Home / GSTV શતરંગ / Khushbu Trivedi : The week will be financially important for Gemini, while cards are giving warning for Aquarius Khushbu Trivedi

શતરંગ / મિથુન રાશિ માટે આર્થિક રીતે મહત્વનું રહેશે સપ્તાહ તો કુંભ રાશિમાટે કાર્ડ્સ આપી રહ્યા છે ચેતવણી

શતરંગ / મિથુન રાશિ માટે આર્થિક રીતે મહત્વનું રહેશે સપ્તાહ તો કુંભ રાશિમાટે કાર્ડ્સ આપી રહ્યા છે ચેતવણી

- ફ્યુચર ફ્રોમ ટેરો

આપણને ખબર હોય કે આવનારું સપ્તાહ કેવું રહેશે તો પ્લાનિંગ કરવું સરળ થઇ જાય. એટલા માટે જ હવે દર સોમવારે ફ્યુચર ફ્રોમ ટેરો દ્વારા જાણો કે આ વીક હેલ્થ, કરિયર અને રિલેશનશિપની દ્રષ્ટિએ કેવું જશે અને ગાઈડન્સ શું છે. 

જુલાઈ 08 - જુલાઈ 14  

મેષ(એરિસ) માર્ચ 21 - એપ્રિલ 19

એક્ઝિસ્ટન્સ - પ્લેફૂલનેસ

આ બંને કાર્ડ્સ ખૂબ જ હકારાત્મક સપ્તાહના સંકેતો આપી રહ્યા છે. આ રાશિના જાતકો માટે આ સપ્તાહે દરેક કામ કરવા સરળ રહેશે અને જ્યાં જરૂર પડશે ત્યાં ના વિચાર્યું હોય તેવા લોકો પાસેથી પણ મદદ મળી જશે. કોઈ પણ વિશ મેનિફેસ્ટ કરવા માટે આ સમય ખૂબ જ યોગ્ય છે. પ્લેફૂલનેસનું કાર્ડ ખાસ જણાવી રહ્યું છે કે, દરેક કાર્ય ટ્રાન્સપરન્સી સાથે કરવાથી સરળતાથી પૂરું થશે. 

વૃષભ(ટોરસ) એપ્રિલ 20 - મે 20

બ્રેક થ્રુ - અવેરનેસ 

તમે લાંબા સમયથી પોતાના માટે કોઈ પણ નિર્ણય લેવાનું વિચારી રહ્યા હોવ અથવા તો તમે જે વિચારો છો તે બાબતો માટે સ્ટેન્ડ લેવાનું વિચારી રહ્યા હોવ તો આ સપ્તાહ તમારા માટે તેમ કરવાની ઊર્જા લઈને આવ્યું છે. તમારી નજીકના લોકોની સચ્ચાઈ સામે આવી શકે છે. તમે જે લોકોનું વિચારીને પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરી રહ્યા હોવ તે જ લોકો તમારો ફાયદો ઉઠાવી રહ્યા હોય તેમ બની શકે છે જેનું ધ્યાન રાખવું. પોતાના માટે સ્ટેન્ડ અવશ્ય લેવું.  

મિથુન(જેમિની) મે 21 - જૂન 21 

મુમેન્ટ ટુ મુમેન્ટ - રાઈપનેસ

આ સપ્તાહે આ રાશિના જાતકો ફાઈનાન્સ બાબતે વધારે ધ્યાન આપવું જોઈએ તેવો મેસેજ આ બંને કાર્ડ્સ આપી રહ્યા છે. તમારી મહેનતનું ફળ મળશે પરંતુ ફળ મેળવવા ઉતાવળ કરવી નહિ. વધારે પડતા લાંબા સમયના ઇન્વેસ્ટમેન્ટ પણ હાલ પ્લાન કરવા નહિ. જેટલી ધીરજ અને શાંતિથી તમારા કામમાં આગળ વધશો એટલા જ સારા પરિણામો ભવિષ્યમાં મળશે. 

કર્ક(કેન્સર) જૂન 22 - જુલાઈ 22

ઇનર વોઈઝ - પાસ્ટ લાઈવ્સ

આ બંને કાર્ડ્સ ક્લિયર મેસેજ આપી રહ્યા છે કે, તમારા જીવનમાં આ સપ્તાહે જે પણ ઘટનાઓ બનશે તે બધી જ કાર્મિક હશે. દરેક અનુભવમાંથી તમારે કશુક શીખવાનું હશે જ તો તેવામાં કોઈની પણ સાથે વિવાદમાં ઉતરવું નહિ. જ્યાં પણ ગુસ્સો આવે કે ઈગો હર્ટ થાય ત્યારે તમારે તે પરિસ્થિતિમાં શું શીખવાનું છે તેના પર ધ્યાન આપવું. વધારે પડતું બોલવું નહિ, કોઈ પણ વધારાની માહિતી જરૂર વિના કોઈની સાથે શેર કરવી નહિ. 

સિંહ(લિયો) જુલાઈ 23 - ઓગસ્ટ 22

રિબર્થ - ધ સોર્સ

તમે જીવનમાં જ્યાં પણ અટક્યા છો તેમાંથી બહાર નીકળવાનો રસ્તો આ સપ્તાહે તમને મળશે. નવું શીખવાનો, નવું જાણવાનો અને તમારી સાચી ટેલેન્ટ સુધી પહોંચવા માટે આ સપ્તાહની એનર્જીસ તમને મદદરૂપ થશે. યાદ રાખવું કે, તમારા એક્શન જ તમને લક્ષ્ય સુધી પહોંચાડી શકે છે. સોલાર પ્લેક્સ્સ ચક્ર મેડીટેશન કરવાથી ઘણો ફાયદો થશે. 

કન્યા(વર્ગો) ઓગસ્ટ 23 - સપ્ટેમ્બર 22

ટ્રસ્ટ - પ્રોજેક્શન્સ

આ રાશિના જાતકો માટે આ સપ્તાહે બે ઓપોઝીટ ફોર્સ કામ કરતી દેખાઈ રહી છે તેમ આ બંને કાર્ડ્સ ઈન્ડીકેટ કરી રહ્યા છે. કોઈની પણ વાત પર ભરોસો કરતા પહેલા પોતાની અંતરઆત્માનો અવાજ સાંભળવો અને તેની પર જ સૌથી વધુ ભરોસો કરવો. ખાસ કરીને રિલેશનશીપમાં પાર્ટનર ખોટું બોલે અથવા મનમાં ચાલતી વાત ના જણાવે તેમ બની શકે છે. તમારે પણ તમે પોતાના મનની વાત સચોટ રીતે કોમ્યુનિકેટ થાય તેનું ધ્યાન રાખવું જેથી સંબંધમાં ભરોસો જળવાઈ રહે. 

તુલા(લિબ્રા) સપ્ટેમ્બર 23 - ઓક્ટોબર 23 

ધ માસ્ટર - સોરો

આ સપ્તાહ તુલા રાશિના જાતકો માટે થોડું નકારાત્મક જણાઈ રહ્યું છે. સોરોનું કાર્ડ સંકેત આપી રહ્યું છે કે, ભૂતકાળમાં લીધેલા એક્શનનો પસ્તાવો થઇ શકે છે, કોઈ પણ નજીકની વ્યક્તિ તમને હર્ટ પણ કરી શકે છે. જો કે, સોરો સાથે ધ માસ્ટરનું કાર્ડ છે જે કહી રહ્યું છે કે, તમારી સાથે જે પણ ઘટના બની રહી છે તે તમારા સારા માટે જ છે. તો આ સપ્તાહે બને તેટલી વધુ પ્રાર્થના કરવી. તમે જે પણ ભગવાનને માંન્નતા હોવ તેમની સામે બેસીને તમારા પ્રોબ્લેમ્સ કહેવાથી તેનું આપમેળે સોલ્યુશન આવશે. 

વૃશ્ચિક(સ્કોર્પિયો) ઓક્ટોબર 24 - નવેમ્બર 21 

ટ્રાવેલિંગ - કંડિશનિંગ

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહે એવો સમય આવી શકે છે જેમાં સેલ્ફ ડાઉટ આવશે અને તે સેલ્ફ ડાઉટ આપનાર તમારા નજીકના લોકો જ હશે. કાર્ડ્સ કહી રહ્યા છે કે, તમે તમારા પરિવારના અન્ય સભ્યો કરતા અલગ છો તે બાબતનો આ સપ્તાહે સ્વીકાર કરવાથી લાઈફમાં આગળ વધવામાં સરળતા રહશે. તમે પોતાની જાતને સ્વીકારો અને અન્ય લોકો જેવા બનવાનો પ્રયત્ન કરવાના બદલે તમારી સ્ટ્રેન્થ સમજીને આગળ વધવું.

ધન(સેજિટેરિયસ) નવેમ્બર 22 - ડિસેમ્બર 21 

પોસિબલિટી - થંડરબોલ્ટ

તમે ઘણા લાંબા સમયથી અન્ય લોકોની ઇન્ફ્લ્યુઅન્સમાં આવીને પોતાના જીવનમાં આગળ વધી રહ્યા હતા જેના કારણે તમારા માટે પોતાની રીતે વિચારવું અઘરું થઇ રહ્યું હતું. આ સપ્તાહ તમારા માટે એવો સમય લઈને આવશે જ્યાં તમે અન્ય લોકોના કંટ્રોલમાંથી બહાર આવી શકશો. સેવન ચક્ર મેડીટેશન કરવાથી લાભ થશે. જો તમે કોઈ પણ કારકિર્દીમાં નવી તકો શોધી રહ્યા હોવ તો ચીવટપૂર્વક દરેક દિશામાં નજર રાખવી અને નાનકડી તકને પણ જવા દેવી નહિ. 

મકર(કેપ્રિકૉન) ડિસેમ્બર 22 - જાન્યુઆરી 19

ગિલ્ટ - પોસ્ટપોનમેન્ટ

કલ કરે સો આજ કર, આજ કરે સો અબ આ દોહા મુજબ જ તમારે આ સપ્તાહે આગળ વધવું તેમ કાર્ડ્સ સૂચવી રહ્યા છે. કોઈ પણ કામ ડીલે કરવાથી ભારે નુકસાન થવાના ચાન્સીસ ઉભા થઇ શકે છે. ભૂતકાળમાં તમને ઘણી બધી વાર લોકોએ રોકવાના પ્રયત્નો કર્યા છે જેના કારણે કોઈ પણ નવું કામ કરતા પહેલા તમને ડર લાગે છે માટે જ આ સપ્તાહે તમારા ડરનો સામનો કરીને આત્મવિશ્વાસ સાથે આગળ વધવું અને કામ ટાળવું નહિ. 

કુંભ(એકવેરિયસ) જાન્યુઆરી 20 - ફેબ્રુઆરી 18 

માઈન્ડ - ધ માઈઝર

આ બંને કાર્ડ્સ આ સપ્તાહે તમને સાચવીને ચાલવાની ચેતવણી આપી રહ્યા છે. તમારા નાનપણના ટ્રોમા આ સપ્તાહે ટ્રીગર થઇ શકે છે જેના કારણે નકારાત્મક વિચારો આવી શકે છે. મેન્ટલ હેલ્થને સૌથી વધારે મહત્ત્વ આપવું. માત્ર કરિયર કે પૈસા કમાવવા પર ધ્યાન આપવાના બદલે સેલ્ફ કેર અને હિલીંગ પર ફોકસ કરવું. મેડીટેશન અને નેચરમાં રહેવાથી ફાયદો થાય. 

મીન(પાઇસિસ) ફેબ્રુઆરી 19 - માર્ચ 21 

ન્યુ વિઝન - અલોનનેસ 

મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ નવી આશાના કિરણો લઈને આવ્યું છે. બને તેટલો વધુ સમય પોતાની જાત સાથે વિતાવવો, સોલો ટ્રીપ પણ કરી શકાય. જ્યાં પણ તમને એમ લાગે કે સ્ટક થઇ ગયા છો ત્યાં તે જ પરિસ્થિતિમાં રહીને તેને નવા દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરવો, ચોક્ક્સ ઉકેલ મળી જશે. અલોનનેસનું કાર્ડ કહી રહ્યું છે કે, હેલ્થનું થોડું ધ્યાન રાખવું અને કોઈ પણ નિર્ણય લેતા પહેલા પોતાની જાત સાથે અવશ્ય બેસવું. 

- ખુશ્બુ ત્રિવેદી