Home / GSTV શતરંગ / Jigna Jogia : The Happiness Factory: A new approach to lonely youth Jigna Jogia

શતરંગ / હેપ્પીનેસ ફેક્ટરી: એકલતાના ભોગ બનેલા યુવાઓ માટેની નવી તરકીબ

શતરંગ / હેપ્પીનેસ ફેક્ટરી: એકલતાના ભોગ બનેલા યુવાઓ માટેની નવી તરકીબ

- જિજીવિષા 

થોડા વર્ષો પહેલા આપણાં વડવાંઓએ કદી માનસિક રોગો વિશે ન્હોતું જાણ્યું, નાં કોઈ એવા ઐતિહાસિક માનસિક રોગીને આપણે ઓળખીયે છીએ.એકલતાની સમસ્યા કોઈ એક સમાજ કે એક દેશ પૂરતી જ સીમિત નથી, કેમકે અગાઉ કોઈએ ઈન્ટરનેટનો ઓવરડોઝ, કે કોરોના પેન્ડેમિક જેવી સમસ્યાઓનો સામનો કર્યો ન્હોતો.એકલ દોકલ બાળક અને સિંગલ પેરેન્ટિંગની વ્યાપકતામાં આપણે હકીકતમાં બનતા ટોળાથી દૂર ચાલ્યા ગયાં છીએ, વેકેશનમાં વખાણાતા ફાઇવસ્ટાર રિસોર્ટસે બાળપણમાં બંધાતા કાકા બાપાનાં અને મામા ફોઈના પોયરાઓના તાંતણા તોડી નાખ્યા છે.સમસ્યા એટલી વધી રહી છે કે યુવાનો સમાજીક જીવનને લગતા દરેક બંધનો છોડી રહ્યા છે.

તમારું સંતાન તમારાથી રિસાઈ જાય તો તમને કેવું લાગે? શુ ફીલ થાય?  એકાદ દિવસ...., અઠવાડિયું.... કે મહિનો... પણ જો આ વાત એટલી ગંભીર બને કે તે પોતાને મહિનાઓ સુધી કોઈની સામે નાં આવવા દે તો?.....ભારત જેવા દેશમાં વસ્તીનાં લીધે સમસ્યા એટલી ગંભીર નાં બની શકે એ અલગ વાત છે પરંતુ, હાલ યુવાનોમાં આત્મહત્યાનો રેટ જ્યાં સૌથી વધુ છે એ સાઉથ કોરિયાનાં યુવાનો અજીબો ગરીબ બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. જેના પડઘા આડકતરી રીતે દરેક યુવાન પર અસર કરી રહ્યા છે.

વાત છે એકલતાની, જ્યાં આપણે ત્યાં આ સમસ્યાને માત્ર વાતચીત અને સાયક્રિયાટિસ્ટનાં કાઉન્સેલિંગ પૂરતી જ સીમિત રાખી છે, ત્યાં જાપાનીઝ અને કોરિયન સરકારે જાહેર જનતા માટે, આના માટે નીતિઓ અને પ્લાનિંગસ અમલમાં મૂકી દીધા છે. અને માતા પિતાઓ પોતાના બાળકોને એકલતામાંથી બહાર લાવવા માટે રીતસરની ટ્રેનિંગ લઇ રહ્યા છે.

એક સર્વે અનુસાર કોરીયાના યુવાનોમાં આત્મહત્યાનો દર સૌથી વધુ છે. ત્યાંના લગભગ 1.5 મિલિયન યુવાનો લોકો અજીબોગરીબ બીમારીથી પીડાય રહ્યા છે, 2022માં  34લાખ યુવાઓ આ બીમારીનો ભોગ બની ચુક્યા છે,જે છે,'હિકીકોમોરી'. આ એક એવી અવસ્થા છે જેમાં 16થી 35 વર્ષના યુવાઓ પોતાને બંધ રૂમમાં અમર્યાદિત સમય માટે પૂરી દે છે,ઘણીવાર મહિનાઓ સુધી તેઓ રૂમમાંથી બહાર આવતા નથી.સ્કૂલે જતાં નથી, નોકરી કરતાં નથી કે કોઈને મળતાં નથી.

આ લોકો જે બીમારીમાંથી પસાર થઇ રહ્યા છે, જેની લગભગ કોઈ જ સ્પેસીફિક દવા નથી. કારણકે તે એક મનોવ્યથા છે, એક સ્થિતિ છે. સામાજિક પ્રેશર, નોકરીમાં ધંધામાં નિષ્ફળ જવાનો ડર કે પોતાને સાબિત ના કરી શકવાનો ભય એમને અંધકાર મય જીવનમાં કાયમ માટે ધકેલી દે છે.

આ સ્થિતિને લઈને કોરિયન માતા પિતાઓએ હાલ પોતાના બાળકોને આ અંધકારમાંથી બહાર લાવવા કમર કસી છે, હાલ આ મનોવ્યથાને સમજવા તેઓ એક અલગ જ વર્કશોપ અટેન્ડ કરી રહ્યા છે. 'હેપ્પીનેસ ફેક્ટરી' નામનો એક અનોખો માહોલ કોરિયામાં ધૂમ મચાવી રહ્યો છે. જેના દ્વારા આવાં બાળકોની વ્યથા સમજવામાં તેમજ તેમાંથી તેને બહાર નીકળવામાં મદદ મળી રહી છે. ઘણા પેરેન્ટ્સ પોતાના બાળકોને હિકીકોમોરીમાંથી બહાર લાવી ચુક્યા છે.

હેપ્પીનેસ ફેક્ટરીમાં હિકીકોમોરી બાળકોના પેરેન્ટ્સ પોતાને એક ખુબજ નાની, ભૂરા કલરની,નાના કબાટ જેવડી રૂમમાં ત્રણ દિવસ માટે કેદ રાખે છે, જ્યાં તેઓ પોતાની અલગ  માનસિક સ્થિતિનો અનુભવ કરી શકે છે. કોઈ પણ સોશિયલ અડચણ, ફોન કે લેપટોપ વગરની દુનિયાનો અનુભવ, તેઓને પોતાના બાળકોની માનસિક સ્થિતિ તરફ લઇ જાય છે. 24વર્ષીય યેનનાં માતા ક્હે છે કે અહીં આવીને મેં જાણ્યું કે ઘણી વાર મૌન, એ આપણી તાકાત બની જાય છે, જેને આપણે આપણી સમસ્યા માનતા હોય છે. મારા દીકરા સાથે હું ક્યારેય ઈમોશનલી જોડાય શકી નાં હતી. પણ અહીં આવીને હું મારા બાળકની માનસિકતાને સમજી રહી છું.

હેપ્પીનેસ ફેક્ટરી એ યુવાઓ સાથે મેન્ટલી તેમજ ઈમોશનલી જોડાવાની અદ્ભૂત તરકીબ છે.આ કોન્સેપ્ટ હાલ કોરિયામાં ખુબજ પ્રસિદ્ધ થઇ રહ્યો છે જેનો હેતુ માત્ર બાળકોની સાથે ભવનાત્મક રીતે જોડાવાનો છે.કોરિયા યુથ ફાઉન્ડેશન દ્વારા 13 વીક ના પ્રોગ્રામ દ્વારા ઘણા યુવાનોને એકલતામાંથી ઉગરવામાં આવ્યા છે.

- જીજ્ઞા જોગીયા