
ગુજરાત બાર કાઉન્સિલની શિસ્ત સમિતિએ એક ઐતિહાસિક નિર્ણય લીધો હતો. જેમાં એક વકીલ સામે હાઇકોર્ટમાં સંખ્યાબંધ ક્રિમિનલ કન્ટેમપ્ટના પડતર કેસોને લઈ તે વકીલની કાયમી સનદ જપ્તિનો હુકમ કરાયો છે.
ગુજરાત બાર કાઉન્સિલની શિસ્ત સમિતિએ વર્ષ 1961 બાદ કોઈ વકીલની કાયમી સનદ જપ્તીનો હુકમ કર્યો છે. વકીલ દેવેશ ભટ્ટને ત્રણ અલગ કેસોમાં એક એક લાખ રૂપિયાનો દંડ કરાયો હતો. 2000 પાનાના હુકમમાં વિસ્તૃત છણાવટ સાથે કાયમીપણે સનદ જપ્ત કરવાનો હુકમ કરાયો છે. દેવેશ ભટ્ટ સામે ગુજરાત હાઇકોર્ટમાં પણ સંખ્યાબંધ ક્રિમિનલ કન્ટેમપ્ટના પડતર કેસો હતા.