
- ટેક્નોપુરાણ
માણસ પોતાની ઇન્દ્રિયોની મદદથી જોવું, સાંભળવું, સ્પર્શવું, ચાખવું, સૂંઘવું જેવી વગેરે ક્રિયાઓ કરી શકે છે અને આજ ક્રિયાઓ આપડા શરીરને સારી રીતે કાર્યમાં મદદરૂપ થાય છે. આપણા ફોનમાં પણ આવી જ કંઈક ટેકનીકલ ઇન્દ્રિયો લાગેલી છે જેના કારણે આપણો ફોન ખુબજ સારી રીતે કાર્ય કરી શકે છે. જેને ટેકનીકલ ભાષાની અંદર સેન્સર્સ કહેવાય છે, આ સેન્સર જ છે જે સામાન્ય ફોનને સ્માર્ટફોન બનવામાં ખૂબ ઉપયોગી નીવડે છે.
શું તમે તમારા ફોનમાં રહેલા સેન્સર્સ વિશે જાણવા માંગો છો ?
આજના સમયમાં આપણો સ્માર્ટફોન આપડો સૌથી સ્માર્ટ મિત્ર બની ગયો છે, જેનું કારણ છે તેમાં લાગેલા સ્માર્ટ સેન્સર્સ. આમ તો સ્માર્ટફોનની અંદર ઘણા બધા સેન્સર્સ લાગેલા હોય છે પરંતુ આપડે વાત કરીએ થોડા મહત્વના સેન્સર્સ વિશે.
Proximity Sensor:
આ સેન્સર મોબાઈલના ફ્રન્ટ કેમેરાની આસપાસ લાગેલું હોય છે. આ સેન્સર મોબાઇલમાં પાવર સેવિંગનું કાર્ય કરે છે. જ્યારે આપણને કોઈનો ફોન આવે છે ત્યારે ફોન ઉપાડ્યા બાદ જ્યારે આપણે ફોનને આપડા કાન તરફ લઈ જઈએ ત્યારે આ સેન્સર આપો આ ફોનની લાઈટ બંધ કરી દે છે જેથી કરીને બેટરી ઓછી વપરાય છે.
Ambient Light Sensor:
તમે જોયું હશે કે જ્યારે તમારો ફોન ઓટો બ્રાઇટનેસ મોડ પર હોય ત્યારે તમે ઘરમાં હોય ત્યારે મોબાઈલની બ્રાઇટનેસ આપમેળે ઘટી જાય છે અને જ્યારે તમે બહાર નીકળો ત્યારે બ્રાઇટને આપમેળે વધી જાય છે, આ આપમેળે જે બ્રાઇટનેસ વધઘટ થવાની પ્રક્રિયા છે તે આ સેન્સરના લીધે થાય છે. આ સેન્સર પ્રકાશની તીવ્રતા માપવા માટે સક્ષમ છે, આ સેન્સર બહારના વાતાવરણના પ્રકાશને અનુભવીને મોબાઇલની લાઈટને સ્ક્રીન ઉપર ઓછી વત્તી કરે છે.
Fingerprint Sensor:
સ્માર્ટફોનનું સૌથી પ્રચલિત જો કોઈ સેન્સર હોય તો એ આ છે. આ સેન્સર યુઝર્સની આઇડેન્ટિટીને વેરીફાઇ કરે છે તેમજ સરળ રીતે ફોન લોક અને અનલોક કરવા માટે મદદરૂપ થાય છે. હવે તો ઓનલાઇન મની ટ્રાન્જેક્શનમાં પણ બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટનો ઉપયોગ થવા લાગ્યો છે. શરૂઆતના સમયમાં સેન્સર ફોનના પાછળની ભાગે આપવામાં આવતું હતું, ત્યારબાદ ફોનની સ્ક્રીન ની અંદર અને હવે તો ફોનના લોક બટન ઉપર જ આ સેન્સર આપવામાં આવે છે.
Iris Scanner & Facial Recognition:
જે રીતે કોઈ બે વ્યક્તિની ફિંગરપ્રિન્ટ સરખી ના હોઈ શકે તેવી રીતે જ તેમની આંખની કીકી પણ સરખી ન હોઈ શકે. આ સેન્સર આપણી આંખોને સ્કેન કરીને ફોનને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. તેવી જ રીતે ફેશિયલ રેકોગનાઈઝેશન સેન્સર દ્વારા આપડા ચેહરાની ઓળખ કરી ફોનને લોક અનલૉક કરે છે. પરંતુ આ સેન્સર બીજા બે સેન્સર કરતા ઓછું સુરક્ષિત છે.
Accelerometer Sensor:
આ સેન્સર ફોનના વાઇબ્રેશન, મૂવમેન્ટ અને orientation ને કેપ્ચર કરે છે અને તે અનુરૂપ ફોનની ડિસ્પ્લેને પોર્ટ્રેટથી લેન્ડસ્કેપ મોડ માં કન્વર્ટ કરે છે. ઉદાહરણરૂપે આપણે જ્યારે વીડિયો જોવા માટે ફોનને આડો કરીએ છે તો ફોનની સ્ક્રીન આપોઆપ મોટી થઈ જાય છે.
Gyroscopic Sensor:
આ સેન્સર એસ્કેલરો મીટરનું અપડેટ વર્ઝન છે. આ સેન્સર માત્ર X-Y નહીં પરંતુ 360 ડિગ્રી માપી શકે છે. તે ફોનની રોલ અને પીચ મુવમેન્ટને પણ કેપ્ચર કરે છે. આપણે પેનોરેમા મોડમાં ફોટો પાડીએ છીએ એ પણ આના લીધે જ. કોઈ કાર રેસિંગની ગેમ રમતી વખતે આ સેન્સર ખૂબ જ ઉપયોગી નીવડે છે.
Magnetometer Sensor:
આપણે જ્યારે ગૂગલ મેપ જેવી નેવિગેશન એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે કઈ દિશા ઉત્તર છે અને કઈ દિશામાં આપણો ફોન હોવો જોઈએ તે જાણવાનું કામ આ સેન્સર દ્વારા કરવામાં આવે છે.
Barometer Sensor:
આ સેન્સરનો ઉપયોગ જીપીએસની ચોકસાઈ વધારવા માટે થાય છે. તે વાતાવરણમાં રહેલા દબાણની ગણતરી કરીને તમારો ફોન સમુદ્ર તટથી કેટલી ઊંચાઈ પર રહેલો છે તે દર્શાવે છે.
IR Blaster:
આ સેન્સર જો તમારા ફોનની અંદર છે તો તમે તમારા મોબાઇલ સિવાયના અન્ય ઉપકરણો જેવા કે એરકન્ડિશનર ટીવી પ્રોજેક્ટર વગેરેને નિયંત્રિત કરી શકો છો. આ સેન્સરની જગ્યાએ પહેલા હોલ ઇફેક્ટ સેન્સર મૂકવામાં આવતા હતા.
આ સિવાય પણ મોબાઈલ ની અંદર ઘણા બધા સેન્સરો રહેલા હોય છે જેવા કે થર્મોમીટર, હાર્ટ રેટ મોનિટર સેન્સર, પેડોમિટર, NFC સેન્સર, સાઉન્ડ સેન્સર અને આવા બીજા ઘણા બધા સેન્સર છે જે આપડા ફોનમાં લાગેલા હોય છે, જેના લીધે આપડો ફોન વધારે સારી રીતે કાર્ય કરે છે.
- મહેશ રાજગોર