
- ગ્લેમર ગાઈડ
આપણી ફેશન સેન્સ એટલી બધી વ્યાપક ધોરણે વધી રહી છે, કે હવે આપણી ફેશન ઇન્ડસ્ટ્રીઝ આકાશ પરથી પણ દેખાઈ રહી છે. વાત છે, અમુક સેટલાઈટ દ્વારા લેવાતી તસવીરોની, જેમાં પૃથ્વી પરના કપડાંના ઢગે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. કપડાંઓનો મોટો પહાડ ચીલી દેશના એક અત્યંત સૂકા અટાકામા રણમાં આવેલો છે. જે એટલો મોટો છે કે તેણે સ્પેસ પરથી જોઈ શકાય છે.લગભગ તેનો વજન 66,000 ટનથી પણ વધુ હોવાનો અંદાજ છે. અટાકામામાં રહેલા તમામ કચરાને લીધે, યુનાઈટેડ નેશન્સે પૃથ્વી માટે તેને "પર્યાવરણીય અને સામાજિક કટોકટી" તરીકે જાહેર કરી દીધું છે.
અટાકામા રણની પાસે આવેલું ઇકવીક શહેરએ ચીલીના બહુ જ જૂજ સ્થળમાનું એક છે, કે જ્યાં કોઈ ટેક્સ કે કસ્ટમને લગતી ફીસ લેવામાં આવતી નથી. તેથી અહીંના આયાત કરનારને અહીં માલ પહોંચાડવા માટે કોઈ ડ્યૂટી ભરવાની રહેતી નથી.જયારે વેપારીઓને,ના વેચાયેલ માલને પૈસા રોકીને બહાર પહોંચડવા કરતાં, અહીં ફેંકવો વધુ સહેલો છે.આ કાયદાને લીધે અહીં કપડાંઓનો ઢગલો ખડકાઇ ચુક્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં માત્ર 15% જ કપડાં જુના છે. બાકીના બધા જ કપડાઓ નવા છે.
ઈન્ટરનેટ પર આ તસવીરો વાયરલ થયાં બાદ ઘણા બધા ફોઉન્ડેશન્સ ત્યાં કંઈ નિકાલ લાવવા પ્રયત્ન કરી રહ્યા છે.થોડા સમય પહેલા ચીલી ફાઉન્ડેશન દ્વારા એક ફેશન શૉનું આયોજન કરવામાં આવ્યું, જેને 'ડેસર્ટ ડ્રેસ' તરીકે ઓળખવામાં આવ્યો.જ્યાં મોડેલ્સએ આ કપડાંના ઢગલાંમાંથી બનાવેલા કપડાંઓ પહર્યા હતાં. અને એટલુંજ નહિ આ રણમાંજ ચાલીને તેઓએ આ ફેશન ઇન્ડસ્ટ્રીઝની સૌથી ખરાબ બાબતનું પ્રદર્શન કર્યું હતું.
ફાસ્ટ ફેશન એક સ્ટાઇલ નહિ પણ પર્યાવરણ માટે એક દુષણ છે. જ્યાં ફેશનના નામે લોકો ગમે તે પહેરે છે અને તેને ફેંકી દે છે કેમકે ફરી વાપરવા માટે તેની ફેશન બદલાઈ ચુકી હોય છે. આના સૌથી ખરાબ પરિણામ આપણું ક્લાઈમેટ ભોગવી રહ્યું છે. ઇકવીક શહેરના લોકોને હવે બહાર નીકળવાની તકલીફો ઉભી થઇ રહી છે, કેમકે હવે તેમાનાં કેટલાક કપડાંમાંથી રેડિયોએક્ટિવિટી શરૂ થઇ રહી છે.કેટલાક દાયકાઓથી,પ્યોર અને ઓર્ગનિક કોટન સામે સસ્તું,ટકાઉ,અને આકર્ષક પોલીસ્ટર અને તેની અન્ય પ્રોડક્ટ્સે ફેશન વર્લ્ડમાં ધૂમ મચાવી છે. જેને લીધે પર્યાવરણમાં 10%જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ભળે છે. ફૂડ અને કન્સ્ટ્રક્સન પછી ફેશન ઇન્ડસ્ટ્રી વાતાવરણને દુષિત કરનારી ઇન્ડસ્ટ્રીઝમાં ત્રીજા નંબરે આવે છે.દર વર્ષે 100 બીલીયનથી પણ વધુ પોષાકો બનાવવામાં આવે છે. જેમાંથી માત્ર 1%નુંજ રિસાયકલિંગ થાય છે. પરંતુ હાલ 2023 બાદ સેકન્ડહેન્ડ કલોથીંગનું માર્કેટ 18% જેટલું વધ્યું છે.જે પર્યાવરણ માટે આશસ્પદ બન્યું છે.
- જીજ્ઞા જોગીયા