Home / GSTV શતરંગ / Mahesh Rajgor : What does Android mean? Know About Android Mahesh Rajgor

શતરંગ / એન્ડ્રોઇડનો મતલબ શું થાય? જાણો એન્ડ્રોઇડની કુંડળી

શતરંગ / એન્ડ્રોઇડનો મતલબ શું થાય? જાણો એન્ડ્રોઇડની કુંડળી

- ટેક્નોપુરાણ

એન્ડ્રોઇડ નામ લેતાની સાથે જ તમારી નજર તમારા ફોન ઉપર જશે, કે આજ તો છે એન્ડ્રોઇડ. પણ ના એન્ડ્રોઇડ હકીકતમાં સ્માર્ટફોન નહીં ઓપરેટિંગ સિસ્ટમ છે. આજના ટેકનોલોજીકલ યુગમાં 10 માંથી 9 લોકો આપણને સ્માર્ટફોન વાપરતા મળી જશે, જેમાંથી મોટા ભાગના લોકો એન્ડ્રોઇડ યુઝર્સ હશે. દુનિયાભરમાં એન્ડ્રોઇડનું વેચાણ સૌથી વધુ હોવાનું એકમાત્ર કારણ છે કે તે તેના ઉપભોક્તાઓને સસ્તા ભાવે ખુબ જ સારી સુવિધાઓ પૂરી પાડે છે. એન્ડ્રોઇડએ ખૂબ જ ઓછા સમયમાં પોતાને શ્રેષ્ઠ સાબિત કરીને લોકોમાં એક આગવી ઓળખ ઉભી કરી છે.

એન્ડ્રોઇડ છે શું?

એન્ડ્રોઇડ એ કોઈ એપ્લિકેશન કે મોબાઈલ સોફ્ટવેર નથી. હકીકતમાં એન્ડ્રોઇડ એ એક ઓપરેટિંગ સિસ્ટમ છે, જે મોબાઈલને સરખી રીતે ચાલવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. એન્ડ્રોઇડએ લીનક્સ કર્નર પર આધારિત છે, જેને ગૂગલ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. લીનક્સ કર્નર એક ઓપન સોર્સ અને ફ્રી ઓપરેટિંગ સિસ્ટમ છે, જેમાં ઘણા બધા સુધારા અને પરિવર્તન કરીને એન્ડ્રોઇડને વિકસાવવામાં આવ્યું છે. લીનક્સ કર્નર નો ઉપયોગ સર્વર અને કમ્પ્યુટરમાં થાય છે તેથી એન્ડ્રોઇડને ખાસ કરીને ટચસ્ક્રીન મોબાઇલ ફોન અને ટેબલેટસ માટે બનાવવામાં આવ્યું છે, જેના લીધે આપણે જે પણ એપ્લિકેશન ને ફંકશન એક કમ્પ્યુટરમાં વાપરીએ છીએ તે બધું આ મોબાઈલમાં પણ વાપરી શકીએ.

એન્ડ્રોઇડ અસ્તિત્વમાં કઈ રીતે આવ્યું? શું છે એનો ઇતિહાસ?

એન્ડ્રોઇડની શરૂઆત વર્ષ 2003માં એન્ડ્રોઈડના પ્રણેતા એન્ડી રૂબીને કરી હતી, જેને પાછળથી 2005 માં google દ્વારા ખરીદી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ google એન્ડી રૂબીનને જ એન્ડ્રોઇડ ડેવલપમેન્ટના હેડ બનાવ્યા હતા. Googleને એન્ડ્રોઇડ એક તદ્દન નવો અને રોચક કોન્સેપ્ટ લાગ્યો જેની મદદથી તે ખૂબ જ મજબૂત સક્ષમ અને મફત વાપરી શકાય તેવી ઓપરેટિંગ સિસ્ટમ બનાવી શકયા. એન્ડ્રોઇડને ઓફિશિયલી ગૂગલ દ્વારા 2007 માં લોન્ચ કરવામાં આવ્યું. 2007માં એન્ડ્રોઈડએ તેનું બેટા વર્ઝન લોન્ચ કર્યું હતું અને તેની સાથે જ એન્ડ્રોઇડ OS ડેવલોપમેન્ટની ઘોષણા પણ કરી હતી. સપ્ટેમ્બર 2008 ની અંદર HTC ડ્રીમ નામનો એક ફોન લોન્ચ કરવામાં આવ્યો જે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલવાવાળો સૌથી પ્રથમ ફોન હતો. ત્યારબાદ એન્ડ્રોઇડએ એક પછી એક નવા વર્ઝન લોન્ચ કર્યા અને યુવા પેઢીમાં પ્રચલિત બનતું ગયું. એન્ડ્રોઇડ ના પોપ્યુલર થયા બાદ વર્ષ 2013માં એન્ડી રૂબીને પોતાના એક બીજા પ્રોજેક્ટ માટે google ને છોડી દીધું હતું. ત્યારબાદ એન્ડ્રોઇડ ડેવલપમેન્ટના હેડ તરીકે સુંદર પિચાઈ નિમણૂક કરવામાં આવી હતી, જેમની આગેવાની હેઠળ એન્ડ્રોઇડએ સફળતાના અનેક શિખરો સર કર્યા.

ચાલો જાણીએ એન્ડ્રોઇડનાં ફિચર્સ વિશે:

Androidના ફીચર્સ તેને બીજા પ્લેટફોર્મ કરતાં અલગ તારવે છે. એન્ડ્રોઇડની સૌથી સારી વસ્તુ એ છે કે તે યુઝર ઇન્ટરફેસ છે. જેના કારણે કોઈપણ સામાન્ય વ્યક્તિ કે જે પહેલીવાર પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યો છે તે સરળતાથી આ મોબાઇલને વાપરી શકે છે. એન્ડ્રોઇડની અંદર વિવિધ ભાષાઓ સપોર્ટ કરે છે, દેશની અંદર રહેલી લોકલ ભાષાઓને પણ સપોર્ટ કરે છે. ઉપરાંત એન્ડ્રોઇડ મલ્ટીટાસ્કિંગ ફીચર આપે છે, જેમાં એકી સાથે તમે અલગ અલગ પ્રકારના કામ કરી શકો છો. ઉદાહરણ તરીકે તમે google પર કઈ સર્ચ કરી રહ્યા છો અને સાથે મ્યુઝિક એપ પર ગીતો પણ સાંભળી શકો છો અને તે દરમિયાન કોઈ ફાઈલ ડાઉનલોડ પણ કરી શકો છો. હવે તો android મોબાઈલની અંદર સ્પિલ્ટ સ્ક્રીન નામનો ઓપ્શન આવે છે જેમાં તમે એકી સાથે એક જ સ્ક્રીન પર બે એપ્લિકેશન વાપરી શકો છો, જેમકે youtube જોતા જોતા તમે instagram માં જોઈ શકો છો. એન્ડ્રોઇડની સૌથી સારૂ ફીચર હોય તો એ છે એની કનેક્ટિવિટી. તેની અંદર હોટસ્પોટ વાઇફાઇ બ્લુટુથ જીએસએમએ જેવા ઘણાં ઘણા ઓપ્શન છે, જેના થકી બહુ જ સરળતાથી આપણે આપણા ફોનને બીજા કોઈ પણ નેટવર્ક સાથે કનેક્ટ કરી શકીએ છીએ. આટલી સુવિધાઓ ઉપરાંત એન્ડ્રોઇડની સૌથી સારી વાત એ છે કે કે તેમાં તમે ઢગલા બંધ તમને અનુરૂપ તમને ગમે એવી એપ્લિકેશન મફતમાં ડાઉનલોડ કરી શકો છો અને વાપરી શકો છો.

એન્ડ્રોઇડના અત્યાર સુધી કેટલા વર્ઝન આવ્યા છે?

Google દ્વારા બનાવેલી આ ઓપરેટિંગ સિસ્ટમને વધુ રસપ્રદ અને કાર્યરત બનાવવા માટે નવા નવા વર્ઝન આવતા રહે છે. અને આ નવા વર્ઝનનો ઉપયોગ કરવા માટે તમારે દર વખતે નવો મોબાઈલ લેવાની જરૂર નથી, ત્યાં નવા વર્ઝનનો લાભ તમારા જ ફોનમાં એન્ડ્રોઇડ અપડેટ ના નામે મફતમાં મળી જાય છે. દરેક નવી અપડેટ માં તમને નવા નવા અવનવા ફીચર્સ વાપરવા મળે છે. આ તમારા ફોનની પરફોર્મન્સ ગુણવત્તામાં પણ સુધારો થાય છે. Android ના અત્યાર સુધી મુખ્ય 14 વર્ઝન આવેલા છે જેમકે android1 nougat jelly bean, oreo, kitkat, pie, marshmallow, honeycomb, donut, cupcake, lolipop, gingerbread. 


આ સિવાય એન્ડ્રોઈડની વિશેષતા એ છે કે એન્ડ્રોઇડ માત્ર સ્માર્ટફોન પૂરતું સીમિત નથી રહ્યું, એન્ડ્રોઇડ ટેકનોલોજી ના લગભગ દરેક ડિવાઇસમાં ઝંપલાવ્યું છે. એન્ડ્રોઇડ ટીવી એન્ડ્રોઇડ વોચ એન્ડ્રોઇડ એસી જેવા ઘણા ડિવાઇસીસમાં પોતાનું સ્થાન બનાવ્યું છે

- મહેશ રાજગોર