
- ફ્યુચર ફ્રોમ ટેરો
આપણને ખબર હોય કે આવનારું સપ્તાહ કેવું રહેશે તો પ્લાનિંગ કરવું સરળ થઇ જાય. એટલા માટે જ હવે દર સોમવારે ફ્યુચર ફ્રોમ ટેરો દ્વારા જાણો કે આ વીક હેલ્થ, કરિયર અને રિલેશનશિપની દ્રષ્ટિએ કેવું જશે અને ગાઈડન્સ શું છે.
જુલાઈ 29 – ઓગસ્ટ 04
મેષ(એરિસ) માર્ચ 21 - એપ્રિલ 19
અવેરનેસ - ગિલ્ટ
મેષ રાશિના જાતકો સામે આ સપ્તાહે આસપાસના લોકોની સચ્ચાઈ આવી શકે છે. આ બંને કાર્ડ્સ કહી રહ્યા છે કે, અન્ય લોકોની માન્યતાઓ પોતાના પર હાવી થવા દેવી નહિ. માથાનો દુઃખાવો રહી શકે છે, હાર્ટ પેશન્ટ હોય તેવા લોકોએ ખાસ સાચવવું તેવી સલાહ કાર્ડસના આપી રહ્યા છે.
વૃષભ(ટોરસ) એપ્રિલ 20 - મે 20
ગોઇંગ વિથ ધ ફલો - વી આર ધ વર્લ્ડ
આ બંને કાર્ડ્સ કહી રહ્યા છે કે, વૃષભ રાશિના લોકો માટે આ અઠવાડિયું પોઝિટીવ રહેશે. ફેમિલી અને મિત્રોનો સપોર્ટ તમને મળી રહેશે. ટીમ વર્ક કરવાથી ફાયદો રહેશે. વધારે પડતા બદલાવની અપેક્ષા આ સપ્તાહે રાખ્યા વિના જે થાય છે તે બાબતો સ્વીકારીને આગળ વધવું. જે દિશામાં તમારા પરિવાર કે પછી કામ પર તમારી ટીમની મરજી હોય તે પ્રમાણે સહકાર આપીને આગળ વધવું.
મિથુન(જેમિની) મે 21 - જૂન 21
ટ્રસ્ટ - મોરાલિટી
આ સપ્તાહે તમારે આત્મવિશ્વાસની ઘણી જરૂર પડશે તેમ કાર્ડ્સ જણાવી રહ્યા છે. તમારા મદદ નહિ લેવાના સ્વભાવને છોડીને જ્યાં જરૂર જણાય ત્યાં મદદ લેવી અને યાદ રાખવું કે, મદદ લેવાથી તમારું કદ ક્યારેય નાનું નહિ થાય. તમે કોઈક પગલાં લેશો તેનાથી અન્ય લોકોને કેવું લાગશે તે આ સપ્તાહે વિચારવું નહિ અને તમારા પ્રોગ્રેસ તરફ ધ્યાન આપીને જરૂરી એક્શન લેવા.
કર્ક(કેન્સર) જૂન 22 - જુલાઈ 22
ઈન્ટિગ્રેશન - ફલાવરિંગ
ખૂબ હકારાત્મક સપ્તાહ હોવાના સંકેત આ બંને કાર્ડ્સ કર્ક રાશિના જાતકોને આપી રહ્યા છે. મોટાભાગના બધા જ ગ્રહો તમારા સપોર્ટમાં રહેશે અને શિવ ભગવાનને જળ ચડાવવાથી ઈમોશનલ બેલેન્સ કરવામાં સરળતા રહે. કોઈ પણ વાત દરેક બાજુએથી વિચારીને જ નિર્ણય લેવો. આ સપ્તાહ ખાસ કરીને તમારી આસપાસની સ્ત્રીઓને ખુશ રાખવી.
સિંહ(લિયો) જુલાઈ 23 - ઓગસ્ટ 22
પોલિટિક્સ - ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ
સિંહ રાશિના જાતકો માટે ભૂતકાળમાં થયેલા કડવા અનુભવો વર્તમાનમાં થઇ રહેલા સારા અનુભવો પર શંકા ઉપજાવી શકે છે. કોઈ પણ વ્યક્તિ પર ઈમોશનલ લેવલ પર વિશ્વાસ કરવો તમારા માટે અઘરો બની શકે છે. તમારા પાસ્ટમાં થયેલા ખરાબ અનુભવોને લેટ ગો કરીને તેમાંથી શું શીખવાનું હતું તે સમજવાનો આ સપ્તાહે પ્રયત્ન કરવો. હિલીંગ થયા બાદ જ કોઈ પણ વ્યક્તિ પર ભરોસો કરવો.
કન્યા(વર્ગો) ઓગસ્ટ 23 - સપ્ટેમ્બર 22
મોમેન્ટ ટુ મોમેન્ટ - અલોનનેસ
આ સપ્તાહે કોઈ પણ લાંબા ગાળાના નિર્ણયો લેતા પહેલા પોતાનો સમય લેવો અને કોઈ પણ પ્રકારના ઇન્ફ્લુંસ વિના જ તમે નિણર્ય કરો છો તે શ્યોર થયા બાદ જ આગળ વધવું. રોકાણ કરવા માટે 2 વર્ષ સુધીના ગાળાનું પ્લાનિંગ આ સપ્તાહે કરી શકશો. ઘરમાં વડીલ હોય તો તેમની તબિયત સાચવવી.
તુલા(લિબ્રા) સપ્ટેમ્બર 23 - ઓક્ટોબર 23
બિયોન્ડ ઇલ્યુઝન - નો-થિંગનેસ
તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ સામાન્ય જણાઈ રહ્યું છે. જયારે કોઈ પણ પરિસ્થિતિમાં શું કરવું તે ના સમજાય ત્યારે બ્રેક લેવાની સલાહ કાર્ડ્સ આપી રહ્યા છે. બુધ ગ્રહ વક્રી હોવાથી સ્પિરિચ્યુઅલ જર્ની શરુ કરવા માટે આ સમય ઉત્તમ છે. મેડીટેશન કરવાથી ફાયદો થશે.
વૃશ્ચિક(સ્કોર્પિયો) ઓક્ટોબર 24 - નવેમ્બર 21
રિબર્થ - સેલિબ્રેશન
આ સપ્તાહ તમારા માટે મિશ્રિત રહેશે તેમ કાર્ડ્સ જણાવી રહ્યા છે. ફેમિલી સાથે 2-૩ દિવસનો પ્લાન બનાવીને વેકેશન લેવાની સલાહ કાર્ડ્સ આપી રહ્યા છે. નવું શીખીને તમારા જ્ઞાનમાં અને માનસિક લેવલમાં વધારો કરવા માટેનો આ ઉત્તમ સમય હોવાનું પણ કાર્ડ્સ કહે છે. વરસાદની સિઝનમાં પરિવાર કે મિત્રો સાથે પલળવા નીકળવું, જે તમને જીવનથી વધુ નજીક લાવશે અને નવી ઉર્જાનો સંચાર કરશે.
ધન(સેજિટેરિયસ) નવેમ્બર 22 - ડિસેમ્બર 21
લેટિંગ ગો - એક્ઝોશન
ધન રાશિના જાતકો માટે આ સપ્તાહ થોડું ભારે હોવાનું દેખાઈ રહ્યું છે. વધુ પડતું કામ હાથમાં લઇ લેવાથી સમયસર પૂર્ણ ના થઇ શકે જેના લીધે પોતાના પર ગુસ્સો આવ્યા કરે અને નિરાશા આવી શકે છે. અન્ય લોકોની મદદ કરતા પહેલા તમારું પોતાનું કામ પૂર્ણ કરી લેવું તેવી સલાહ કાર્ડ્સ આપી રહ્યા છે. જે લોકો, વાતો, બાબતો કે પરિસ્થિતિઓ તમારા ઈમોશન્સ પર કંટ્રોલ લઈને તમને અટકાવી રહ્યા હોય તે બધું જ લેટ ગો કરવું.
મકર(કેપ્રિકૉન) ડિસેમ્બર 22 - જાન્યુઆરી 19
ધ માસ્ટર - બ્રેક થ્રુ
ખૂબ પોઝિટીવ પણ સેલ્ફ વર્ક પર ધ્યાન આપવાની ફરજ પાડશે આ સપ્તાહ. મકર રાશિના જાતકો માટે આ બંને કાર્ડ્સ મહેનત અને સાથે નસીબ પર ભરોસો એમ બંને સંદેશ આપી રહ્યા છે. પેટના દુઃખાવાની અને ગેસ કે કબજિયાતની તકલીફ રહે અને તે માટે શારીરિક કસરત ખૂબ જ ફાયદાકારક રહે. બને તેટલું ઓછું ખાવું અને હેલ્ધી ફૂડ લેવું. જે પરિસ્થિતિથી ઘણા સમયથી કંટાળી ગયા હોવ તેમાંથી નીકળવા માટે ભગવાન પર ભરોસો રાખીને સ્ટેન્ડ અવશ્ય લેવું.
કુંભ(એકવેરિયસ) જાન્યુઆરી 20 - ફેબ્રુઆરી 18
કરેજ – સ્ટ્રેસ
કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહ પડકારભર્યું હોવાના સંકેત કાર્ડ્સ આપી રહ્યા છે. જો કે, લાંબા સમયથી કોઈ કામ કરી રહ્યા હોવ તેના પોઝિટીવ પરિણામો મળવાના ચાન્સીસ પણ દેખાઈ રહ્યા છે. કોઈ પણ વધારાના કામ હાથ પર લેવા નહિ તેમાં પણ ખાસ કરીને કોઈ બીજાના કામની જવાબદારી તમારા માથે જરાય લેવી નહિ. તમે જેનું કામ કરી આપો તે જ લોકો તમારી સાથે ચિટીંગ કરી શકે છે તેથી સાવધ રહેવું.
મીન(પાઇસિસ) ફેબ્રુઆરી 19 - માર્ચ 21
કંડીશનિંગ - એક્ઝિસ્ટન્સ
આ સપ્તાહ તમારા માટે કોઈ ના વિચારેલી મદદ લઈને આવી શકે છે. જો કે, તમે તમારા ટેલેન્ટ પર શંકા કરતા રહેશો તો હાથમાં આવેલી તક તમારાથી દૂર થઇ જાય તેમ બની શકે છે. તમારામાં રહેલી ટેલેન્ટને પારખીને જોઈતું કામ કરવાની શરુઆત આ સપ્તાહે કરવાથી સફળતા મળવાની શરુઆત ટૂંક સમયમાં થઇ શકે છે. મેડીટેશન દ્વારા મેનિફેસ્ટેશન કરવાથી ફાયદો થશે.
- ખુશ્બુ ત્રિવેદી