
- ફ્યુચર ફ્રોમ ટેરો
આપણને ખબર હોય કે આવનારું સપ્તાહ કેવું રહેશે તો પ્લાનિંગ કરવું સરળ થઇ જાય. એટલા માટે જ હવે દર સોમવારે ફ્યુચર ફ્રોમ ટેરો દ્વારા જાણો કે આ વીક હેલ્થ, કરિયર અને રિલેશનશિપની દ્રષ્ટિએ કેવું જશે અને ગાઈડન્સ શું છે.
જુલાઈ 15 - જુલાઈ 21
મેષ(એરિસ) માર્ચ 21 - એપ્રિલ 19
સાયલન્સ - હિલીંગ
મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ ઓવરઓલ પોઝિટીવ જણાઈ રહ્યું છે. કાર્ડ ઓફ હિલીંગ કહી રહ્યું છે કે, તમારી તબિયતમાં સારા એવા પ્રમાણમાં સુધારો થતો જણાશે અને સાથે જ તમે પોતાની જાત સાથે પણ કનેક્ટેડ ફીલ કરશો. સાયલન્સનું કાર્ડ માર્ગદર્શન આપી રહ્યું છે કે, બને ત્યાં સુધી મૌન રહેવું, તમારી વાત ખોટી રીતે લેવાય તેવી શક્યતા આ સપ્તાહે વધુ છે.
વૃષભ(ટોરસ) એપ્રિલ 20 - મે 20
થંડરબોલ્ટ - પાસ્ટ લાઈવ્સ
આ બંને કાર્ડ મોટા પ્રમાણમાં બદલાવ આવવાનો અંદેશ આપી રહ્યા છે. તમારા નજીકના લોકોની તમારી પર જે ખોટી રીતની અસર હોય તેમાંથી તમે આ સપ્તાહે બહાર આવવાનો પ્રયત્ન કરશો અને તેના લીધે તમારા ભૂતકાળની વાતોનો સહારો લઈને તમને ઇન્ફ્લુઅન્સ કરીને ફરીથી એ જ પેટર્નમાં લાવવાનો પ્રયત્ન કરી શકે છે. જે બાબતો તમને ગળે ના ઊતરતી હોય અથવા જે બાબતોમાં તમે કન્વીન્સ ના હોવ તેમાં તમારે શું શીખવાનું છે માત્ર તેના પર ફોકસ કરવું.
મિથુન(જેમિની) મે 21- જૂન 21
કંટ્રોલ - ટર્નિંગ ઇન
તમે માત્ર તમારા પોતાના એક્શન, ઈમોશન અને વિચારો પર કંટ્રોલ કરી શકો છો, અન્ય લોકોનો કંટ્રોલ તમારા હાથમાં નથી એ વાત આ સપ્તાહે મિથુન રાશિના લોકોએ ખાસ યાદરાખવી તેવી સલાહ આ બંને કાર્ડ્સ આપી રહ્યા છે. તમારા નજીકના લોકોના વિચારો તમારા વિચારો સાથે કલેશ થવાના કારણે નેગેટિવ વિચારો આવી શકે છે જે ટાળવા માટે મેડીટેશન જરૂરથી કરવું.
કર્ક(કેન્સર) જૂન 22 - જુલાઈ 22
ધ બર્ડન - ગાઇડન્સ
કોઈ પણ વ્યક્તિની એક્સ્ટ્રા જવાબદારી આ સપ્તાહે નહિ લેવાની સ્પષ્ટ સલાહ કાર્ડ્સ આપી રહ્યા છે. તમે જે લોકોની ચિંતા કરીને માનસિક તણાવમાં રહો છો તે લોકો પોતાની મદદ સ્વયં કરી શકે છે તે યાદ રાખીને તમારે જે દિશામાં જવું હોય તે બાજુ કામ કરવું. અન્ય લોકોની ચિંતા કરવાથી સમયનો વ્યય થાય. આ સપ્તાહ તમારા માટે તમારા વ્યક્તિગત ફાઈનાન્સ પ્લાનિંગ માટે ખૂબ જ મહત્વનું રહેશે.
સિંહ(લિયો) જુલાઈ 23 - ઓગસ્ટ 22
સ્લોઈંગ ડાઉન - ચેન્જ
આ બંને કાર્ડ્સ ખૂબ પોઝિટીવ એનર્જી સ્પ્રેડ કરી રહ્યા છે જે સિંહ રાશિના જાતકો માટે હકારાત્મક બદલાવ આવી રહ્યા હોવાનું સૂચન કરે છે. તમારી ફાઈનાન્શિયલ અને ઈમોશનલ રિલેશનશિપમાં જે પણ બદલાવ આવે તે સ્વીકારવા કારણ કે તે ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ સાથે જ કાર્ડ્સ સલાહ આપે છે કે, કોઈ પણ આર્થિક નિર્ણયો લેતા પહેલા શાંતિપૂર્વક તેના પર વિચાર કરવો, બને તો વડીલ અથવા અનુભવીની સલાહ લઈને જ આગળ વધવું.
કન્યા(વર્ગો) ઓગસ્ટ 23 - સપ્ટેમ્બર 22
મેચ્યોરિટી - રિબર્થ
ઘણી બધી નકારાત્મક ઊર્જાઓના કારણે માનસિક શાંતિનો ભંગ થવાની શક્યતા આ સપ્તાહે જણાઈ રહી છે. કાર્ડ ઓફ મેચ્યોરિટી કહી રહ્યું છે કે, આસપાસની નેગેટિવિટી એક અથવા બીજી રીતે હંમેશા રહેશે તેવામાં પોતાની સમજણ વધુ પોઝિટીવ કરવી અને તમારા વિચારો સાથે મક્કમતાપૂર્વક આગળ વધતા રહેવું. બને તેટલું વધુ શીખવું અને પ્રોગ્રેસ પર ફોકસ કરવું.
તુલા(લિબ્રા) સપ્ટેમ્બર 23 - ઓક્ટોબર 23
ધ રિબેલ - સોરો
ગયા સપ્તાહની તુલનામાં આ સપ્તાહ થોડી ક્લેરિટી લઈને આવશે જો કે, નજીકના લોકોના વ્યવહારના કારણે અથવા અંગત લોસના કારણે સેડનેસ આવી શકે છે. આ સપ્તાહે તમને કોઈ બાજુએથી મદદ ન મળે પરંતુ તમારા પોતાના ક્યાં એક્શન જરૂરી છે તેનો ખ્યાલ આવશે. કાર્ડ ગાઇડન્સ આપી રહ્યા છે કે, કોઈ તમને સપોર્ટ કરે કે ના કરે જો તમને તમારા પ્લાન અને કામ પર વિશ્વાસ હોય તો આગળ વધવું, સફળતા મળશે.
વૃશ્ચિક(સ્કોર્પિયો) ઓક્ટોબર 24 - નવેમ્બર 21
પોલિટીકસ - સ્ટ્રેસ
આ સપ્તાહે ખૂબ જ સાવધાનીપૂર્વક કોઈ પણ જવાબદારી અથવા નિર્ણયો લેવાની સલાહ આ બંને કાર્ડ્સ આપી રહ્યા છે. દરેક કામ તમારે જાતે જ કરવાના બદલે જેનું જે કામ છે તેને સોંપવું. કોઈની પણ મીઠી મીઠી વાતોમાં આવીને વધારાની કે અંગત માહિતી આપી દેવાથી તમારી વિરુદ્ધ જ એ માહિતીનો ઉપયોગ થઇ શકે છે. માત્ર કામ કર્યા કરવું નહિ, આસપાસના લોકોના ઈરાદા સમજીને સાવચેત પણ રહેવું.
ધન(સેજિટેરિયસ) નવેમ્બર 22 - ડિસેમ્બર 21
અવેરનેસ - ગોઇંગ વિથ ધ ફલો
ધન રાશિના જાતકો માટે આ સપ્તાહ ઘણા બધા રહસ્યોનો પળદો ખોલનાર હશે, સાચા સંબંધો, ખોટા સંબંધો, કોણ તમારું સારું ઈચ્છે છે અને કોણ હિતશત્રુ છે તે આ સપ્તાહે તમારી સામે આવી શકે છે. કોઈ પણ વ્યક્તિ પર આંખ બંધ કરીને ભરોસો કરવો નહિ અને ખાસ કરીને ઈમોશનમાં આવીને ભરોસો કરવાથી સૌથી મોટો લાઈફ લેસન મળી શકે છે. તમારી પોતાની નેગેટિવ બાબતો પર આ સપ્તાહે કામ કરવું તેવી સલાહ કાર્ડ્સ આપી રહ્યા છે.
મકર(કેપ્રિકૉન) ડિસેમ્બર 22 - જાન્યુઆરી 19
બિયોન્ડ ઇલ્યુઝન - માઈન્ડ
આ રાશિના જાતકો માટે આ સપ્તાહ સ્વયં પર કામ કરવાની એનર્જી લઈને આવ્યું છે. આ બંને કાર્ડ્સ ખાસ જણાવી રહ્યા છે કે, નાનપણમાં મળેલા ટ્રોમા અને દુઃખના કારણે હાલની પરિસ્થિતિ હેન્ડલ કરવામાં તકલીફ પડી શકે છે. માતા-પિતા તરફથી મળેલી અવગણનાના કારણે માત્ર પોતાની વાત કોઈ સાંભળે એ જ અપેક્ષામાં સાચા-ખોટાનો ભેદ પારખવો મુશ્કેલ બની શકે છે.
કુંભ(એકવેરિયસ) જાન્યુઆરી 20 - ફેબ્રુઆરી 18
ફાઈટિંગ - પેશન્સ
સ્વયંની સાથે ખૂબ જ ધીરજ રાખવી અને સતત ઝગડવું નહિ તેવો મેસેજ આ બંને કાર્ડ્સ આપી રહ્યા છે. કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહે એવી પરિસ્થિતિ ઉભી થઇ શકે છે જે ધીરજની કસોટી કરશે. તમારી નજીકની સ્ત્રી પર ભરોસો કરીને તેની સામે તમારી સંવેદના તેની સામે વ્યક્ત કરવાની સલાહ કાર્ડ્સ આપે છે.
મીન(પાઇસિસ) ફેબ્રુઆરી 19 - માર્ચ 21
લેટિંગ ગો - પ્લેફૂલનેસ
આ સપ્તાહ તમારા માટે તમારા મનનો ભાર હળવો કરવાની તક લઈને આવી રહ્યું છે. જે વાત, વ્યક્તિઓ, પરિસ્થિતિઓ તમારા ઈમોશન્સ પર હાવી થઈને માનસિક રીતે તમને નબળી રહી હોય તે બધી જ બાબતો જવા દેવા માટે આ ખૂબ જ ઉત્તમ સમય છે. વધારે પડતું ટેન્શન લઈને તબિયત ખરાબ કરવી નહિ. તમારા કામ બાબતે વધારે ચિંતા કર્યા વિના તમારા પ્લાન મુજબ આગળ વધવું.
- ખુશ્બુ ત્રિવેદી