
- જિજીવિષા
ઘણી વાર આપણને એવા વિચારો આવતા હોય છે કે દરેક ઘટના પાછળ શુ રહસ્યો હશે,શુ હશે જે બધે જ એક સરખું હોય, કર્મના સિદ્ધાંતો કે બ્રહ્મહાંડના રહસ્યો. હજુ પણ આપણે કયાંય વચ્ચે છીએ જ્યાં નથી ઇતિહાસ જાણી શક્યા, ના વિજ્ઞાનથી સિદ્ધ થઇ શક્યા.
આપણું અસ્તિત્વ અને પ્રકૃતિ સાથેના ઘનીષ્ટ સબંધો પાછળ પણ ઘણા રહસ્યો હજુ પણ અકબંધ છે. જયારે પૂર્વજોએ આ જ જ્ઞાન કરોડો વર્ષો પહેલા શોધીને અમરત્વ પામી ગયાં. આવાં ઘણા રહસ્યોમાનું એક રહસ્ય દ્વાદશ જ્યોતીલિંગનું છે.
ફિબોનાકી પેટર્નનો 12 જ્યોતિર્લિંગ પર અસર અને તેનું મહત્વ:
ફિબોનાકી પેટર્ન, જેની શોધ ઇટાલિયન ગણિતજ્ઞ લિઓનાર્દો ફિબોનાકીએ કરી હતી, તે પેટર્ન સાયન્સમાં અને આધ્યાત્મિક ક્ષેત્રે ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ પેટર્નમાં દરેક સંખ્યા , સંખ્યાની પાછળની બે સંખ્યાઓના સરવાળાનો પરિણામ છે. ફિબોનાકી શ્રેણી 0, 1, 1, 2, 3, 5, 8, 13, 21... આ રીતે આગળ વધે છે.
ભારતના 12 જ્યોતિર્લિંગ આપણાં ધર્મમાં ખૂબ જ વિશિષ્ટ મહત્વ ધરાવે છે. આ 12 જ્યોતિર્લિંગ મંદિરો શિવભક્તો માટે પૂજ્ય અને અનન્ય ધાર્મિક સ્થાન છે. કહેવાય છે કે સાક્ષાત શિવનું અહીં તેજ સ્વરૂપ દ્રષ્યમાન હતું. તેથીજ એમને જ્યોતિ લિંગ કહેવામાં આવે છે. જ્યોતિનો સીધો જ અર્થ અહીં ઉર્જાના સ્વરૂપને પ્રગટ કરે છે. જેનો મૂળભૂત સિદ્ધાંત વધુ ઉર્જાસ્થાનથી ઓછા ઉર્જાસ્થાન પરની ગતિ છે. ફિબોનાકી પેટર્ન અહીં એ જ સિદ્ધાંતને અનુસરે છે. તેથી જ આ જ્યોતિર્લિંગ મંદિરોની ભૂમિની વચ્ચે એક અનોખો સબંધ છે.
જ્યોતિર્લિંગ મંદિરોનું સ્થાન ફિબોનાકી પેટર્ન મુજબ સ્થાન ધરાવે છે. આ મંદિરો દેશના વિવિધ ભાગોમાં વિસ્તરેલા છે, પરંતુ તે બધા મંદિરોના સ્થાનોને જોવામાં આવે તો એક ફિબોનાકી સ્પાયરલ પેટર્ન જોઇ શકાય છે. જો તમે ભારતના નકશા પર જ્યોતિર્લિંગ મંદિરો પર એક રેખા દોરો તો અંતિમ પરિણામ શંખ અથવા ફિબોનાકી પેટર્નનો આકાર છે. આને પિંગલા શ્રેણી પણ કહેવામાં આવે છે કારણ કે પ્રાચીન ભારતીય કવિ અને ગણિતશાસ્ત્રી પિંગલાને પ્રકૃતિમાં શંખ આકારની પેટર્ન પર સંશોધનનો શ્રેય આપવામાં આવે છે. તેઓ કહે છે કે આ પેટર્ન કુદરતનો ગુપ્ત કોડ છે. આ સ્પાયરલ પેટર્ન અનુસાર મંદિરોનો સ્થાન એ ઊર્જાના મુખ્ય કેન્દ્રોમાં રહે છે.
જ્યોતિર્લિંગના દર્શન અને પૂજનમાં આ પેટર્નની જગ્યાઓ દર્શાવે છે કે આ મંદિરો માત્ર ધાર્મિક સ્થાન નથી, પરંતુ તે વૈજ્ઞાનિક રીતે પણ મહત્વપૂર્ણ છે. આ ફિબોનાકી પેટર્ન મુજબ મંદિરના સ્થાનની ઊર્જા એકસમાન રીતે વિસ્તરે છે, જે શાંત મન અને આત્માના વિકાસ માટે ખૂબ જરૂરી છે.
- ફિબોનાકી પેટર્નને માત્ર જ્યોતિર્લિંગ મંદિરોમાં જ નહીં, પરંતુ પ્રકૃતિ અને ગણિતના વિવિધ ક્ષેત્રોમાં પણ જોવા મળે છે. આ પેટર્નનું મહત્વ અનેક રીતે વ્યક્ત થાય છે.
- અનેક ફૂલોની પાંખડીઓની સંખ્યા ફિબોનાકી શ્રેણી સાથે મળે છે. જેમ કે, ડેઝી ફૂલોમાં 34, 55 અથવા 89 પાંખડીઓ હોઈ શકે છે, જે ફિબોનાકી સંખ્યા છે.
- સમુદ્રમાં શંખ,સમુદ્ર કાંકણો અને કેટલાક શંકુ આકારના મોલસ્ક તેમના સ્પાયરલ શેલમાં ફિબોનાકી ક્રમ અનુસરે છે.
- વિખ્યાત ચિત્રકાર, લિયોનાર્દો દ વિન્ચી, તેમના ચિત્રોમાં ફિબોનાકીનો ઉપયોગ કર્યો છે. “વિત્રુવિયન મેન” અને “મોનાલિસા” જેવા કલા નમૂનાઓમાં આ પેટર્ન જોવા મળે છે.
- ફિબોનાકી શ્રેણી પ્રાણીઓના પ્રજનનમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે, સસલાઓના પ્રજનન ચક્રમાં ફિબોનાકી પેટર્ન જોવા મળે છે.
- માનવ ડીએનએના માળખુ હેલિક્સ,એ ફિબોનાકી પેટર્નને અનુસરે છે. ડીએનએના હેલિક્સનો વ્યાસ અને પરિધિ ફિબોનાકી સંખ્યાઓમાં છે.
ફિબોનાકી પેટર્ન માત્ર પ્રકૃતિ અને આર્કિટેક્ચરની જ સુંદરતા નથી, પરંતુ તે બતાવે છે કે પ્રકૃતિ અને બ્રહ્માંડના નિયમોમાં એક ગહન ગણિતીય જોડાણ છે. આ પેટર્ન આપણને ક્રમ,સમરસતા અને સૌંદર્ય દ્વારા પ્રેરણા આપે છે. તે આપણને શીખવે છે કે ગાણિતિક માળખું માત્ર પાઠવિદ્યા અને પૃથ્વીના તર્કમાં જ નહીં, પરંતુ આધ્યાત્મિક અને પ્રાકૃતિક શ્રેષ્ઠતામાં પણ છે.
- જીજ્ઞા જોગીયા