
- ફ્યુચર ફ્રોમ ટેરો
આપણને ખબર હોય કે આવનારું સપ્તાહ કેવું રહેશે તો પ્લાનિંગ કરવું સરળ થઇ જાય. એટલા માટે જ હવે દર સોમવારે ફ્યુચર ફ્રોમ ટેરો દ્વારા જાણો કે આ વીક હેલ્થ, કરિયર અને રિલેશનશિપની દ્રષ્ટિએ કેવું જશે અને ગાઈડન્સ શું છે.
જુલાઈ 22 - જુલાઈ 28
મેષ(એરિસ) માર્ચ 21 - એપ્રિલ 19
લેઝીનેસ - કોન્શિયસનેસ
આ સપ્તાહ તમારા માટે ઘણું જ પડકારભર્યું રહી શકે છે તેમ આ બંને કાર્ડ્સ સંકેત આપી રહ્યા છે. તમારી નજરચૂકના કારણે તમારા બિઝનેસ કે જોબના કલીગ કે પ્રતિસ્પર્ધી તકનો લાભ લઈને તમારું કામ છીનવી શકે છે. વિચારશૂન્ય થઇ જવાથી અચાનક નુકસાન આવી શકે છે. બને તેટલું વધુ એક્ટિવ રહેવું, આળસ કરવાથી બનતા કામો અટકી શકે છે.
વૃષભ(ટોરસ) એપ્રિલ 20 - મે 20
ધ માસ્ટર - ફાઈટિંગ
વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ થોડું નેગેટિવ જણાઈ રહ્યું છે અને ખાસ કરીને પોતાના મનની વાત ના કહી શકવાના કારણે માનસિક તણાવ આવી શકે છે. કાર્ડ્સ કહી રહ્યા છે કે, તમારા નજીકના વ્યક્તિઓ પર ભરોસો રાખીને મનની વાત કહેવાથી રાહત મળશે. તમારા ભગવાન કે ગુરુને પ્રાર્થના કરવાથી મન શાંત રહે.
મિથુન (જેમિની) મે 21 - જૂન 21
ટોટાલિટી - એડવેન્ચર
આ બંને કાર્ડ્સ કહી રહ્યા છે કે, આ સપ્તાહ મિથુન રાશિના જાતકો માટે એવેરેજ રહેશે. પારિવારિક સંતુલન જાળવવું જરૂરી જણાય. તમારા પોતાના શોખ માટે થઈને જરૂરી ખર્ચાઓ પર કાપ મૂકવો નહિ. આકસ્મિક ખર્ચ પણ આવી શકે છે તેથી સાચવવું. ફિઝીકલ એકસરસાઈઝ અવશ્ય કરવી.
કર્ક(કેન્સર) જૂન 22 - જુલાઈ 22
નો-થિંગનેસ - ફલાવરિંગ
કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ નવી તકો લઈને આવી શકે છે તેવા સંકેત ફલાવરિંગનું કાર્ડ આપ રહ્યું છે અને તેમાં પણ ખાસ કરીને આ રાશિની સ્ત્રીઓ માટે નવું કામ શરુ કરવા, સ્વતંત્રતા અનુભવવા માટે ઉત્તમ સમય હોવાનું કાર્ડ્સ કહી રહ્યા છે. કાર્ડની મહત્ત્વપૂર્ણ સલાહ એ પણ છે કે, જયારે તમને કશું જ ના સમજાય ત્યારે કશું જ કરવું નહિ.
સિંહ(લિયો) જુલાઈ 23 - ઓગસ્ટ 22
અલોનનેસ - પેશન્સ
આ સપ્તાહે સૂર્ય પોતાની રાશિના પ્રવેશ કરી રહ્યો છે જેના કારણે ઘણા નવા વિચારો, નવા કરિયર પાથ, લાઈફ પાથ ઓપન થઇ શકે છે. પેશન્સનું કાર્ડ કહે છે કે, ધીરજપૂર્વક પોતાના માર્ગ પર આગળ વધવાથી લાંબા ગાળે સફળતા ચોક્કસ મળશે. અલોનનેસનું કાર્ડ કહે છે કે, કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિણર્ય લેતા પહેલા પોતાની સાથે સમય વિતાવવો અનિવાર્ય જણાય.
કન્યા(વર્ગો) ઓગસ્ટ 23 - સપ્ટેમ્બર 22
ક્લિન્ગીંગ ટુ ધ પાસ્ટ - ઓર્ડિનરીનેસ
આ સપ્તાહ કન્યા રાશિના જાતકો માટે સામાન્ય જણાઈ રહ્યું છે. ભૂતકાળની વાતો મનમાં રાખીને તેની ફરિયાદ કર્યા કરવાથી માથાનો દુઃખાવો કે માઈગ્રેન જેવા ઇશ્યુઝ આવી શકે છે તેનું ધ્યાન રાખવું. બને તેટલો વધુ સમય નેચરમાં વિતાવવો, વધુ ફળ ખાવા. વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને જીવનમાં આગળ વધવું.
તુલા(લિબ્રા) સપ્ટેમ્બર 23 - ઓક્ટોબર 23
ઇનોસન્સ - સિત્ઝોફ્રેનિયા
આ સપ્તાહ તુલા રાશિના જાતકો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈને આવનારું જણાઈ રહ્યું છે જો કે, તે નિર્ણય લેવામાં ડર લાગે અથવા આત્મ વિશ્વાસનો આભાવ આવી શકે છે. તમારા નોલેજ અને વિચારો પર ભરોસો રાખીને આગળ વધવાની સલાહ કાર્ડ્સ આપી રહ્યા છે. સાથે જ કોઈ પણ કડવો અનુભવ તમને કશુક શીખવવા આવે છે તે યાદ રાખવું.
વૃશ્ચિક(સ્કોર્પિયો) ઓક્ટોબર 24 - નવેમ્બર 21
પ્લેફૂલનેસ - મેચ્યોરિટી
વૃશ્ચિક રાશિના લોકો માટે આ સપ્તાહ ખૂબ જ લાઈટ અને પોઝિટીવ રહેશે. કોઈ ખુશીના સમાચાર મળી શકે છે. તમારા કામમાં ટ્રાન્સપરન્સી રાખીને આગળ વધતા રહેવાથી સકસેસ મળશે. કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય પોતાની આંતરસૂઝથી લેવો. અન્ય લોકોની વાતોમાં આવીને સેલ્ફ પ્રેશર લઈને કોઈ પણ કામ કરવું નહિ કે કોઈ પણ નિર્ણય લેવા નહિ.
ધન(સેજિટેરિયસ) નવેમ્બર 22 - ડિસેમ્બર 21
લેટિંગ ગો - ગિલ્ટ
આ બંને કાર્ડ્સ આ રાશિના જાતકોને સંકેત આપી રહ્યા છે કે, સેલ્ફ વર્ક કરવા માટે આ સમય ખૂબ જ સારો છે. જેટલા પણ લોકો, પરિસ્થિતિઓ, બાબતો તમારા ઈમોશન્સ ઈમ્બેલેન્સ કરી રહ્યા હોય તે દરેકને જવા દેવાનો સમય આવી ગયો છે. તમારા પોતાના દ્રષ્ટિકોણથી દુનિયા જોવા માટે લોકો તમને પાછળ ખેંચશે પરંતુ, તમારે કોઈ પણ ગિલ્ટ વિના પોતાનું સ્ટેન્ડ લેવું.
મકર(કેપ્રિકૉન) ડિસેમ્બર 22 - જાન્યુઆરી 19
પોસિબીલિટી - ટ્રાન્સફોર્મેશન
મકર રાશિના લોકો માટે સારું પરંતુ ખૂબ જ ઉતાર ચડાવ વાળું સપ્તાહ રહેશે. કાર્ડ્સ જણાવી રહ્યા છે કે, નવી કારકિર્દીની તકો શોધી રહ્યા હોવ તો આ સપ્તાહે શોધવાનું શરુ કરો અને જાતે જ તક શોધવી. તમારા જૂના સ્વભાવને છોડીને નવી આદતો સ્વીકારવાનો સમય આવી ગયો છે. તમારા જીવનમાં ઘણા આંતરિક અને મહત્ત્વપૂર્ણ બદલાવ આવતા જણાય.
કુંભ(એકવેરિયસ) જાન્યુઆરી 20 - ફેબ્રુઆરી 18
કમ્પેરિઝન - કમ્પ્લિશન
આ બંને કાર્ડ્સ કુંભ રાશિના જાતકોને સલાહ આપી રહ્યા છે કે, આ સપ્તાહે તમારી સામે ઘણી દુવિધા આવશે જેમાં તમારે મહત્ત્વપૂર્ણ બાજુ પસંદ કરીને જીવનમાં આગળ વધવાનું હોય તેવામાં તમે જે પસંદ કરશો તેના પર તમારું ભવિષ્ય આધાર રાખશે. એકવાર કોઈ દિશા પસંદ કર્યા પછી અન્ય દિશા સાથે તેની સરખામણી કર્યા કરવાથી દુઃખી થવાય.
મીન(પાઇસિસ) ફેબ્રુઆરી 19 - માર્ચ 21
એક્સપિરિયંન્સિંગ - પ્રોજેક્શન્સ
મીન રાશિના જર્કોને આ સપ્તાહે કાર્ડ કહી રહ્યા છે કે, તમારા મનની વાત કહેવામાં અને અન્ય લોકોના મનની વાત સમજવામાં તમને મુશ્કેલી થશે. તેવામાં જે પણ ઘટનાઓ જીવનમાં બની રહી છે તે તમને અનુભવ પરથી કશુક શીખવવા આવી રહી છે તે યાદ રાખીને આગળ વધવું. વધુ પડતા વિચારો કે લોજિકથી બચીને આ સપ્તાહે રહેવું.
- ખુશ્બુ ત્રિવેદી