ નો હુ પ્લાન્ડ ફોર ટુનાઇટ?’ રોનકે ઉત્કંઠાથી પૂછ્યું.

‘શી ઇઝ અ બિગ ફેન ઓફ યોર્સ, રોનક. એક્ચ્યુલી શી હેઝ ક્રશ ઓન યુ ટુ. સીન્સ સો મેની ડેય્ઝ શી વોઝ પ્લાનિંગ ફોર ધીસ ડે.’

‘એન્ડ વ્હોટ અબાઉટ યુ?’

‘વ્હોટ અબાઉટ મી?’

‘વર યુ એક્સાઈટેડ ટુ ઓર યુ વર જસ્ટ હેપ્પી ટેગિંગ અલોન્ગ?’ રોનકે પ્રવેશને જવાબ આપવા ફરી પૂછ્યું.

‘અમ્મ્મ્મ…’ 

ઓડિયન્સ હસી પડી.

‘ઇટ્સ ફાઈન. આમાંથી કેટલાય એવા છે જેમણે પોતાના પાર્ટનર સાથે આવવું પડ્યું છે. સો વ્હોટ્સ યોર ગર્લફ્રેન્ડ્સ નેઈમ, ઇફ યુ આર ઓકે?’

‘દ્રષ્ટિ.’ પ્રવેશે શરમાતા જવાબ આપ્યો.

‘એન્ડ સીન્સ હાઉ લોન્ગ યુ ગાય્ઝ આર ડેટિંગ?’

‘અરાઉન્ડ ટુ યર્સ.’ 

‘ગ્રેટ. સો વ્હોટ્સ યોર સ્ટોરી? સો મેની પીપલ શેર્ડ અબાઉટ ધેર પ્રપોઝલ એન્ડ એવરીથીંગ. તું કહે. કોણે પ્રપોઝ કરેલું? હાઉ ઈટ ઓલ સ્ટાર્ટેડ?’ રોનકે ક્રાઉડ સાથેની સામાન્ય વાતચીત વધારતા પૂછ્યું.

‘સો અફકોર્સ આઈ પ્રપોઝડ હર. અમે બંને કોલેજમાં સાથે હતા. શી ઇઝ ધ મોસ્ટ બ્યુટીફૂલ ગર્લ ઓન ધીસ પ્લેનેટ.’

‘પ્લેનેટ?’ રોનકથી પૂછ્યા વિના ન રહેવાયું.

‘યસ્સ, શી ઇઝ ડેમ ગોર્જીયસ! એન્ડ અફકોર્સ ધેર વોઝ અ બિગ કમ્પિટિશન. મને તે ખૂબ જ ગમતી. તેને ઈમ્પ્રેસ કરવાની બહુ ટ્રાય કરી મેં. ફાઈનલી એક ફ્રેન્ડ થ્રુ તેના ફ્રેન્ડ સર્કલમાં એડ થયો એન્ડ વન ડે આઈ પ્રપોઝડ હર. એન્ડ શી સેઈડ યસ.’ પ્રવેશે ખુશ થતા કહ્યું.

‘હાઉ…હાઉ ડીડ યુ પ્રપોઝ હર? એવું તો શું ખાસ હતું કે ધ મોસ્ટ બ્યુટીફૂલ ગર્લ ઓન ધીસ પ્લેનેટે હા પાડી?’ રોનકે તરત જ પૂછ્યું.

ઓડિયન્સમાંથી એક-બે જણ બોલી ઊઠ્યા, ‘એક્ઝેક્ટ્લી!’

‘એક શાયરી અને ગુલાબનો બૂકે આપ્યો હતો મેં વેલેન્ટાઈન ડે પર.’

‘ધેટ્સ રોમેન્ટિક. સો યુ રાઈટ શાયરીઝ ટુ? ડીડ યુ રાઈટ ફોર હર?’

‘એક્ચ્યુલી નો. ઈટ વોઝ સમવન એલ્સસ.’

‘કમઓન…ડિટેઈલ્સ!’ અડધું ઓડિયન્સ બોલી ઊઠ્યું.

‘સો…વ્હોટ હેપન્ડ વોઝ…શી યુઝડ ટુ રાઈટ અ લોટ ઓફ શાયરીઝ. તો મારે તેને એ જ રીતે ઈમ્પ્રેસ કરવી હતી. આઈ કોપીડ વન ફ્રોમ ગૂગલ, બટ એઝ આઈ સેઈડ ધેર વોઝ અ લોટ ઓફ કમ્પિટિશન. આઈ ગોટ અ ચાન્સ ઓન ધ વેલેન્ટાઈન ડે બિકોઝ ઓફ ધેટ. એક બીજી કોલેજના કોઈ છોકરાએ તેના માટે બૂકે અને શાયરી લખી મોકલ્યા હતા. પ્યુન વોઝ કમિંગ ટુ ડિલિવર ધ બોક્સ ટુ હર, બટ લકીલી એ મારા હાથમાં આવ્યું. મેં એન્વેલપમાંથી શાયરી વાંચી અને મને થયું કે આ પરફેક્ટ છે. સો આઈ કટ આઉટ હીઝ નેઈમ એન્ડ ગેવ ઈટ ટુ દ્રષ્ટિ. શી લવ્ડ ઈટ, એન્ડ સીન્સ ધેન વી આર ટુગેધર!’

‘ઓહ!’ ઓડિયન્સે પ્રતિભાવ આપ્યો.

‘કમ ઓન ગાય્ઝ, ડોન્ટ જજ. હી લવ્ઝ હર, રાઈટ?’

પ્રવેશે હકારમાં માથું હલાવ્યું.

‘ગુડ સ્ટોરી. થેન્ક યુ ફોર શેરિંગ વિથ અસ. સો નાઉ એક્સેપ્ટ ધીસ ગાય, એવરીવન રાઈટ ધી આન્સર ઈન યોર શીટ ફોર ધ પાર્ટનર એક્ટિવિટી.’ રોનકે શોને આગળ વધારતા કહ્યું. 

એ એક્ટિવિટી સાથે શો પૂરો થયો. ઘણાં લોકોએ રોનક સાથે સેલ્ફી લીધી અને સૌ બાય કહીને નીકળ્યા. 

સેલ્ફી સેશન પૂરો થયો એટલે પ્રવેશ રોનક પાસે આવ્યો અને કહ્યું, ‘રોનક, વીલ યુ પ્લીઝ કટ ધેટ લાસ્ટ પાર્ટ ઓફ સમવન એલ્સસ બૂકે એન્ડ શાયરી ફ્રોમ ધ વીડિયો વ્હેન યુ અપલોડ ઈટ ઓન યુટ્યુબ? આઈ ડોન્ટ વોન્ટ દ્રષ્ટિ ટુ નો અબાઉટ ધીસ. પ્લીઝ.’

‘શ્યોર, મેન. ડોન્ટ વરી!’ રોનકે તેને હસીને ખાતરી આપી.

* * * * *

ત્રણ દિવસ પછી શોનો એડિટેડ વીડિયો યુટ્યુબ પર અપલોડ થયો એ પછી પ્રવેશે રોનકને ઇન્સ્ટાગ્રામ પર એન્ગ્રી ઇમોજીસ સાથે મેસેજ કર્યો, ‘બ્રો, વ્હોટ ધ હેલ? યુ ડીડન્ટ કટ ધેટ પાર્ટ આઈ આસ્ક્ડ યુ ટુ. દ્રષ્ટિ ગોડ પીસ્ડ ઓફ એન્ડ બ્રોક અપ વિથ મી.’

‘સોરી, આઈ કુન્ડન્ટ કટ ઈટ આઉટ લાઈક યુ.’ રોનકે તેને રીપ્લાય આપ્યો.

‘વ્હોટ ડો યુ મીન?’

‘વ્હોટ વોઝ ધ નેઈમ બિનીથ ધેટ શાયરી વિથ બૂકે?’

‘અમ્મ્મ્મ…રોનક…વ્હોટ ધ #%&$@’

- દિવ્યકાંત પંડયા