Home / GSTV શતરંગ / Naresh Shah : Bindas Day, fight Day, Lafran Day and so on Naresh Shah

શતરંગ / બિન્દાસ ડે, ચોરી દિવસ, લફરાં દિવસ અને એવું બધું

શતરંગ / બિન્દાસ ડે, ચોરી દિવસ, લફરાં દિવસ અને એવું બધું

- અસામાન્ય

માણસની ડાર્ક ડિઝાઈર કે ડાર્ક ફિલીંગ વ્યક્ત કરવા માટે આપણી પાસે કોઈ માધ્યમ જ નથી.

થોડા વરસ પહેલાના એક વેલેન્ટાઈન્સ ડે પર અમારા એક મિત્ર લેખકે લેખ લખેલો, જેનું મથાળું હતું: આજે એન્ટી વેલેન્ટાઈન્સ ડે. મતલબ કે ગઈકાલે મહૌબ્બત કે પ્રેમનો દિવસ હતો તો એનો અર્થ આજે ધિક્કાર કે નફરતનો દિવસ હોઈ શકે છે. લેખનો વિષય તો જુદો હતો પણ વિશેષ દિવસોનો કન્સેપ્ટ ખરાબ નથી, પણ ખોટો હોય એવું અમારું જરૂર માનવું છે. એક સ્પષ્ટતા. વેલેન્ટાઈન્સ ડે કે રોઝ ડે કે મઘર ડે કે એની સ્પેશિયલ ડે ની ઉજવણી સામે અમને કોઈ અડચણ નથી. શક્ય હોય તો અમે તે ઉજવણીને એન્જોય કરીને તેમાં જોડાવાના મતના છીએ. સ્પષ્ટતા પૂરી.

સારી-સારી વાતો માટે કોઈ એકાદ દિવસ ઉજવવામાં આવે તેમાં કંઈ ખોટું નથી પણ એક દિવસ શા માટે? મધર્સ ડેના બીજા દિવસથી માતાનું મૂલ્ય કોડીનું થઈ જાય છે કે ૧૪મી ફેબ્રુઆરી સિવાય 'આઈ લવ યૂ' (અમારા શબ્દોમાં: લવ યૂ, જિંદગી) કહેવાતું હોય છે અને કહેવાવું જોઈએ પણ જિંદગીની ઈચ્છાઓની જેમ બૂરાઈઓની ઊજવણી કરવાનો કોઈ એક ચૌક્કસ દિવસ કેમ હોય શકે? સૌરાષ્ટ્રમાં અમુક સ્થળે ધુળેટીના દિવસે ફાગ ખેલવામાં આવે છે. લોકો ગામ બહાર કે એકાંતમાં ભેગા થઈને અપશબ્દોની રમઝટ બોલાવે. (બાય ઘી વે, રિપોર્ટીંગ માટે ફરજિયાત જવાનું થયું ત્યારે અમને પણ અપશબ્દોથી પોંખવામાં આવ્યા હતા!) મજાની વાત છે. દિવસે કમ સે કમ, કેટલાંક લોકો અપશબ્દો બોલીને ભડાશ કાઢે છે. હસે છે. હળવા થાય છે. આવી રીતે બીજા દિવસો ઊજવી શકાય. જેમ કે, દગાબાજી દિવસ, રડમસ દિવસ. મૂરખ દિવસ. ધિક્કાર દિવસ. જૂઠ દિવસ (એપ્રિલ ફૂલ છે કાં!) બિન્દાસ દિવસ. વાઈલ્ડ ડે. ચોરી દિવસ. એંગ્રી ડે. સેકસ ડે (સોરી, નાઈટ), (પુરુષો તરત તૈયાર થઈ જાય એવો) લફરાં દિવસ, પુરુષોએ રાંધવું પડે એવો દિવસ.

યાદી હજુ લાંબી થઈ શકે પણ મને ખબર છે કે તમે અત્યારે મનોમન હસી રહ્યા છો. આપણો પ્રોબ્લેમ છે. સારી વસ્તુઓ કે વાત માટે દેખાડો કરવાનો અને ખરાબ બાબતો અણગમતી હોવાનો દંભ કરવાનો. પ્રેમ દિવસ કે મધર્સ ડે કે સ્વાતંત્ર્ય દિવસવગેરે ભલે ઉજવાતા પણ ખરેખર તો માણસની અંદર રહેલી ડાર્ક ડિઝાઈર કે ડાર્ક ફિલીંગ વ્યક્ત કરવા માટે આપણી પાસે કોઈ માધ્યમ નથી. પ્રેમનો દિવસ છે પણ નફરતનો દિવસ ક્યાં? દેશભકિતની તારીખ છે પણ દગાબાજીની યાં? મેરેજ એનિવર્સરી છે પણ ફલર્ટ કરવાની તિથિ કયા? મારે હાફ પેન્ટ કે લેંઘો કે લૂંગી (વેરી બેડ) પહેરીને સાવ નિર્દભ થઈને જીવવું હોય એવો 'બિન્દાસ ડે' હોય તો મજા પડે? એક વખત સકારણ, જાણી જોઈને ગુસ્સો કરી જૂઓ પછી તમને 'એંગ્રી ડે'નું મહત્વ નહીં સમજાવવું પડે અમારે?

એક વખત પ્રયત્નપૂર્વક સોગિયું મોઢું કરીને જીવવાનો પ્રયત્ન કરો. નહીં રહી શકો પણ પછી ખુશમિજાજમાં રહેવાની કિંમત સમજાય જશે. પત્નીને 'લફરાં ડે'ના દિવસે મિત્ર સાથે ફલર્ટ કરતાં જોશો તો આપોઆ૫ ઓફિસમાં સખણાં રહેવા લગાશે. આ સાયકોલોજી છે. જે તમે ખુલ્લેઆમ કરી શકો એમાંથી છાને ખૂણે કરવાનો ચાર્મ જતો રહે છે. એટલે મુંબઈમાં તમને દારૂ પીને 'ઢગલો' થઈ ગયેલાં લોકો મળતાં નથી અને દિવમાં 'છાપું' થઈ જનારા પ્રવાસી લોકો સૌથી વધુ અથડાય છે.

ચોરી દિવસ ઊજવાતો હોય તો દિવસે હોટેલવાળાએ સાવચેત રહેવું પડે પણ પછી આખું વરસ ઘણી મોટી રાહત થઈ જાય. ચીટિંગ દિવસ પણ આવો બની શકે. મૂળ વાત છે કે માત્ર ડાહી કે સંસ્કારી કે સામાજીક વૃતિ કે સંબંધો જેટલી અગત્યતા આપણી અંદર રહેલી શૈતાનવૃતિઓને બહાર કાઢવાની છે. આપણે બળજબરીથી ડામતાં રહીએ છીએ અથવા બત્રીસ લક્ષણા (સર્વાગ સુશીલ, સંસ્કારી) હોવાનો દંભ કરીએ છીએ. સ્ત્રીઓએ તો દંભ વધારે સ્ટ્રોંગલી કરવો પડે છે કારણકે આપણે તેને સૌન્દર્ય કમ, સંસ્કાર જ્યાદાની મૂર્તિ ગણાવી દીધી છે. તમામ સંસ્કાર તેનામાં તો હોવા જોઈએ.

ખરેખર તો કોઈ સ્ત્રી કે પુરૂષ ૨૪ કેરેટના હોય શકે. વૃતિઓનું ભેળ તેમનામાં હોવાનું . તેથી જરૂરી છે કે આવા દિવસો પણ ઉજવાય. બોલો, પહેલો દિવસ કયો અને ક્યારે ઊજવીશું?

- નરેશ શાહ