પાદરા નજીક બનેલો ગંભીરા બ્રિજ તૂટી પડતા ચાર લોકોના મોત થયા છે. બે વર્ષ પહેલા જ સોશિયલ મીડિયા યૂઝર્સ સ્નેહલ પટેલે આ બ્રિજ ખખડધજ હાલતમાં હોવાનું જણાવ્યું હતું અને સરકારને જલદી આ બ્રિજનું કામ કરાવવા માટે કહ્યું હતું. જોકે, સરકારે તેમ છતા પણ ધ્યાન ના આપતા આ મોટી દૂર્ઘટના સર્જાઇ છે. સરકાર આગ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળે તેવી સ્થિતિ સર્જાઇ છે. આવી જ સ્થિતિ મોરબી પુલ દુર્ઘટનામાં બની હતી.
બે વર્ષથી બ્રિજ ખંડેર હાલતમાં હતો છતા ધ્યાન ના અપાયું
સ્નેહલ પટેલ નામના X યૂઝર્સે બે વર્ષ પહેલા જ ગંભીરા બ્રિજની ખખડધજ હાલતનો વીડિયો શેર કર્યો હતો અને લખ્યુ હતું કે, મીડિયા માટે જલદી બ્રેકિંગ ન્યૂઝ આવશે જેવા મોરબીના આવ્યા હતા કવરેજ માટે તૈયાર રહેજો.
હવે આ ઘટના બે વર્ષ પછી ગંભીરા બ્રિજ તૂટી પડતા આ સમાચાર સાચા પડ્યા છે. તંત્રને અનેક વખત આ બ્રિજની ખખડધજ હાલતને લઇને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ કોઇએ ધ્યાન આપ્યું નહતું અને આ મોટી દૂર્ઘટના સર્જાઇ હતી.
પોતાના માનીતા કોન્ટ્રાક્ટરનો ટેન્ડર વગર જ કામ આપતા તંત્રના ભ્રષ્ટાચારનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. જો સમયસર તંત્રએ આ બ્રિજના કામ પર ધ્યાન આપ્યું હોત તો આ મોટી દુર્ઘટના ના સર્જાઇ હોત. સરકારે સમયસર રાજ્યમાં રહેલા આવા અનેક બ્રિજને રિપેર કરાવીને સમારકામ કરાવવાની જરૂર છે જેથી આવી મોટી દૂર્ઘટનાને બનતા અટકાવી શકાય.