Home / GSTV શતરંગ / Dr. Megha Patel : Can a pre-diabetic patient be prevented from developing diabetes? Why is it important to know about pre-diabetes? Megha Patel

શતરંગ / શું પ્રી-ડાયાબિટીસના દર્દીને ડાયાબિટીસ થતા અટકાવી શકાય છે? શા માટે પ્રી-ડાયાબિટીસ વિશે જાણવું જરૂરી છે?

શતરંગ / શું પ્રી-ડાયાબિટીસના દર્દીને ડાયાબિટીસ થતા અટકાવી શકાય છે? શા માટે પ્રી-ડાયાબિટીસ વિશે જાણવું જરૂરી છે?

- જાગૃતતા જરૂરી

144 કરોડની વસ્તી ધરાવતા આપણાં દેશમાં 14-15 કરોડ લોકો પ્રી-ડાયાબિટીસનાં શિકાર છે. જે આપણને એનાં વિશે જાણવાં મજબુર કરે છે. પ્રી-ડાયાબિટીસ બીજું કંઈ નહિ પરંતુ ડાયાબિટીસનો જ પ્રાથમિક તબક્કો છે. જો તમારા માતા-પિતા, ભાઈ-બહેન, કે દાદા-દાદીને ટાઈપ-2 ડાયાબિટીસ હોય તો તમારી વધતી ઉંમર પ્રમાણે તમને પણ ડાયાબિટીસ થવાનાં રિસ્ક વધી જાય છે. 

 

પ્રી-ડાયાબિટીસના ચિહ્નો શું હોય છે? 

=> મોટાભાગે પ્રી-ડાયાબિટીસનાં કોઈ ચિહ્નો હોતા નથી.

=> ઘણા દર્દીઓની અમુક જગ્યાની ચામડી કાળી પડી જાય છે. (ગરદન, ગ્રોઇન, બગલ વગેરે.)

=> જો તમને તરસ વધુ લાગવી, વારંવાર પેશાબ કરવા જવું, ભૂખ વધું લાગવી, વજન અચાનક ઉતરવું, જેવા કોઈ પણ ચિહ્નો દેખાય તો તમે કદાચ પ્રી-ડાયાબિટીસમાંથી ડાયાબિટીસ બાજુ ગયા હોઈ શકે.

પ્રી-ડાયાબિટીસ કોને થઈ શકે? 

→ કોર્પોરેટ લાઈફ જેમાં સ્ટ્રેસ ખૂબ જ હોય

→ બહારનું વધુ પડતું ભોજન 

→ શારીરિક શ્રમનો અભાવ 

→ મોટાપો 

→ અનિંદ્રા 

→ ચિંતાવાળો સ્વભાવ 

શું પ્રી-ડાયાબિટીસને ડાયાબિટીસમાં પરિણમતા રોકી શકાય?

→ હા. તમે પ્રી-ડાયાબિટીસને ડાયાબિટીસમાં પરિણમતા રોકી શકો છો.

  • તમારી લાઇફસ્ટાઇલ હેલ્ધી હોવી જોઈએ.
  • તમારું ડાયેટ બેલેન્સ હોવું જોઈએ. જેમાં અનાજ, શાકભાજી, ફળફળાદિનો જરૂરી માત્રામાં સમાવેશ હોવો જોઈએ. 
  • તમારી એક્સરસાઇઝ નિયમિતપણે થતી હોવી જોઈએ.
  • તમારું વજન મર્યાદિત હોવું જોઈએ.
  • બહારના પીણાં, વધુ પડતો ખોરાક, કે મીઠી વાનગીઓનો ઉપયોગ ટાળવો જોઈએ.
  • તમારી ઊંઘ પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ.

શું નિયમિત કસરત પ્રી-ડાયાબિટીસમાં ફાયદાકારક છે? 

→ પ્રી-ડાયાબિટીસનાં દર્દીએ 150 મિનિટ કસરત ઓછામાં ઓછી એક અઠવાડિયામાં કરવી જોઈએ. 

→ એરોબિક એક્સરસાઇઝ જેમાં ચાલવું, દોડવું, તરવું, સાઈકલિંગ, વગેરે. બ્લડ સુગરને નિયંત્રિત રાખવા ખૂબ જ ફાયદાકારક છે. 

→ વજન લઈને થતી કસરત (રેસિસ્ટન્સ ટ્રેનિંગ)તમારું મસલ માસ વધારે છે અને ઈન્સ્યુલીન રેસિસ્ટન્સ ઓછો કરે છે. 

 

જરૂરી માહિતી 

→ યુવાન અવસ્થાથી જ નિયમિતપણે બ્લડ સુગરની બીજાં બધા હેલ્થ ચેકઅપ સાથે તપાસ કરાવતા રહેવું જોઈએ.

→ જો કુટુંબમાં કોઈને ડાયાબિટીસ હોય તો તમારે પહેલેથી જ તમારી લાઈફસ્ટાઇલ હેલ્ધી રાખવી જોઈએ અને ડાયાબિટીસ થવાનાં રિસ્કને અટકાવવું જોઈએ.

→ પ્રી-ડાયાબિટીસને એક ચેતવણીની જેમ લેવી જોઈએ અને એને ડાયાબિટીસમાં પરિણમતા રોકવા બધાં જ પ્રયત્નો કરવા જોઈએ.

- ડૉ. મેઘા પટેલ (એમ.પી.ટી.ઓર્થો)