Home / GSTV શતરંગ / Jigna Jogia : Foreigners flock to International Paris Olympics Games: Indian designer disappointed Jigna Jogia

શતરંગ / ઇન્ટરનેશનલ પેરિસ ઓલીમ્પિક્સ ગેમ્સમાં વિદેશીઓનો જલવો: ભારતીય ડિઝાઇનરે કર્યા નિરાશ

શતરંગ / ઇન્ટરનેશનલ પેરિસ ઓલીમ્પિક્સ ગેમ્સમાં વિદેશીઓનો જલવો: ભારતીય ડિઝાઇનરે કર્યા નિરાશ

- ગ્લેમર ગાઈડ

એમ તો દરેક કિંમતી પોશાક કરતાં તિરંગાને ધારણ કરવા માટે લાયકાત અને નસીબ બન્ને જોઈએ છે. પણ વાત જયારે ક્લ્ચર અને હેરિટેજની આવે ત્યારે માત્ર કલર જ મેટર કરતો નથી. પેરિસ ઓલિમ્પિકસની ભવ્યતિભવ્ય ઉજવણી શરૂ થઇ ચુકી છે,જ્યાં પહેલી વખત ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સેરમનીમાં રમતવીરોને પોતાના દેશની કલાકૃતિ પ્રગટ કરવાનો અનોખો અવસર મળ્યો હતો. જ્યાં દેશ વિદેશના એથલીટ્સ પોતાના દેશના ક્લ્ચરને પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીમાં એક્સપલોર કર્યું હતું.

સૌથી સુંદર ડ્રેસ સાથે મોંગોલીયા તેમજ પેરિસના ડિઝાઇનર્સે ધૂમ મચાવી હતી.માઇકલ અને આજોમોકે ત્રણ મહિનાથી પણ વધુ સમય કામ કરીને 120 એથલીટ્સના ડ્રેસ તૈયાર કર્યા હતાં. ઈન્ટરનેટ પર આ ડ્રેસ ખૂબ છવાયા હતાં, તેનું કારણ તેની લોકપ્રિય ડિઝાઇન્સ હતી, જે પોતાના દેશનું નાદામ ફેસ્ટિવલ પર આધારિત હતી જેમાં પક્ષી, અને પહાડની ડિઝાઇન અંકીત થયેલ હતી.

આ ઉપરાંત શ્રીલંકા પણ આ બાબતમાં બિલકુલ પાછળ ના હતું, ડિઝાઇનર લવી સિયોને,પોતાના દેશના અઢારમી સદીના રાજકુમાર અને રાજકુમારી ઉપર આધારિત વસ્ત્રો તૈયાર કર્યા હતાં.જે સિંહની આકૃતિ માં શ્રીલંકન એમ્બોરીડરીથી કોતરેલ એથલીટ્સના નામો ખુબજ આકર્ષક લગતા હતાં.સાઉથકોરિયા, હૈતી, મલેશિયા જેવા ક્લ્ચર સામે ભારતીય ડિઝાઇનર તરૂન તિહાલીયાનીની ડિઝાઇન ખુબજ ફિક્કી લાગી રહી હતી.

જ્યાં ભારત હેન્ડ એમ્બરોઈડરીથી લઈને છાપણી કામ, રંગરેઝ અને વણાટ કામનો ભવ્ય વારસો ધરાવતું હોય, ભારતીય ડિઝાઇનર્સ પાસે આટલા મોટા ઇવેન્ટ માટે આવાં ડ્રેસે બધાને મોટો આંચકો આપ્યો હતો. આના માટે સોશિયલ મીડિયામાં લોકોએ ડિઝાઇનરની ભારે ઝાટકણી કાઢી હતી. એકે લખ્યું હતું કે આ ડ્રેસ કરતાં સારા ડ્રેસ મુંબઈની સડકો પર 200 રૂપિયામાં મળી જાય છે. અને કાપડ અને ડિઝાઇનની પસંદગી માટે પણ તે ભારે ટ્રોલ થયાં હતાં. ઈક્કત ડિઝાઇન ખૂબ જ કોમન છે, જયારે વિસકોસ મટીરીયલ કોઈ પણ ડ્રેસ માટે ખૂબ ચીપ દેખાય છે.

પોતાનો બચાવ કરતાં તરુને કહ્યું હતું કે તિરંગા પહેરીને રમતવીરોમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ અને પોતાના દેશના પ્રિનિધિત્વની ભાવના પ્રગટ થાય છે. ઉપરાંત વિસકોસ મટીરીયલ ખેલાડીઓને કમ્ફર્ટ માટે પસંદ કરાયું હતું. એમણે એમના પિતાની પ્રેરણાથી બુંદી જેકેટ્સ બનાવ્યા હતાં. જે નેવીમાં કાર્યરત હતાં.જોકે ભારતીય એથલીટ્સ દ્વારા આ વસ્ત્રોને વધાવી લેવામાં આવ્યા હતાં. પિવી સિંધુએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ગર્વ વ્યક્ત કરતાં તિરંગા સાથે પોતાનો ફોટો અપલોડ કર્યો હતો.

- જીજ્ઞા જોગીયા